દિવાળીના શુભ દિવસોમાં ક્યારેય ના આપશો આ ગીફ્ટ્સ – લક્ષ્મીજી થઈ જશે નારાજ

દિવાળીમાં ભેટ(ગિફ્ટ) આપવાનો મહિમા તો પહેલાથી ચાલતો આવ્યો છે. પહેલાના સમયમાં ભેટમાં મિઠાઇ અને ફળો આપવામાં આવતા હતા. સમય જતા તેમાં પરિવર્તન આવ્યું છે. હવે લોકો કપડા, જ્વેલરી, શોપિસ, ચોકલેટ, કાર્ડ વગેરે ગિફ્ટમાં આપે છે. કોઇને ગિફ્ટ આપવાનો હેતુ સામે વાળી વ્યક્તિ ખુશ રહે તેવો આપનારનો ભાવ રહેલો હોય છે.

image source

સૌને ગિફ્ટ લેવી અને આપવી ગમે જ છે, તથા ગિફ્ટ આપવી એક સારી બાબત જ છે. પરંતુ ગિફ્ટ આપવાના સમયે સામેવાળી વ્યક્તિને શું ગમે છે, તે  સમજવું પણ જરૂરી હોય છે. તેમ છંતા ઘણી વસ્તુ એવી છે જે સામેવાળી વ્યક્તિને ગમતી હોય તેમ છંતા ગિફ્ટમાં ન આપવી જોઇએ.

image source

શાસ્ત્રો મુજબ, ભેટ આપવાના અમુક ચોકક્સ નિયમો છે. જો આ નિયમોનું ધ્યાન ન રાખીએ તો તેની સીધી અસર આપણી આર્થિક અસર પર પડે છે. તથા ઘણી વસ્તુને ભેટમાં આપવી તે અશુભ માનવામાં આવે છે. તો આવો તેવી કઇ વસ્તુ છે જે ભૂલથી પણ કોઇને ગિફ્ટમાં ન આપવી તેના વિશે જાણીએ,

અશુભ માનવામાં આવે છે આ ભેટ

image source

હિંસક પ્રાણીઓની તસ્વીર

image source

જો કોઇ વ્યક્તિ તમને હિંસક પ્રાણીની તસ્વીર ભેટમાં આપે ન લેવી. તથા તમારે કોઇ વ્યક્તિને હિંસક પ્રાણીની તસ્વીર ભેટમાં પણ ન આપવી જોઇએ. આ પ્રકારની ભેટમાં ઘરમાં અશાંતિને આમંત્રિત કરનાર બની શકે છે.

પગરખાં

image source

પગરખાંને પનોતી માનવામાં આવે છે. દિવાળીના શૂભ દિવસોમાં કોઇને પણ પગરખાં ગિફ્ટમાં ન આપવા. તેનાથી સામેવાળી વ્યક્તિ સાથેના તમારા સંબંધ બગડી શકે છે. તે સાથે તે વ્યકિત હંમેશા માટે તમારાથી દૂર થઇ શકે છે.

કાળા રંગની વસ્તુઓ

image source

દિવાળી આનંદનો તહેવાર છે જેમાં દરેકના ઘરે દેવી શક્તિનું પૂજન કરવામાં આવે છે. તેથી તેમના ઘરમાં સુખ શાંતિ અને સમુદ્ધિ રહે. આપણે પૂજામાં તથા શુભ દિવસોમાં લાલ-લીલા-પીળા વસ્ત્રો જ પહેરવા પસંદ કરીએ છીએ. તેવા સમયમાં જો કોઇને કાળા રંગની કોઇ વસ્તુ ગિફ્ટમાં ન આપો. તેમાં પણ ખાસ કરીને કાળા વસ્ત્રો તો ભૂલથી પણ ન આપો. કારણ કે કાળા રંગને અશુભ માનવામાં આવે છે.

હથિયાર

image source

ચપ્પુ, છરી, કટાર વગેરે જેવી વસ્તુ ક્યારેય કોઇને ભેટમાં ન આપો. ધારદાર હથિયારો ભેટમાં લેવાથી ઘરમાં ક્લેશ કંકાશ પ્રવેશે છે અને અશાંતિ રહે છે. તેથી આ પ્રકારની ભેટ આપો નહીં પણ સ્વીકારો પણ નહીં.

ડૂબતા જહાજની તસ્વીર

image source

ડૂબતા જહાજની તસ્વીર કે પેઇન્ટિંગ દેખાવમાં તો સુંદર અને આકર્ષક લાગે છે. પણ આ પ્રકારની તસ્વીર કે પેઇન્ટિંગ કોઇને ગિફ્ટમાં ન આપો. આ પ્રકારની તસ્વીર આપવાથી કે લેવાથી આર્થિક નુકશાન થઇ શકે છે. દેવુ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ