પેરાગ્લાઇડિંગ વખતે અચાનક જ પેરાશૂટની દોરી તૂટી ગઈ, 70 વર્ષના દાદી એ જે કર્યું, લાજવાબ છે.

સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે પુરુષો વધારે બહાદુર હોય છે ,જ્યારે પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓ થોડી ડરપોક હોય છે.

image source

પણ તાજેતરની ઘટના એ આ સમીકરણને બિલકુલ ઊંધું કરી નાખ્યું છે. કોણ કહે છે સ્ત્રીઓ ડરપોક હોય છે? 70 વર્ષની ઉંમરે પહોંચેલી સ્ત્રી પણ સામે યમરાજાને ઊભેલા જોયા છતાં પોતાની ધીરજ ખોતી નથી અને સ્વસ્થતા જાળવી રાખે છે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હમણાં જ આંખ સામે આવ્યું છે.

image source

ડેનિસની ૭૦ વર્ષની વયની મહિલા તુર્કીના અલાનયા ખાતે પહેલીવાર પેરાગ્લાઈડિંગ પર હાથ અજમાવી રહ્યા હતા. પ્રવાસી તરીકે તુર્કી ગયેલી મહિલા એ પેરાગ્લાઈડિંગની શરૂઆત કરી ત્યારે તેઓ આસપાસનો નજારો જોઇને ખૂબ જ ખુશ થયા હતા. ડેનિશ મહિલાના પેરાગ્લાઈડિંગ સમયે પ્રોટોકોલ મુજબ તમામ સલામતીના પગલાં પણ લેવામાં આવ્યા હતા અને તેમની સાથે પેરાગ્લાઈડિંગમાં એક પાયલોટ પણ સામેલ હતા જે પેરાગ્લાઈડિંગની તમામ ટેકનોલોજીથી વાકેફ હતા .

image source

છતાં પણ થવા કાળ જે થવાનું હોય છે એ થાય છે. સલામતીના તમામ પગલા લેવાયા હોવા છતાં પણ પેરાગ્લાઈડિંગ કરતી વખતે અચાનક જ પેરાશૂટનું એક દોરડું અધવચ્ચેથી તૂટ્યું અને પેરાશૂટનું બેલેન્સ ખોરવાયું. મુખ્ય પેરાશુટ પણ ખૂલી રહ્યો ન હતો તેવા સંજોગોમાં મહિલા તથા તેના પાયલોટે સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત ઊભી થઈ .બંને જણાએ સમુદ્રમાં ઇમરજન્સી ઉતરાણ પણ કર્યું . આ તમામ જોખમી પરિસ્થિતિની વચ્ચે ૭૦ વર્ષની મહિલાએ ગજબની હિંમત અને સ્થિતપ્રજ્ઞતા જાળવી રાખ્યા.

image source

પેરાગ્લાઈડિંગ કરતી વખતે જે મહિલા ઉત્સાહથી પોતે ખૂબ જ ખુશ હોવાનું બૂમો પાડી પાડીને જગતને જણાવી રહી હતી તે જ મહિલાએ પેરાશૂટનું દોરડું તૂટતા જોયું હોવા છતાં અને તેજ ગતિએ સમુદ્રમાં ઉતરાયણ થઈ રહ્યું હોવા છતાં પણ ગજબની સ્વસ્થતા જાળવી પોતાની મક્કમતા નો જગતને પરિચય કરાવ્યો હતો. આ એક એવો સમય હતો કે ત્યારે કાચાપોચા માણસનું હૃદય એમનેમ જ બેસી જાય. થોડા સમય પહેલા બનેલો બિઝનેસમેન વિપીન સાહૂનો કિસ્સો યાદ હશે કે તેઓ પેરાગ્લાઈડિંગ કરતી વખતે કેટલા ડરી ગયા હતા કે પોતાની જાતને ગાળો આપવા લાગ્યા હતા.

image source

આમ તો પેરાગ્લાઈડિંગ સલામત હોય છે. ઘણા લોકો એનો આનંદ ઉઠાવતા હોય છે. જોકે પેરાગ્લાઈડિંગ એક એવું સાહસ છે જેમાં શરત ચૂક થાય તો ગંભીર ઇજા થઈ શકે છે . તેમાં જીવ જવાની પણ સંભાવનાઓ રહેલી છે પરંતુ માનવી પહેલેથીજ સાહસો કરતો આવ્યો છે પડકારજનક કાર્યોને સફળતાપૂર્વક કરી બતાવવાની આવડત માણસને વિકાસના પથ પર અવિરત દોડાવતી રહી છે.

પેરાગ્લાઈડિંગ ના શોખીનો માટે ખાસ પસંદગીના ડેસ્ટિનેશન પણ વિકસાવવામાં આવ્યા છે.

image source

ભારતમાં મહારાષ્ટ્રના કામશેટ ક્ષેત્રમાં સાહસિક રમતોના શોખીનો માટે ખાસ પેરાગ્લાઈડિંગની સુવિધા છે .અહીં દૂર-દૂરથી લોકો પેરાગ્લાઈડિંગ માટે આવે છે.

image source

લડાખ પણ પેરાગ્લાઈડિંગ માટે ઉત્તમ વિસ્તાર છે.પેરાગ્લાઈડિંગ દ્વારા આકાશમાં ખૂબ ઊંચે પહોંચી નીચેની અતિ સુંદર સૃષ્ટિ જોવાનો રોમાંચ કંઈક અનેરો હોય છે .

image source

ભારતમાં આવેલું બીર પેરાગ્લાઈડિંગની રાજધાની તરીકે ઓળખાય છે વિશ્વભરમાં પેરાગ્લાઈડિંગનો શોખ ધરાવતા પ્રવાસીઓ બીરની મુલાકાત લેવાનું ચૂકતા નથી. બીરમા ઘણી એવી ખાનગી કંપનીઓ પણ છે જે પેરાગ્લાઈડિંગની ટ્રેનિંગ પૂરી પાડે છે.

image source

હિમાચલ પ્રદેશમાં આવેલી કુલુ ઘાટી પણ પેરાગ્લાઈડિંગ માટે પ્રખ્યાત છે. પેરાગ્લાઈડિંગ જેવી સાહસિક રમતના શોખીનો માટે સમગ્ર વિશ્વમાં સ્થળ તો ઘણા છે પણ પેરાગ્લાઈડિંગ માટે હિંમત ,ધીરજ અને કપરી પરિસ્થિતિમાં તાત્કાલિક નિર્ણય લેવાની ક્ષમતા પણ હોવી જરૂરી છે. એક વાત જરૂર કહેવાનું મન થાય છે કે આપણે ત્યાં ભારતમાં જ્યાં ૭૦ વર્ષની ઉંમરે પહોંચેલી મોટાભાગની મહિલાઓ હાથમાં માળા અને ભગવાનની ચોપડીઓ સાથે ઘરમાં બેસવાનું પસંદ કરે છે ત્યારે આ ૭૦ વર્ષની વયે પહોંચેલા સન્માનીય નારીની હિંમતને દાદ તો આપવી જ પડે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ