બીઝી લાઈફ સ્ટાઇલને લીધે કપડામાં લાગી જતા દાગ ને કહો બાય બાય, આ છે ઘરેલુ ઉપચાર..

કપડાં ઉપર લાગેલા ડાઘાને દૂર કરવા અજમાવી જૂઓ આ સરળ ઉપાયો…

image source

આજકાલની બીઝી લાઇફસ્ટાઇલમાં દરરોજના દિવસના કપડા ધોવામાં બહુ મુશ્કેલીઓ આવે છે અને કેટલીક વાર માત્ર કપડાં ધોવા એ અનેક પરેસાનીઓનું કારણ બની જતું હોય છે. જ્યારે કપડાંઓ ઉપર કોઈ વધારે ઘાટો ડાઘો પડી જતો હોય છે ત્યારે આપણો સામાન્ય સમય લાગતો હોય એના કરતાં પણ વધારે સમય કપડાં ધોવામાં લાગે છે.

image source

કપડાંની ચમક ઉપર અને તેની મજબૂતી ઉપર પણ ડાઘને કારણે વધારે ઘસારો પહોંચે છે. અને જો ડાઘો બરાબર સાફ ન થાય તો તે કપડાં પહેરવા લાયક રહેતું નથી. આ બધી બાબતોથી સરળતાથી છૂટકારો મેળવવા અમે આજે આપને કેટલીક સરસ ટીપ્સ આપીએ છીએ. જે અજમાવશો તો તમારી શક્તિ અને સમય બચશે અને કાપડને પણ સાચવી શકશો.

ડાઘ દૂર કરવામાં શેમ્પૂ થશે ઉપયોગી…

image source

શેમ્પૂ ધૂળ, મેકઅપ, કોલર રિંગ્સ વગેરેના ડાઘ દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તે જરૂરી નથી કે તમે ફક્ત મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરો, કોઈપણ શેમ્પૂ તમને મદદ કરશે. હા, એ વાતનું ધ્યાન જરૂર રાખવું કે શેમ્પૂ વધારે કેમિકલ યુક્ત ન હોય. માઈલ્ડ કેમિકલવાળો અને હર્બલ શેમ્પૂ હશે તો તે ડાઘ સાફ કરવામાં વધારે સરળતા રહેશે. જે જગ્યાએ ડાઘ લાગેલો હોય તો એ જગ્યાએ તમે થોડું વધુ શેમ્પૂ લઈને એ જગ્યાએ ઘસવું જોઈએ.

જૂનો સાબુ ડાઘ દૂર કરવા માટે વાપરી શકાય છે…

image source

એવા સાબુ, જેને આપણે જૂના જમાનાના સાબુ કહીએ છીએ, કે પછી ટૂકડા સાબુ, દેશી સાબુ અથવા તો ઘોડા છાપ સાબુ જેવા નામો આપવામાં આવ્યા છે, અલબત્ત આપણે તેને ઘણા સમયથી જૂના – આઉટ ડૅટૅડ સાબુ તરીકે માનીને વાપરવાનું છોડી દીધું છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે તે ખૂબ ઉપયોગી વસ્તુ છે. આના વડે તમે, તમારા સફેદ કપડાં ફક્ત ચમકદાર નથી બનતા પરંતુ તે ગ્રીસ, ગંદકી અને કપડાંની ચિકાસ વગેરે ડાઘ નીકાળવા માટૅ પણ ખૂબ અસરકારક સાબિત થાય છે.

ટૂથ પેસ્ટ પણ ડાઘ સાફ કરવા વાપરી શકો છો…

image source

દાંતની સફાઇની અને તેને ચમકદાર બનાવવા સાથે કપડાં ઉપર લાગેલા ડાઘ દૂર કરવા માટેનો વધુ એક શ્રેષ્ઠ અને સરળ ઉપાય આ નોન-જેલ ટૂથપેસ્ટ પણ છે. તમારા દાંતને તેજસ્વી બનાવવાની સાથે, તમારા નવ જેલ્સ કપડાં પર ટૂથપેસ્ટથી શાહીના ડાઘને ખૂબ સરળતાથી સાફ કરીને ડાઘ દૂર કરે છે અને તેમને ચળકદાર પણ બનાવે છે. સૌ પ્રથમ ડાઘ ઉપર ટૂથ પેસ્ટ લગાવીને થોડીવાર સુધી તેને સુકાવવા રાખી દેવું જોઈએ. ત્યાર બાદ ડાઘને ઘસીને તેને સાદા પાણીથી ધોવું જોઈએ.

લીંબુનો રસ અને મીઠાનો ઉપયોગ કેટલાક ડાઘ દૂર કરવા માટે

image source

લીંબુનો રસ કપડા પર કેટલાક ડાઘને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તમે શાહી, હળદર, તેલ વગેરેના ડાઘ ઉપર પણ લીંબુનો રસ નાખી શકો છો. લીંબુના રસને આ આછા ડાઘ ઉપર લગાવો અને પછી તેને તડકામાં સુકાવવા માટે થોડા સમય મારે રાખી મૂકો. એ જ રીતે, કપડા પર લોહીના ડાઘ પડ્યા હોય તો તેને સાફ કરવા માટે, તેને મીઠાના પાણીમાં પલાળવા જોઈએ.

દરેક પ્રકારના ડાઘ માટે ઉત્તમ છે સરકો…

image source

આપને જાણીને નવાઈ લાગશે કે સરકો દરેક ડાઘ કાઢવા માટે યોગ્ય છે. એક અકસીર નુસ્ખા મુજબ કપડા ધોતી વખતે સફેદ સરકો થોડાં ટીપાં પણ નાખશો તો તે તમારા કપડાના ડાઘને દૂર કરવા અને તેને ચમકદાર બનાવવા તમારા મદદગાર સાથી સાબિત થશે. વધુ એક ટીપ એવી પણ છે કે તમે કપડાંને સરકોવાળા પાણીમાં ડૂબાડી રાખશો તો તમારા કાપડનો રંગ પાકો કરી શકશો.

બજારમાં મળે છે સારા ડિટર્જન્ટ…

image source

આ ઘરેલુ વસ્તુઓ દ્વારા કરાતા ઉપાયો ઉપરાંત, બજારમાં ઘણા પ્રકારના ડાઘ દૂર કરનારા ડિટર્જન્ટ અને સ્ટૅઈન રિમવલ લિક્વિડ ઉપલબ્ધ હોય છે, જેની મદદથી તમે બધા પ્રકારના ડાઘ દૂર કરી શકો છો. આ કેમિકલ યુક્ત લિક્વિડથી તમે કપડાંને બ્લિચ કરી શકો છો તેમજ કેટલાક એવા પણ ઉત્પાદન મળે છે કે જેનાથી ઊનના કે રેશ્મના કપડાંને સાફ કરવા માટે ઉપયોગી બની શકે છે.

શેવિંગ ક્રીમના છે ઘણા ફાયદા…

image source

આ વાત જાણીને માનવાનું મન નહીં થાય, એના માટે આ રીતને આજમાવવી પડશે તો જ વિશ્વાસ બેસે તેવું છે. શેવિંગ ક્રીમ બધા પ્રકારના ડાઘ દૂર કરવામાં પણ મદદરૂપ છે. જ્યારે તમે બહાર ફરવા જાઓ છો અને તમારા પાસે કપડાં ધોવાનો સાબુ ન હોય પરંતુ સાથે શેવિંગ કિટમાં શેવિંગ ક્રિમ લીધી હોય ત્યારે આ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. શેવિંગ ક્રીમએ બીજું કંઈ નહીં માત્ર એક પ્રકારનો ફ્લશ સાબુ છે, જે ડાઘોને દૂર કરવા માટે સૌથી સસ્તો અને હાથવગો ઉપાય બની શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ