અંબાણી કુટુંબના ગણેશોત્સવમાં ઉમટ્યું બોલીવૂડ ! ગણપતિની ભવ્ય આરતીમાં જોવા મળ્યા શહેરના નામાંકીત લોકો

ગણપતિ હવે માત્ર સાર્વજનીક મહોત્સવ નહીં રહીને ઘરે-ઘરે ઉજવાતો મહોત્સવ બની ગયો છે. અને તેમાં બોલીવૂડ સેલિબ્રિટિઝનો પણ સમાવેશ થાય છે. માધુરી દીક્ષીત, સલમાન ખાન, શિલ્પા શેટ્ટી, સોનાલી બેન્દ્રે, કાર્તીક આર્યાન, સનિ લિયેની અને બીજા ઘણા બધા બોલીવૂડ સ્ટાર્સ પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરે છે પણ આ બધામાં અંબાણીનો ગણેશોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.

સમગ્ર ભારતની ગણેશોત્સવ અલગ અને સામે અંબાણી કુટુંબમાં ઉજવાતો ભવ્ય ગણેશોત્સવ અલગ. છેલ્લા ઘણા વર્ષોથી નીતા અંબાણી પોતાના ઘરે દર વર્ષે ગણેશ ચતુર્થી પર ગણપતિજીની સ્થાપના કરે છે. પણ જ્યારથી એન્ટિલિયા બન્યું છે ત્યારથી તેની ઉજવણી ભવ્યાતિભવ્ય થઈ રહી છે.

ગઈકાલે એન્ટિલિયાનો ગણેશોત્સવ જાણે કોઈ મોટો અવોર્ડ ફંક્શન હોય તેવો લાગી રહ્યો હતો. હવે તો અવોર્ડ ફંક્શન્સમાં પણ એટલા સ્ટાર્સ જોવા નથી મળતાં જેટલા અંબાણીના ગણપતિમાં જોવા મળે છે. ગયા અઠવાઠિયાથી મુકેશ અને નીતા અંબાણીના મુંબઈ ખાતેના એન્ટિલિયા હાઉસમાં ગણપતિ મહોત્સવની તૈયારી ધામધૂમથી ચાલી રહી હતી. અને છેવટે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીની સુંદર મુર્તિનું સ્થાપન પણ થઈ ગયું. અને મહેમાનોને ભવ્ય આરતીમાં આમંત્રમ આપવા માટે સુંદર મજાના ઇનવીટેશન કાર્ડ પણ મોકલી દેવામાં આવ્યા.

ગઈ કાલે અંબાણીનાં એન્ટિલિયા હાઉસમાં જાણે આકાશમાંથી સિતારાઓ ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. ગણેશોત્સવની પવિત્ર ઉજવણીને આ સિતારાઓએ પોતાના તેજથી ઝાકમઝોળ કરી દીધી હતી. મહેમાનોને અહીં આવવા માટે સુંદર મજાના ઇનવીટેશન કાર્ડ દ્વારા આમંત્રણ આપવામા આવ્યું હતું જેમાં ખાસ કરીને ટ્રેડીશનલ વસ્ત્રોમાં આવવાની અરજ કરી હતી. અને આ ટ્રેડીશનલ વસ્ત્રોમા બોલીવૂડ સિતારાઓ અત્યંત શોભી રહ્યા હતા.

અંબાણીના ગણપતિના દર્શન કરવા માટે બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પોતાના પત્ની જયા તેમજ દિકરા અભિષેક બચ્ચન સાથે પોહોંચ્યા હતા. અમિતાભ અને તેમના પત્ની જયા બચ્ચન બન્ને સુંદર સફેદ ટ્રેડીશનલ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા જ્યારે અભિષેકે વ્હાઇટ એન્ડ યેલો કોમ્બીનેશનના કુર્તા-ચૂડીદાર પહેર્યા હતા. આ સાથે માધુરીએ પણ પોતાના પતિ સાથે ત્યાં હાજરી આપી હતી અને તેણીએ આમિર ખાન સાથે પણ તસવીરો ખેંચાવી હતી.

કેટરીના એ સલમાન ખાનના ઘરે પધારેલા ગણપતિની આરતીમાં પણ હાજરી આપી હતી અને સાથે સાથે અંબાણીના ગણપતિના દર્શને પણ તેણી પોતાની બહેન સાથે પહોંચી હતી. તેણીએ પીચ રંગનાં સુંદર ચણિયાચોળી પહેર્યા હતા. જ્યારે તેણીની બહેન ઇઝાબેલે ઘેરા ગુલાબી રંગનો ગાઉન પહેર્યો હતો.

આ ઇવેન્ટમાં જો સૌથી વધારે પાપા રાઝી કોઈના પર કેન્દ્રીત થઈ હોય તો તે હતા રનબીર કપૂર અને આલિયા ભટ્ટ. તેમની આ તસ્વીરો સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આલીયાએ ફ્લોરલ પ્રિન્ટ વાળી સાડી પહેરી હતી અને તેણીનો મેકઅપ પણ ઘણો સિમ્પલ હતો અને તેમ છતાં તેણી સુંદર લાગી રહી હતી.

જ્યારે રનબીરે પોતાની કાયમી ઇમેજ પ્રમાણે સિમ્પલ રહેવાનું જ પસંદ કર્યું હતું. તે બ્લૂ રંગના કુર્તા-પાયજામાંમાં જોવા મળ્યો હતો તેમની સાથે રનબીરનો બેસ્ટ ફ્રેન્ટ અને હાલના જમાના ઉત્તમોત્તમ ફિલ્મ ડીરેક્ટર અયાન મુખર્જી પણ જોવા મળ્યો હતો.

રેખાએ પોતાની સિલ્કની સાડીથી ભલભલી યુવાન હીરોઈનોને ઝાંખી પાડી દીધી હતી. રેખાની ઉંમર જેમ જેમ વધતી જઈ રહી છે તેમ તેમ તેણી ઓર વધારે નીખરતી જાય છે તેવુ લાગી રહ્યું છે. તેણીએ તેના ટ્રેડ માર્ક એવી સિલ્કની સિલ્વર અને ડાર્ક પર્પલ રંગની સાડી પહેરી હતી. તેના કાયમી લૂક પ્રમાણે તેણીના હાથ ભારે બંગડીઓથી ખનકી રહ્યા હતા તેમજ તેણીનું ગળામાં ભારે નેકલેસ અને ભારે કાનની મોટી ઇયરીંગ શોભી રહ્યા હતા. આ લૂકમાં તેણી હંમેશની જેમ જાજરમાન લાગી રહી હતી.

આ ઉપરાંત કાજેલ, ક્રીતી સેનન, કરિશ્મા કપૂર, વિદ્યા બાલન વિગેરે અભિનેત્રીઓ સાડીમાં આવી હતી જ્યારે કદરણ જોહર, મનીષ મલ્હોત્રા, વિક્કી કૌશલ, આમિર ખાન વિગેરે અભિનેતાઓ કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા. જો કે કરણ જોહરના કુર્તા પાયજામાની પ્રિન્ટ તેમજ તેની સ્ટાઈલે રણવીર સિંઘની ખોટ જરા પણ નહોતી વર્તાવા દીધી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ