કોમેડીના બાદશાહ કોપિલ શર્મા છે કોરોડની સંપત્તિની આસામી ! જીવનની ચડતી પડતી અને ફરી ચડતી જોનાર આ સેલિબ્રીટીની છે કરોડોની કમાણી !

કપીલ શર્માએ હંમેશા પોતાની જાતને ડાઉન ટુ અર્થ રાખી છે ખાસ કરીને તેના શોમાં. તે પંજાબના એક અતિ સામાન્ય કુટુંબમાંથી આવે છે અને આજે પણ તેના મૂળિયા તેણે છોડ્યા નથી. આજે તે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો બાદશાહ છે. ગયા વર્ષે તે પોતાના સાથી કલાકારો સાથેના મતભેદના કારણે ઘણો ચર્ચામાં રહ્યો હતો અને એક સમયે તો તે ડીપ્રેશનમાં પણ જતો રહ્યો હતો.


પણ ધીમે ધીમે મિત્રો તેમજ કેટલીક ફિલ્મી હસ્તીઓના સપોર્ટથી તે સ્વસ્થ થતો ગયો અને તેણે ફરી પોતાની કેરિયરને પાટા પર લાવી દીધી. જીવનમાં ભાગ્યે જ કોઈને આવા મોકા વારંવાર મળતા હોય છે. બની શકે કે તેમાં તેના સારા સ્વભાવનો હાથ હોય છે બાકી ગ્લેમર વર્લ્ડ એકવાર પડતીનો ભોગ બનેલા માણસને ક્યારેય બીજો મોકો નથી આપતું.


પોતાનો શો ફરી શરૂ કરતાં પહેલાં તેણે લગ્ન કરવાનો મોટો નિર્ણય લઈ લીધો હતો અને ધામધૂમથી લગ્ન પણ કરી લીધા હતા. હવે ટુંક જ સમયમાં તે પિતા પણ બનવા જઈ રહ્યો છે. અને બેબીમૂન માટે બન્ને પતિ-પત્ની કેનેડા પણ ફરિ આવ્યા હતા અને હવે પરત ફરીને ફરી પાછો તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો છે. આજે તે પોતાની કલાકારીના જોરે એક આધુનિક અને વૈભવી જીવનશૈલી જીવી રહ્યો છે.


કપીલ શર્મા આજે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે રૂપિયા કમાતો કલાકાર છે. અને આ જ કમાણીના પ્રતાપે મુંબઈ જેવા મોટા શહેરમાં તેનું ભવ્ય ઘર છે. અને તે પણ બીજા સ્ટાર્સની જેમ ગાડીઓનો શોખીન છે અને તેના આંગણામાં પણ લક્ઝરી ગાડીઓ ઉભી છે.


કપીલ શર્મા સોની ટીવી પર ધી કપીલ શર્મા નામનો કોમેડી શો તો કરે જ છે પણ આ ઉપરાંત પણ તે સ્ટેજ શો કરે છે તેમજ અવોર્ડ ફંક્શન પણ હોસ્ટ કરે છે અને વિદેશોમાં જઈને પણ પોતાના લાઈવ શો કરે છે ઉપરાંત કેટલીક બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ પણ કરે છે. અને આ બધા દ્વારા તે અઢળક રૂપિયો કમાય છે.

જો કે તેણે આટલે સુધી પહોંચવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક કોમેડિયનને ભારતીય ફિલ્મ કે પછી ટેલિવિઝનમાં એટલી સફળતા, એટલી લોકપ્રિયતા નથી મળી જેટલી કપિલ શર્માને મળી છે. તેણે સૌ પ્રથમવાર પોતાની કોમેડીની કલાકારી રિયાલીટી શો ધી ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં દર્શાવી હતી જેમાં તે વિનર રહ્યો હતો અને તેના જીવનની પ્રથમ મોટી કમાણી એટલે કે રૂપિયા 10 લાખનું ઇનામ તેને મળ્યું હતું.

ત્યાર બાદ પણ તેણે નાના મોટા ઘણા બધા શો કર્યા અને છેવટે સોની ટીવી પર તેને તેના પોતાના નામનો શો કરવાનો મોકો મળ્યો અને તે પોતાની ટીમ સાથે સમગ્ર દેશમાં છવાઈ ગયો. જો કે તેમાં પણ કેટલાક સાથી કલાકારો સાથેના મતભેદના કારણે તેની કેરિયર ફરી એકવાર સાવ જમીનદોસ્ત થઈ ગઈ પણ સારા મિત્રો તેમજ પોતાની આવડતના કારણે તે ફરી ઉભો થયો અને ફરી પાછી લોકોમાં તે જ લોકપ્રિયતાં હાંસલ કરી લીધી.

આજે તેની પાસે ઓછામાં ઓછી 170 કરોડની પ્રોપર્ટી છે. આ વર્ષમાં તેણે કુલ 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને વર્ષ 2017માં તેની કમાણી 48 કરોડ સુધી પહોંચી ગઈ હતી. તે પોતાના શો પર પર્ફોમ કરવાના એક દીવસના 70 લાખથી 1 કરોડ સુધીની ફી વસુલે છે. આ ઉપરાંત શો સિવાય પણ તેની પાસે આવકના બીજા ઘણા બધા સ્રોત છે. તે પોતે એક્ટર પણ છે ફિલ્મ પણ પ્રોડ્યુસ કરે છે, તેમ જ તાજેતરમાં જ તેણે ‘એન્ગ્રી બર્ડ્સ મુવી 2’માં તેના લીડ પાત્ર એટલે કે પેલા લાલ રંગના એંગ્રી બર્ડને અવાજ પણ આપ્યો છે.

કપીલ શર્મા પોતાના કામમાં સતત વ્યસ્ત રહે છે અને તેના માટે તેણે એક ખાસ વેનિટિ વેન પણ બનાવડાવી છે જેની કીંમત સાડા પાંચ કરોડ છે. હવે તે પંજાબથી આવેલો સામાન્ય માણસ નહીં પણ એક વીઆઈપી સ્ટાર બની ગયો છે. જો કે તેને પોતાની માતા માટે અપાર માન છે અન તેના દરેક શોમાં તેની માતા ઓડિટોરિયમની પ્રથમ હરોળની સીટમાં બીરાજમાન હોય છે. માતાના આશિર્વાદ હોય ત્યાં બીજી બધી વસ્તુઓ વામણી સાબિત થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ