ધનતેરસના દિવસે ખવડાવી દો ગાયને આ વસ્તુ, ઘરમાં રહેશે ધનની રેલમછેલ.

દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભારતના આ મહાપર્વમાં લોકો ખાસ કરીને લક્ષ્મીને રીઝવવાનું કામ કરે છે અને નવા વર્ષને હર્ષભેર વધાવે છે. દિવાળીના તહેવારમાં મુખ્ય રીતે ધનતેરસ તેમજ દિવાળીને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે કારણ કે આ દિવસે ધન તેમજ લક્ષ્મીમાતાની પુજા કરવામાં આવે છે.

image source

હીન્દુ ધર્મમાં દાનનું અત્યંત મહત્ત્વ છે. જેમાં ગરીબો, મંદીરો તેમજ પ્રાણીઓને દાન આપવાની રીતી છે. પ્રાણીઓમાં ખાસ કરીને પંખીઓને ચણ નાખવાનું તેમજ ગાય અને કૂતરાને રોટલી નાખવાનું મહત્ત્વ છે. આમ કરવાથી દાન કરનાર વ્યક્તિને પુણ્ય મળે છે. હીન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવી છે કારણ કે તે પૃથ્વી પરની મનુષ્ય જાતિને માતાની જેમ જ અનેક રીતે પોષણ આપે છે.

image source

બીજા બધા જ પ્રાણીઓ કરતાં ગાયનું દૂધ મનુષ્યો માટે સર્વોત્તમ માનવામાં આવે છે. ગૌમુત્રમાં પણ સેંકડો પોષકતત્ત્વો રહેલા છે જે માણસને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ સિવાય ગૌમાતાના છાણથી પણ ઘર શુદ્ધ બને છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગાયનું છાણ જંતુનાશક તરીકેનું કામ કરે છે.

image source

કહેવાય છે કે રોજ બપોરના જમણ પહેલાં એક રોટલી ગાયને અને એક રોટલી કુતરાને ખવડાવવાથી કરોડો દેવી-દેવતાઓ તમારા પર પ્રસન્ન થાય છે. કારણ કે એવું કહેવાય છે કે ગૌમાતામાં 33 કરોડ દેવીદેવતાઓનો વાસ છે. પણ આ જ દાન જો દિવાળીના દિવસે કરવામાં આવે એટલે કે દિવાળીના દિવસે તમે બનાવેલી પ્રથમ રોટલી જો ગાયને ખવડાવવામાં આવે તો આખું વર્ષ લક્ષ્મીમાતા તમારા પર પ્રસન્ન રહે છે અને તે ઉપરાંત પણ તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

image source

તો ચાલો જાણીએ ગૌમાતાને શું ખવડાવવાથી તમને આખું વર્ષ ધનલાભ થાય.

તેના માટે સૌ પ્રથમ ધનતેરસના દિવસે તન-મન અને ઘરને સ્વચ્છ કરીને એટલે કે તમારા શરીર તેમજ મન તેમજ ઘરમાં સફાઈ દ્વારા હકારાત્મકતા ફેલાવ્યા બાદ. એક વાટકી ચણાને તમારે શેકી લેવા અને તેમાં ગોળની ગાંગડીઓ મિક્સ કરી લેવી.

image source

હવે આ જે ચણા અને ગોળનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું છે તે તમારે ગાયને ખવડાવી દેવું. ગાયને આ ખવડાવતાં ખવડાવતાં મનમાં લક્ષ્મીમાતાનુ સ્મરણ કરતા રહેવું અને સાથે સાથે ગૌમાતાના માથા પર હળવો હાથ ફેરવતા રહેવો.

માત્ર આટલા ઉપાયથી ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તેમનો આશિર્વાદ સદાય તમારા પર રહેશે અને તમે તમારી બધી જ ઇચ્છાઓ પુર્ણ કરી શકશો. અને તમને ક્યારેય ઘરમાં ધનની ખોટ નહીં રહે.

image source

આ સિવાય તમે દિવાળીની રાત્રે આ એક તોટકો કરશો તો પણ લક્ષ્મીમાતા તમારા પર પ્રસન્ન થઈ જશે.

દિવાળી એ પ્રકાશનો તહેવાર છે પ્રકાશ એટલે ઉજાસ, ઉજાસ એટલે આનંદ અને આનંદ એટલે સુખ. દિવાળીના તહેવારો દરમિયાન દરેક ઘરમાં પ્રસન્નતા રહે છે. લોકો પોતાના ઘરને સુંદર રીતે સજાવે છે. પોતાને સજાવવા માટે પણ સુંદર મજાના વસ્ત્રો તેમજ આભુષણો ખરીદે છે. સાથે સાથે ઘરને દીવાઓથી ઝળહળાવે છે. આ બધી જ વસ્તુઓ ઘરમાં હકારાત્મક ઉર્જાનો ધોધ વરસાવે છે અને તેની સાથે જ તમારા ઘરમાં સમૃદ્ધિને વાસ થાય છે.

image source

આજ દિવાળીના પર્વની રાત્રે તમારે લક્ષ્મીમાતાની મુર્તિ સમક્ષ એક રૂપિયાનો સિક્કો મુકવો. પુજા વિધિ પુર્ણ થયા બાદ આ સિક્કો લઈ લેવો અને તેને તમારે તમારા ઘરની છતની મધ્યમાં મુકવો અને તેના પર એક દિવો પ્રગટાવી દેવો. તેને આમ જ આખી રાત ત્યાં જ રેહવા દો. બીજા દિવસે આ પવિત્ર સિક્કાને તમે તમારું ધન જે જગ્યાએ સાંચવતા હોવ ત્યાં મુકી દેવો. આ સરળ તોટકાથી તમારા ઘરમાંથી ક્યારેય લક્ષ્મી નહીં ખૂટે અને નાણાનો વ્યય પણ નહીં થાય.

image source

લક્ષ્મીમાતાને ચડાવેલા સિંદૂરવાળો સિક્કો તમારું ભાગ્ય ચમકાવશે

જો તમે ઇચ્છતા હોવ કે તમારા પર એકધારી માતાલક્ષ્મીની કૃપા રહે તો. લક્ષ્મીજીને ચડાવેલા સિંદુરને તમે એક રૂપિયા અથવા કોઈ પણ રૂપિયાના સિક્કા પર લગાવવું અને તેને તમે જ્યાં તમારું ધન રાખતા હોવ ત્યાં એટલે કે તીજોરીમાં અને તમારા પર્સમાં રાખી મુકો. આ સિવાય તેવો જ એક સિક્કો તમારા મંદીરમાં પણ રાખો અને તેની નિયમિત પુજા કરો તમારા ધનમાં એકધારી વૃદ્ધિ થતી રહેશે.

image source

તમારા મંદીરમાં રહેલી લક્ષ્મીમાતાની મૂર્તિ કે ફોટા આગળ હંમેશા એક ચાંદીનો સિક્કો રાખો અને રોજ તેની પણ પુજા કરો ઘરમાં ક્યારેય ધન કે ધાન્યની ખોટ નહીં વર્તાય.

જો તમને હંમેશા ધન ખૂટતું રહેવાની ફરિયાદ રહેતી હોય તો તેના માટે તમારે એક લાલ રેશમના કપડામાં એક રૂપિયાનો સિક્કો અને પીળી કોડી બાંધીને તીજોરીમાં મુકી દેવા. તમારી આ ફરિયાદ દૂર થઈ જશે.

આ ઉપરાંત તમારે દિવાળીની રાત્રે એક ચાંદીની ડબ્બીમાં કેસર અને એક રૂપિયાનો સિક્કો મુકી દેવો. અને તેને તેમજ રાખી મુકવો આ તોટકાથી તમારી પાસે ક્યારેય પૌસો નહીં ખુટે

image source

દીવાળીના દિવસે આ રીતે પ્રગટાવો દીવા

દીવાળીની રાત્રીએ તો તમારે ઘરને રંગબીરંગી સીરીઝથી તો સજાવવાનું જ છે પણ તેટલાથી તમારે સંતોષ ન માનવો કારણ કે તમે ગમે તેટલી સીરીઝ લગાવી લો દીવાળીનો ઉત્સવ તેલના દીવા વગર અધૂરો છે. માટે તેલના દીવા અચૂક કરો. અને ખાસ કરીને ઘરની ચારે દિશામાં તેલના દિવા કરો. અને જો શક્ય હોય તો આ ચાર દિવામાં સરસિયાનું તેલ વાપરો. આ ચાર દિવામાં એક એક સિક્કો પણ નાખો અને બીજા દિવસે સવારે તે સિક્કાને તમારા પર્સમાં રાખીલો. તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય.

image source

ધન તેરસના દિવસે આ વસ્તુઓની ખરીદી અતિ શુભ માનવામાં આવે છે

ધનતેરસના દિવસે સાવરણી અચૂક ખરીદો

હિન્દુ ધર્મની એક માન્યતા પ્રમાણે સાવરણી લક્ષ્મીમાતાને ખુબ જ પ્રિય છે. ધનતેરસના દિવસે તમે ભલે કોઈ વસ્તુ ન ખરીદી શકો પણ સાવરણીની ખરીદી ચોક્કસ કરવી. તેમ કરવાથી લક્ષ્મીમાતા તમારા પર પ્રસન્ન થશે. તમે સાવરણી ખરીદીને તેનું મંદીર કે પછી કોઈ ગરીબને દાન પણ કરી શકો છો.

image source

સોના અને ચાંદીના સિક્કા

ધન તેરસના દિવસે સોનું તેમજ ચાંદી એટલે કે કીમતી ધાતુ ખરીદવી ખુબ જ શુભ માનવામાં આવે છે. અને જો તમે સિક્કા ખરીદી રહ્યા હોવ તો તે વખતે તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેના પર લક્ષ્મી માતા અથવા તો ગણેશજીનું ચિત્ર હોય અથવા એક જ સિક્કાની બન્ને બાજુએ આ બન્ને દેવ-દેવીની આકૃતિ હોય. આ સિક્કાની દિવાળીના દિવસે તમે જે લક્ષ્મી પુજા કરો ત્યારે તેની પણ પુજા કરવી અને તેને તીજોરીમાં રાખી મુકવું. આ સિક્કા હંમેશા શુભ ફળ આપશે.

image source

શંખલા તેમજ કોડીની ખરીદી

ધનતેરસના દિવસે તમે શંખ તેમજ કોડીની ખરીદી પણ કરી શકો છો. કોડીને તમે તમારી તીજોરીમાં લકી ચાર્મ તરીકે રાખી શકો છો જ્યારે શંખને તમે તમારા મંદીરમાં રાખીને પુજા કરતી વખતે વગાડી શકો છો. શંખના ધ્વનિથી ઘરની એક એક વસ્તુ ઉર્જામય બને છે અને તે સારી વસ્તુઓને પોતાના તરફ આકર્ષે છે.

image source

કુબેર મહારાજની પ્રતિમા કરો સ્થાપિત

ધનતેરસ તેમજે દિવાળીના દિવસે લક્ષ્મી માતાની સાથે સાથે કુબેર મહારાજની પણ પુજા કરવામાં આવે છે માટે તમારે ધનતેરસના દિવસે કુબેર મહારાજની મુર્તિની પણ ખરીદી કરવી જોઈએ તે તમને શુભ ફળ આપશે. આમ કરવાથી તમારી તીજોરી ક્યારેય ખાલી નહીં થાય. કુબેર મહારાજની પ્રતિમા તમારે તમારી તીજેરીમાં રાખવાની છે.

image source

લક્ષ્મીમાતા તેમજ ગણેશજીની મૂર્તિ

જો તમે વર્ષ દરમિયાન ક્યારેય પણ લક્ષ્મી માતા કે ગણેશજીની મૂર્તિ ખરીદવા માગતા હોવ તો તેના માટે ધનતેરસનો દિવસ અત્યંત શુભ છે. માટે આ જ દિવસે તમારે આ મૂર્તિઓની ખરીદી કરવી જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં કાયમ લક્ષ્મીમાતાનો વાસ રહેશે અને ગણેશજીની કૃપા રહેશે અને તમારા કોઈ પણ શુભ કાર્યમાં ક્યારેય વિઘ્ન નહીં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ