કંગાલિયતમાં જીવી રહી હતી માન્યતા અને સંજુ બાબાએ હાથ પકડતાં જ બની ગઈ કરોડોની માલિક

પહેલાં હતી કોઈ ગરીબ વ્યક્તિની પત્ની, બીજીવાર લગ્ન કર્યા એક દિગ્ગજ અભિનેતા સાથે, તો થઈ કરોડોની માલકિન… જાણો કોણ છે આ ખૂબસૂરત મહિલા… આ સુંદર સ્ત્રીની કિસ્મત ખુલી ગઈ જ્યારે તેનો હાથ ઝાલ્યો સંજય દત્ત જેવા મોટા એક્ટરે, પહેલાં જીવ્યું હતું સાવ કંગાળીભર્યું જીવન…

 

View this post on Instagram

 

A post shared by TFK – Dil Se Filmi (@tfk_dil_se_filmi) on


બોલિવૂડ એટલે અનેક ખૂબસૂરત ચહેરાઓથી ભરેલી દુનિયા. અહીં અભિનેતાઓ અને અભિનેત્રીઓ તો સાજ શણગાર કરીને ફેશનેબલ કપડાં પહેરીને ગ્લેમરસ થઈને ફરતા જ હોય છે પરંતુ એમના પરિવારના લોકો પણ ખૂબ જ ઠાઠથી રહેતાં હોય છે.

 

View this post on Instagram

 

#sanjubaba & His Beautiful Wife #manyatadutt 😍😍💗💗 Follow Admin @kohlijatin ✔ Follow Admin @kohlijatin ✔ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 use hashtag 👉 #indian_celebrities0 and Tag Posts 📲 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖⠀⠀⠀⠀ ⠀ ⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ Keep ✌️#indian_celebrities0 ⠀ ⠀ #instastars#indian#humor #people#trending #transformation#style#fashion#fit#stylish#tv#body#art#official_instastars#fitness#instadaily#instafame#beauty#auto#style#food#speed#car#music#instagram#indian_celebrities0

A post shared by Indian Celebrity (@indian_celebrities0) on


ખાસ કરીને ફિલ્મ સ્ટાર્સની પત્નીઓની અદાઓ પણ અવારનવાર સમાચારોમાં છવાયેલી રહેતી હોય છે. આજે એવી જ એક ખૂબસૂરત સ્ટાર વાઈફ વીશે અમે આપને વાત કરીશું. જેમણે જીવનની શરૂઆતમાં એક ગરીબ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ તે એટલી સુંદર છે કે બોલિવૂડના એક અભિનેતાએ તેમનો હાથ પકડ્યો અને ચમકી ગઈ તેની કિસ્મત… આજે તે કરોડોની મિલ્કતની માલિક થઈને રાજ કરે છે. તેને બે સંતાન પણ છે… જી હા, અમે આપને વાત કરી રહ્યાં છીએ બોલિવૂડના સંજૂ બાબાની પત્ની માન્યતા સંજય દત્ત વિશે… આવો જાણીએ કે તેની અસલી જિંદગીમાં પણ કેવા ફિલ્મી ટ્વીસ્ટ આવેલા છે.

 

View this post on Instagram

 

A post shared by In The Limelight | Bollywood | (@inthelimelight___) on

માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે – સંજય દત્તે તેમના જીવનમાં ત્રણ લગ્ન કર્યા છે. પ્રથમ પત્નીનું નામ હતું, ઋચા શર્મા, જેમનાથી તેમને એક દીકરી છે. જે હાલ, અમેરિકામાં ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરે છે અને તેના નાના – નાની સાથે રહે છે. ૠચા શર્માનું મૃત્યુ કેન્સરને કારણે થયું હોવાનું કહેવાય છે. તેમના મૃત્યુ પછી સંજય દત્તે રિયા પિલ્લઈ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્ન પણ વધુ સમય સુધી ટક્યાં નહીં અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમના ત્રીજા લગ્ન માન્યતા સાથે વર્ષ ૨૦૦૮માં ૭મી ફેબ્રુઆરીએ ગોવામાં કર્યા હતાં. તેમના વિશે અનેક વાતો અને વાયકાઓ આપણે સંભળાતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by flyonthewall____ (@flyonthewall____) on

હાલમાં આવેલી સંજય દત્તની બહુ ચર્ચિત બાયોગ્રાફિક ફિલ્મ સંજૂમાં તેમના વિશે ખૂબ સારી વાતો રજૂ કરાઈ છે જેના લીધે તેની પોપ્યુલારીટી વધારે વધી છે.  કહેવાય છે કે અત્યાર સુધીમાં સંજય દત્તના પરિવારમાંથી કે મિત્રોમાંથી એક એજ છે જેણે સંજય દત્તને દરેક સારી – ખરાબ પરિસ્થિતિઓમાં સાથ આપ્યો છે. આજે માન્યતા તેનું ઘર અને બાળકોને સંભાળવામાં વ્યસ્ત છે. એક સમય હતો જ્યારે તે અભિનેત્રી બનવાના સપના જોઈને મુંબઈ આવી હતી.
માન્યતાની પાછલી જિંદગીની કહાની પણ ફિલ્મની સ્ટોરી જેવી જ છે…

 

View this post on Instagram

 

A post shared by voompla (@voompla_bollywood) on


માન્યતાનું અસલી નામ છે, દિલનવાઝ શેખ. તેનો જન્મ ૨૨ જૂલાઈ, ૧૯૭૯માં મુંબઈમાં જ થયો હતો પરંતુ તેનો ઉછેર અને મોટી થઈ ત્યાં સુધી દુબઈમાં જ રહી હતી. તે ફિલ્મી દુનિયામાં હીરોઈન બનવાના સપનાને કારણે ફરીથી મુંબઈ આવી.  સંજય દત્તની પત્ની કઈરીતે બની, અને પહેલાં કેવું હતું તેનું જીવન… – આપને જાણીને નવાઈ લાગશે કે માન્યતાના સંજય દત્ત સાથે પહેલાં લગ્ન નહીં પરંતુ બીજા લગ્ન છે. તેમના વર્ષ ૨૦૦૩માં મિરાઝ – ઉલ રહેમાન નામના સામાન્ય વર્ગના વ્યક્તિ સાથે લગ્ન થયાં હતાં. થોડા જ વર્ષોમાં તેનો સંબંધ તૂટી ગયો અને તેની મૂલાકાત થઈ સંજય દત્ત સાથે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Wud (@bollywoodwud) on


ત્યાર પછી તેણે કદી પણ તેની પાછલી જિંદગીમાં પાછું વળીને જોયું નથી. પત્ની બનીને સંજય દત્તનો હંમેશા સાથ નિભાવ્યો છે. તે સંજય દત્ત કરતાં ૨૦ વર્ષ ઉમરમાં નાની છે. તેમની લવ સ્ટોરી પણ તદ્દન ફિલ્મી છે… – માન્યતા અને સંજય દત્તની થઈ પહેલી મુલાકાત થઈ ત્યારે… – માન્યતાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી ત્યારે તે સારા ખાન નામથી ઓળખાતી હતી. વર્ષ ૨૦૦૩માં ફિલ્મ ગંગાજલમાં આઈટમ સોંગમાં તેણે પર્ફોમન્સ આપ્યું હતું. ત્યાર પછી તેને માન્યતા નામ મળ્યું હતું. સંજય દત્ત સાથેની તેની મુલાકાત વર્ષ ૨૦૦૬માં થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Candy (@bollywoodcandy) on


તે પછી એક એવોર્ડ ફંકશનમાં પણ તેઓ સાથે દેખાયા હતાં. એક વીડિયો પણ એવો જાહેર થયો હતો જેમાં તે માન્યતાની ઓળખાણ એક મિત્રને કરાવે છે અને કહે છે કે અમે બહુ જ જલ્દી લગ્ન કરવાના છીએ. બે વર્ષ બાદ ૨૦૦૮માં તે બંને લગ્ન સંબંધે જોડાઈ ગયા.

ગ્રહસ્થીમાં આજે તેઓ ખુશ છે… – માન્યતા અને સંજય દત્તના લગ્નજીવનને આજે એક દાયકો પૂરો થયો છે. તેમને જોડિયાં બાળકો છે એક દીકરી અને એક દીકરો. જેનું નામ શહરાન અને ઇકરા નામ છે. સંજય દત્તના જીવનમાં આવેલ અનેક કપરા સંજોગો અને ઉતાર – ચડાવમાં તેણે સાથ આપ્યો છે. તેની સાથે અનેકવાર તે ફોટોઝ કે વીડિયોઝમાં દેખાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.  આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ