કાંકરિયા કાર્નિવલના પ્રોગ્રામનું લિસ્ટ વાંચી લો તમે પણ, અને જાણી લો કયા કલાકર કઇ તારીખે આપશે હાજરી

આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, બાળકોને લઈ તમે પણ કાંકરિયાના રંગારંગ કાર્યક્રમનો લાહવો લો

ડીસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ કાંકરિયા તળાવને કાંકરિયા કાર્નિવલ માટે સજાવવાની શરૂઆત થઈ જાય છે. અને શહેરીજનો પણ ડિસેમ્બર આવતાં જ આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોવા લાગે છે અને પછી જેવો જ કાર્નિવલ શરૂ થાય કે તરત જ લાખોનું મહેરામણ કાંકરિયા ઉમટી પડે છે.

image source

આ ફેસ્ટિવલ 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી ચાલે છે. કુલ સાત દિવસ આખુએ કાંકરિયા બાળકો તેમજ મોટાઓના કિલ્લોલથી જબકી ઉઠે છે. કાંકરિયા કાર્નિવલમાં કેટલાએ પ્રકારના કલાકારો પણ હાજરી આપતા હોય છે. આ એક સાંસ્કૃતિક કાર્યક્મ બની રહે છે જેને લોકો ખુબ જ એન્જોય કરે છે.

ગુજરાતી કલાકારોની રમઝટ જોવા મળશે

image source

આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં પુષ્પકુંજ પર ગોઠવવામાં આવેલા સ્ટેજ નંબર 1 પર 26 તારીકે તમે ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીને સાંભળી શકશો, તો 27 તારીખે તમે જીગરદાન ગઢવી, 28 તારીખે પાયલ વૈદ્ય અને વિશ્વનાથ બાટુંગે, 29 તારીખે કિર્તિદાન ગઢવી, 30મી તારીખે ઓસમાન મીર અને 31મી ડિસેમ્બરે સાંઇરામ દવેને સાંભળી શકશો. આમ છ-છ દિવસ તમને ભરપૂર લાઇવ મનોરંજન મળી રહેશે.

સાંસ્કૃતિક પ્રોગ્રામોનો લાહવો પણ ઉઠાવી શકશો

image source

બીજા નંબરનું જે સ્ટેજ છે જે બાલવાટિકા આગળ ગોઠવવામાં આવ્યું છે ત્યાં તેમજ વ્યાયામશાળા પાસે આવેલા ત્રીજા નંબરના સ્ટેજ પર તમે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકશો, અહી તમે રોક બેન્ડ, યોગનો કાર્યક્રમ, ગીત ગૂંજન, કઠપુતળીનો શો, માઉથ ઓર્ગન પર્ફોમન્સ, ભવાઈ, ડ્રામા પરર્ફોમન્સ, તબલા વાદન તેમજ લોકનૃત્યોને નિહાળી શકશો.

ભૂલકાઓ માટે ખાસ મનોરંજનની વ્યવસ્થા

image source

બાળકોને મનોરંજન પુરુ પાડવા માટે અહીં ડિઝની કેરેક્ટર્સને જીવંત બનાવી તેમના બાબલા હરતા ફરતા કરવામા આવશે. આ ઉપરાંત હોર્સ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રીના સમયે લોકોને લેસર શો પણ જોવા મળશે. કાંકરિયા ફેસ્ટીવલની ખાસ વાત એ છે કે આ બધું જ એન્જોય કરવા માટે તમારે એક રૂપિયો પણ ચૂકવવો નહીં પડે.

કાર્નિવલનું અદ્ભુત વ્યવસ્થાપન

image source

કાર્નિવલમાં ઉપર જણાવ્યું તે પ્રમાણે અનેક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે અને લાખોનું મહેરામણ પણ ઉમટી પડશે. કાર્યક્રમમાં કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તેના માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સીસી.ટીવી કેમેરા છે, તેની સાથે જ કાર્નિવલનો 10 કરોડ રૂપિયાનો વિમો પણ ઉતરાવવામાં આવ્યો છે.

મ્યુનિસિપાલિટિ દ્વારા રૂ.10 કરોડના વિકાસ કામોની જાહેરાત-લોકાર્પણ

image source

કાંકરિયા કાર્નિવલ દરમિયાન મ્યુનિસિપાલિટી દ્વારા 10 કરોડ 50 લાખના ખર્ચે શહેરના વિવિધ કામોનું લોકાર્પણ તેમજ ભૂમિપુજન પણ કરવામાં આવશે. જેમાં 50 ઇલેક્ટ્રિક બસો, તેના માટે ચાર્જિંગ સ્ટેશનોને જાહેર જનતાને અર્પણ કરવામા આવશે. તમને જણાવી દઈએ આ બસોનું ઉદ્ઘાટન 25મી ડિસેમ્બરે મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા થશે અને ત્યાર બાદ તમને શહેરમાં 50 ઇલેક્ટ્રીક બસો દોડતી જોવા મળશે.

માત્ર ઇ બસ જ નહીં પણ ઇ સ્કૂટરની સુવિધા પણ લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં 1000 સાઇકલો, 500 સ્કૂટરોનો પણ સમાવેશ થાય છે. આ બધી જ સાઇકલો તેમજ સ્કૂટરો ચોક્કસ બસ સ્ટેશનો પર ઉપલબ્ધ કરવામા આવશે.

image source

આ સિવાય કેટલીક યોજનાના ભૂમિપૂજન કરવામા આવશે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, દાણીલીમડા અને બહેરામપુરા ખાતે 30 એમ.એલ.ડી, કેડિલા બ્રીજથી નરોડા ડ્રેનેજલાઈનની યોજના, આ ઉપરાંત પણ ઘણા બધા વિસ્તારોના ડ્રેનજના અપગ્રેડેશનનું ભૂમિપુજન વિગેરે કરવામાં આવશે. તેમજ પશુઓ માટે ખાસ એમ્બ્યુલન્સને પણ લોકો સમક્ષ અર્પણ કરવામાં આવશે.

મ્યુનિસિપાલિટિ દ્વારા કાર્નિવલ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે

image source

2008થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામા આવ્યો હતો અને ત્યારથી જ શહેરીજનોમાં આ કાર્નિવલ ખુબ જ લોકપ્રિય રહ્યો છે. 2009માં 1.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે હાલ આ ખર્ચ ઘણો વધી ગયો છે. ચાલુ વર્ષે કાર્નિવલ પાછળ 4-5 કરોડનો ખર્ચો થવા જઈ રહ્યો છે.

image source

કાર્યક્રમમાં આવતા મોંઘેરા કલાકારોને હજારોથી લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે આ ઉપરાંત લાઇટો દ્વારા જે ઝગમગાટ કરવામાં આવે છે તેનું માત્ર ઇલેક્ટ્ર્ક બિલ જ 40-50 હજાર સુધીનું આવે છે. આ સિવાય કાર્નિવલ દરમિયાન ફોટોગ્રાફી, તેમજ વિડિયોગ્રાફી પાછળ પણ પુષ્કળ ખર્ચો કરવામાં આવે છે.

image source

કાંકરિયા કાર્નિવલ પાછળ આટલા વર્ષમાં જાણો કેટલો ખર્ચ થયો

  • 2009માં – 1.63 કરોડનો ખર્ચ
  • 2010માં – 2.18 કરોડનો ખર્ચ
  • 2011માં – 2.12 કરોડનો ખર્ચ
  • 2012માં – 3.05 કરોડનો ખર્ચ
  • 2013માં – 3.12 કરોડનો ખર્ચ
  • 2014માં – 3.10 કરોડનો ખર્ચ
  • 2015માં – 3.15 કરોડનો ખર્ચ
  • 2016માં – 4.00 કરોડનો ખર્ચ
  • 2017માં – 4.50 કરોડનો ખર્ચ

2019માં – અંદાજીત 4-5 કરોડનો ખર્ચ કરવામાં આવશે

image source

કોરોડના ખર્ચા બાબતે જ્યારે તંત્રને પ્રશ્ન પુછવામાં આવે છે ત્યારે તેઓ જણાવે છે કે સાત દિવસ દરમિયાન શહેરના નાગરીકોને અઢળક મનોરંજન મળે છે, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. તેમજ લાખો લોકો જે રીતે કાર્નિવલનો આનંદ લે છે તે જોતાં ખર્ચ ઘણા અંશે ઓછો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ