વાસ્તુ ટીપ્સઃ ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી ઘરમાં રાખવાથી થાય છે અધધ લાભ!

કાન્હા પ્રિય બાસુરી,હે બડી સુખદાયી

જાણો છો કે કૃષ્ણ ભગવાને જેને સતત નજીક રાખી એ સુરમય વાંસળી વાસ્તુશાસ્ત્રમાં પણ શુભ અને લાભદાયક માનવામાં આવે છે.કૃષ્ણ પ્રિયા બાંસુરીને જો ઘરમાં યોગ્ય સ્થાન આપવામાં આવે તો ઘરનું દારિદ્રય દૂર થાય છે .ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ નું આધિપત્ય સ્થપાય છે.

image source

કાર્ય સફળતામાં આવતા વિઘ્નો દૂર થાય છે અને ઘરમાં રહેતા વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ જળવાય છે .અને સાથે સાથે કૃષ્ણ સાનિધ્યનું સામિપ્ય અનુભવાય છે એ પણ તો એક વિશેષ લાભ છે.

image source

કાન્હાની પ્રિય વાંસળી તેના મધુર રવથી સર્વને મોહિત કરી શકતી હતી.રાધા ન પણ વાંસળીથી બેહદ લગાવ હતો કારણ કે તે કૃષ્ણને પ્રિય હતી.જો તમારે પણ તમારા જીવનસાથી અથવા તો પ્રિયજન સાથે અણબનાવ થતો હોય તો ઘરમાં કૃષ્ણની પ્રિય વાંસળીને સ્થાન આપવાથી પ્રિય પાત્ર સાથે થતો મનમિટાવ દૂર થાય છે .ખાસ કરીને વાંસની બનેલી વાંસળી વિશેષ લાભદાયી રહે છે.

image source

ઘરમાં નકારાત્મક શક્તિનો પ્રવેશ થતો હોય એવું લાગતું હોય અથવા તો કોઈ નકારાત્મક ઉર્જા ધરાવતી વ્યક્તિનો તમારા પર વિશેષ પ્રભાવ રહેતો હોય એવું લાગતું હોય,તમારા કામ થતાં થતાં અટકી જતાં હોય તો વાંસળી હંમેશાં પાસે રાખવી જોઈએ. ઘરમાં અચાનક જ અનઇચ્છનીય પરિસ્થિતિઓનું નિર્માણ થવા લાગ્યું હોય તો પણ વાંસળીને ઘરમાં સ્થાન આપવાથી ઘર સાથે જોડાયેલી નકારાત્મક વ્યક્તિ કે નકારાત્મક ઉર્જા બન્ને દૂર થાય છે.

image source

ધનપ્રાપ્તિ માટે પણ વાંસળીને શુભ માનવામાં આવે છે જોકે ધન પ્રાપ્ત કરવા માટે મહેનત, હિંમત અને બુદ્ધિની પણ જરૂર પડે છે.ક્યારેક નસીબ પણ ક્યાંક ક્યાંક મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ,આ બધું જ હોવા છતાં પણ સફળતા દૂર રહેતી હોય એવું લાગે તો કૃષ્ણપ્રિય વાંસળી પાસે રાખવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન રહેશે અને કાર્યોમાં આવતાં વિઘ્નો દૂર થાય છે. તેમજ ઘર પરિવારમાં પણ ધન ધાન્યની સિદ્ધિ બની રહે છે.વાંસળી રિધ્ધિ-સિધ્ધીને ઘરમાં આમંત્રિત કરે છે.

image source

કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સધ્ધર હોય તો તે સર્વ સુખ સમાન જ છે નહીં તો અન્ય બધા જ સુખ હોવા છતાં પણ અધૂરપ રહેતી હોય છે.માટે સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે પણ વાંસળી ઘરમાં વસાવી જોઈએ.વારંવાર ઘરમાં કોઈ વ્યક્તિ બિમાર રહેતી હોય તો વાંસળી ને ઘરમાં રાખવાથી બિમારીની પરિસ્થિતિમાં ફાયદો થાય છે. વાંસળીને લગતી આ વાસ્તુશાસ્ત્રની ટિપ્સ અપનાવવાથી મન શાંત રહેશે. ઘરનું વાતાવરણ પણ વાંસળીના સૂર જેટલું જ મધુર રહે છે અને આ અસ્વસ્થ વ્યક્તિ પણ વાંસળીના પ્રભાવને લીધે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે.

image source

વાંસળી નજીક રાખવાથી સારા સમાચારની પણ પ્રાપ્તિ થાય છે.આપણે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ તો વાંસળી નું મહત્વ સમજ્યા પણ વાંસળી એ માણસના વ્યક્તિત્વનું પણ પ્રતિક છે.વાંસળી અંદરથી પોલી હોવાને કારણે જ સુમધુર સૂર ને સર્જી શકે છે. એવી જ રીતે જો વ્યક્તિ ભીતરથી અહંકાર રહિત હોય તો પોતે આસપાસ સુમધુર સૂર નું સામ્રાજ્ય સર્જી શકે છે.એટલે કે પોતાના વ્યક્તિત્વ દ્વારા આસપાસ હકારાત્મક સામ્રાજ્ય ઉભું કરી શકે છે એ રીતે પણ વાંસળી સૂચક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ