31 ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવાનું વિચારી રહ્યા છો? તો ના બનાવતા પ્રોગ્રામ કારણકે…

આ વર્ષનો છેલ્લો દિવસ જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટ આગળ પસાર કરવા માગતા હોવ તો ભૂલી જજો ! 31 ડિસે. સુધીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.

image source

સ્ટેચ્યુઓફ યુનિટિને જ્યારથી જાહેર જનતા માટે ખુલ્લી મુકવામા આવી છે ત્યારથી તે અત્યાર સુધીમાં લાખો લોકોએ તેની મુલાકાત લઈ લીધી છે.

આ જગ્યાએ ખાસ કરીને વિકેન્ડ્સ તેમજ રજાઓમાં ઘણી ભીડ જોવા મળે છે અને કેટલાક મુલાકાતીઓએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોયા વગર જ પાછા આવવું પડે છે.

image source

જો તમે પણ ધક્કો ખાવા ન માગતા હોવ તો વાંચીલો આજની આ પોસ્ટ.

જો તમે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આતુર હોવ અને આ વર્ષના છેલ્લા દિવસોમાંનો કોઈ એક ત્યાં પસાર કરવા ઇચ્છતા હોવ તો તમારી ઇચ્છા આ વર્ષમાં તો પૂરી થઈ જ નહીં શકે કારણ કે તેનું 31મી ડિસેમ્બર સુધીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.

જો તમારો એવો વિચાર હોય કે તમે 1030 રૂપિયાવાળી એક્સપ્રેસ એન્ટ્રીની ટિકિટ ખરીદી લેશો તે વિચાર પણ છોડી દો કારણ કે તેનું બુકિંગ પણ થઈ ગયું છે.

image source

જ્યારથી જાહેર જનતા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટિને ખુલ્લી મુકવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં 30 લાખ કરતાં પણ વધારે મુલાકાતીઓ અહીં આવી ચુક્યા છે.

હાલ ઘણી બધી શાળાઓમાં નાતાલનું મિનિવેકેશન ચાલી રહ્યું છે અને લોકો પોતાના ઘરથી નજીકની જગ્યાઓએ રજાઓ ગાળવાનું પસંદ કરતા હોય છે.

image source

સ્ટેચ્યુ ઓફ યુનિટિએ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં એક આગવું આકર્ષણ ઉભુ કર્યું છે.

તમને જણાવી દઈએ કે રજાઓના સમયમાં ગત શનિવારે અહીં 20600, રવિવારે 28900 તેમજ મંગળવારના દિવસે 27500 પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી છે.

image source

અને આ સંખ્યામાં ઉત્તરોત્તર જેમ જેમ રજાઓ નજીક આવી રહી છે તેમ તેમ વધારો થઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેનેજિંગ ડીપાર્ટમેન્ટ તરફથી મળતી માહીતી પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી માટે જે ટીકીટ રાખવામાં આવી છે તેનું 31મી ડિસેમ્બર સુધી ફુલ બુકિંગ થઈ ગયું છે.

આ ટિકિટની કિંમત 380 રૂપિયા છે જ્યારે એક્સપ્રેસ એન્ટ્રીની ટીકીટની કીંમત 1030 રૂપિયા રાખવામાં આવી છે જે પણ બૂક થઈ ગઈ છે.

image source

માટે જો તમારું આવતા અઠવાડિયાનું કોઈ પ્લાનિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનું કોઈ હોય તો તે તમારે હાલ મુલતવી રાખવું પડશે કારણ કે તમને ત્યાં પ્રવેશ નહીં મળી શકે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે અને અહીં લોકો તેની ઉપર ચડીને તેની વ્યુઇંગ ગેલેરીમાંથી આસપાસના નજારાને માણે છે.

અહીં એક દિવસમાં સરેરાશ 7 હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત લે છે અને વેકેશનમાં આ સંખ્યા ખુબ વધી જાય છે. અને તેના માટે તમારે અગાઉથી ટીકીટ બુક કરાવવી પડે છે તે વગર તમને ત્યાં પ્રવેશ મળતો નથી ખાસ કરીને તેવા સંજોગોમાં જ્યારે બુકીંગ ફુલ થઈ ગયું હોય.

image source

જો કે તેમ છતાં તમે ત્યાં જવા માગતા હોવ તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટિની વ્યુઇંગ ગેલેરીની મુલાકાત સિવાય બાકી બધું જ કરી શકશો. ત્યાં આવેલું મ્યુઝિમ, ઉપરાંત ત્યાં આવેલી એકતા નર્સરી, એકતા વન પણ તમે જોઈ શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ