સેલિબ્રિટી શેફ આનલ કોટકે બનાવી ગુજરાતની સૌથી મોટી સ્ટેન્ડિંગ 3D સાન્તા કેક…

સેલિબ્રિટી શેફ આનલ કોટકે બનાવી ગુજરાતની સૌથી મોટી સ્ટેન્ડિંગ 3D સાન્તા કેક

• ત્રણ દિવસ અને કુલ 60 કલાકની મહેનત બાદ બની પાંચ ફૂટ ઊંચી અને 600 કિલોગ્રામ વજન ધરાવતી કેક

• અમદાવાદ ખાતે ધ સિક્રેટ કિચન ખાતે 24-25 ડિસેમ્બરના રોજ આ કેક ડિસ્પ્લે માટે મૂકવામાં આવશે

• આવતા વર્ષે 15 ફૂટ ઊંચી અને 1800 કિલોગ્રામ વજનની સ્ટેન્ડિંગ સાન્તા કેક બનાવાશે જે સંભવતઃ ગિનેસ બુક ઓફ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવશે

24 ડિસેમ્બર, 2019 – સેલિબ્રિટી શેફ આનલ કોટકે નાતાલની પૂર્વસંધ્યાએ ગુજરાતની સૌપ્રથમ એવી અનોખા પ્રકારની સ્ટેન્ડિંગ સાન્તા કેક બનાવી છે. તેમણે અને તેમની 10 સભ્યોની ટીમે ત્રણ દિવસની મહેનત બાદ પાંચ ફૂટ ઊંચી અને લગભગ 600 કિલોગ્રામ વજનની સિક્રેટ સાન્તા થીમ પરની કેક બનાવી છે. આ કેક અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે આવેલા ધ સિક્રેટ કિચન રેસ્ટોરાં ખાતે 24-25 ડિસેમ્બર, 2019 દરમિયાન મૂકવામાં આવશે.

આ કેક અંગે શેફ આનલ કોટકે જણાવ્યું હતું કે “ગયા વર્ષે અમે નાતાલની પૂર્વસંધ્યાએ 56 ફૂટ લાંબી પ્લમ કેક બનાવી હતી. આ વખતે અમે કંઈક અલગ જ પ્રકારની થીમ સાથેની કેક બનાવવાનું નક્કી કર્યું હતું. વર્ટિકલ ફોર્મેટમાં સ્ટેન્ડિંગ કેક બનાવવી ખૂબ અઘરું કામ છે. ખાલી ચોકલેટ મોલ્ડનો ઉપયોગ કરીને તમે ગમે તેટલી મોટી કેક બનાવી શકો પરંતુ અમારે સ્પોન્જી કેક બનાવવી હતી. અમે ત્રણ દિવસ પહેલાં આ થીમ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. પાંચ ફૂટની ઊંચાઈવાળી સાન્તા કેક બનાવવા માટે અમે 370 કિલોગ્રામ વેનિલા કેક સ્પોન્જ, 190 કિલોગ્રામ ચોકલેટ ગનાશ અને 15 કિલોગ્રામ મોલ્ડિંગ ચોકલેટનો ઉપયોગ કર્યો હતો. લગભગ 60 કલાક બાદ આ કેક તૈયાર થઈ હતી.”

“ગુજરાતમાં અગાઉ આ પ્રકારની કેક હજુ સુધી બની નથી. હવે અમે આવતા વર્ષે 15 ફૂટ ઊંચાઈની સાન્તા કેક બનાવવા માંગીએ છીએ. આ કેક લગભગ 1,800 કિલોગ્રામની હશે અને તેના માટે પાંચથી છ મહિના પહેલા તૈયારી શરૂ કરવી પડશે. આ કેક માટે અમે ગિનેસ બુક ઓફ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સને પણ રજૂઆત કરીશું કારણ કે આટલી ઊંચાઈની સ્પોન્જી કેક હજુ સુધી ક્યાંય બની નથી”, એમ તેમણે ઉમેર્યું હતું.

આ 600 કિલોગ્રામની સ્ટેન્ડિંગ થ્રીડી સાન્તા કેકનું અમદાવાદના સિદ્ધાર્થ ચાઈલ્ડ કેર એનજીઓ દ્વારા વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોમાં વિતરણ કરવામાં આવશે.

કેવી રીતે બની પાંચ ફૂટ ઊંચી સ્પોન્જી થ્રીડી સાન્તા કેકઃ

  • • માપ – પાંચ ફૂટ ઊંચી, ત્રણ ફૂટ પહોળી, 600 કિલોગ્રામ વજન
  • • કેક બનાવવા માટે વપરાયેલી સામગ્રીઃ
  • o વેનિલા કેક સ્પોન્જ – 370 કિલોગ્રામ
  • o ચોકલેટ ગનાશ – 190 કિલોગ્રામ
  • o મોલ્ડિંગ ચોકલેટ – 15 કિલોગ્રામ
  • • કેક બનાવવામાં લાગેલો સમય: 60 કલાક

Chef. Aanal Kotak

https://www.aanalkotak.com/

NIFTમાંથી ડીગ્રી મેળવી ફેશન ડિઝાઈર બન્યા બાદ હવે એક નામી શેફ બનવા સુધી આનલ હંમેશા તેણીના મૂળિયા સાથે જોડાયેલી જ રહી છે. તેણી એક વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવે છે, તેણીને વિવિધ જાતની હેટ્સ પહેરવાનો શોખ છે, તેણી એક ફેશન ડિઝાઈનર છે એક લેખીકા છે, એક ટેલિવિઝન સ્ટાર છે. પણ આ બધામાં તેની જે શેફની હેટ છે તેની કોઈ જ તૂલના થાય તેમ નથી. તેણીની સારા ફૂડની વ્યાખ્યા એટલે એવું ફૂડ જે તમારા મગજ, શરીર અને આત્માને સમૃદ્ધ બનાવે તે.

શેફ આનલ કોટક – એક સેલેબ્રિટિ શેફ છે જે તેણીના અમદાવાદ અને વડોદરામાં સ્થિત ‘ધ સિક્રેટ કિચન’ની પણ માલિક છે.

29 વર્ષિય આનલ કોટક ભારત તેમજ ભારતીય વ્યંજનોને ખુબ પ્રેમ કરે છે જે તેના મેનુમાં તમે જોઈ જ શકો છો. તેણીએ પોતાની રસોઈ સફર એક જાણીતા રસોઈ શોથી શરૂ કરી હતી, તેણી ગુજરાતની સૌથી યંગ કુકીંગ એક્સપર્ટ પણ રહી ચૂકી છે. તેણી પહેલી એવી શેફ છે જેણે ગુજરાતમાં ફાઈન ડાઈનને ઇન્ટ્રોડ્યૂસ કર્યું. એક એવા વિઝન સાથે કે કોઈ જ ભુખ્યું ન રહેવું જોઈએ અને ભૂખ્યું સુવું ન જોઈએ. શેફ આનલે આ કેમ્પેઇનની શરૂઆઈત રોબિનહૂડ આર્મી સાથે જોડાઈને કરી હતી અને તે દ્વારા તે જરૂરિયાતમંદોને ખોરાક પુરો પાડવાનું કામ કરે છે.

આ યુવાન ફુડ લવરે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. અને માત્ર તેટલું જ નહીં પણ તેણીને ભારતના જાણિતા ફેશન ડિઝાઈનર્સ સાથે કામ કરવાનો અનુભવ પણ છે અને છેવટે તેણીએ પોતાનું કુકીંગ અને બેકિંગના પેશન તેમજ સ્વપ્ન સેવ્યું. પોતાનું સ્વપ્ન પુરું કરવા માટે તેણીએ સૌ પ્રથમ તો કુકિંગ અને બેકિંગનું જ્ઞાન મેળવવા માટે બેંગલોરની જાણીતી ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ IBCAમાંથી ટ્રેનિંગ લીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ