મધ્યપ્રદેશના કલેક્ટરે લીધો એક એવો નિર્ણય કે ગવર્નર આનંદીબેન પટેલે પત્ર લખીને કરી પ્રસંશા…

કલેક્ટરે કરી ચે અનોખી પહેલઃ દીકરીને કલેક્ટરે દીકરીને સરકારી આંગણવાડીમાં ભણવા મૂકવાનો લીધો છે નિર્ણય, મધ્યપ્રદેશના કલેક્ટરે લીધો એક એવો નિર્ણય કે ગવર્નર આનંદીબેન પટેલે પત્ર લખીને કરી પ્રસંશા…


શિક્ષણ પદ્ધતિની ચારેકોર ચર્ચા ચાલે છે ત્યારે કલેક્ટરે દીકરીને સરકારી આંગણવાડીમાં ભણવા મૂકવાનો નિર્ણય લઈને સૌને વિચારતા કરી મૂક્યા છે… આ વર્ષની શાળાનું સત્ર શરૂ થયા પછી એક વાતની ચર્ચાએ દિવસ રાત જોર પકડ્યું છે કે સ્કુલની ફી વધતી ચાલી જાય છે અને શિક્ષણનું સ્તર સમયે સમયે ઘટતું જાય છે. ત્યારે આ સમાચારે સૌનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું છે. મધ્યપ્રદેશના ખાંડવાના કલેક્ટર તન્વી સુંન્દ્રિયાલે પોતાની ૧૪ મહિનાની દીકરી પંખુડીને નજીકની સરકારી આંગણવાડીમાં બેસાડવાનો નિર્ણય કર્યો છે. તેમના પતિ ડો. પંકજ જૈન પણ ભોપાલમાં સરકારી તંત્રમાં ઉચ્ચ પદાધિકારી છે.


જેમ જેમ શાળાઓનું સ્તર નિમ્ન થતું જાય છે તેને કારણે એક એવી સિસ્ટમ ઊભી થઈ છે કે સરકારી શાળામાં માત્ર ગરીબ વર્ગના લોકોના જ બાળકોને જ તેમાં અભ્યાસ કરવા મોકલાય છે. પરિણામે, દિન પ્રતિ દિન આ માન્યતાએ ઘર કરી લીધું છે કે શાળાઓમાં યોગ્ય કાળજી નથી લેવાતી. કોઈ પ્રકારની વ્યવસ્થાની હાલત લોકોથી છૂપી નથી. જેને પરિણામે મધ્યમ વર્ગના પરિવારો પણ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં જ ભણવાનો આગ્રહ રાખે છે. પોતાની માતૃભાષામાં ભણાવવાને બદલે ખર્ચાળ ખાનગી શાળામાં દાખલા લેવાનું ચલણ વધતું જાય છે.

કરી એક અનોખી પહેલ – મધ્યપ્રદેશના આઈ.એ.એસ. ઓફિસર તન્વી સંન્દિયાલ અને તેમના પતિ ડી.એમ ડોક્ટર પંકજ જૈને એક એવું પગલું લીધું જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે અને આ પહેલને કારણે તેમની પ્રસંશા પણ થઈ રહી છે. તેમની બાળકીનું એડમિશન તેમણે સરકારી આંગણવાડીમાં જ કરાવ્યું. પોતાના બાળકોને કે.જીમાં મૂકવાને બદલે સરકારી શાળામાં ભણાવવાનો નિર્ણય લેવો એ આજના જમાનામાં એક અઘરું પગલું છે.

શું છે ખોટી માન્યતા સરકારી શાળાને લઈને છેલ્લા કેટલાય સમયથી એવું વાતાવરણ બન્યું છે કે સરકારી શાળામાં ભણરત વ્યવસ્થા કથળતી જાય છે. તેમજ સ્કુલના ક્લાસરૂમ અને શિક્ષકોની નિમણૂંક પણ એવી થાય છે જેને કારણે માત્ર ગરીબ પરિવારના જ બાળકો તેમાં અભ્યાસ કરવા પર મજબૂર થતા હોય છે.

શું ફરક પડશે આ નિર્ણયને કારણે… – જેમ ઉચ્ચ સરકારી અધિકારી પોતે જ પોતાના બાળકોને આ રીતે સરકારી આંગણવાડીમાં ભણાવવાનું શરૂ કરશે ત્યાર બાદ તેઓ મોટાં થતાં આગળનો પણ અભ્યાસ સરકારી શાળાઓમાં જ કરશે તો તેમનું ધ્યાન પણ તે સંસ્થાઓ પર નિરંતર રહેશે. તેમની દેખરેખમાં વ્યવસ્થાને કથળવા નહીં દે. આ નિર્ણયથી પ્રેરણા લઈને જેમ જેમ અન્ય સામાન્ય મધ્યમ વર્ગના લોકો પણ તેમના બાળકોને સરકારી સ્કુલમાં મૂકશે. ત્યારે માર્કશીટને લઈને ખોટી ચડસાચડસી, ખોટી હરિફાઈ અને અધધ રૂપિયા ખર્ચીને થતું ભણતરની સિસ્ટમમાં જરૂર ફરક પડશે. દરેક વર્ગના લોકોને એકસમાન શિક્ષણ અને શિક્ષણ પદ્ધતિ પ્રાપ્ત કરવાનો મોકો મળશે. સરકારી સુવિધાઓ સુધરશે તેઓ જડમૂળથી અનેક પ્રશ્નો જેમ કે બેરોજગારી, ભ્રષ્ટાચાર અને નિરક્ષરતાની તકલીફો થોડેઘણે અંશે પણ હળવી થશે.

ડો. પંકજ જૈને કહ્યું કે એમની દીકરી પંખુડીને જ્યાં ભણવા મૂકી છે એ આંગણવાડી કોઈપણ આસપાસની પ્લે સ્કુલ કરતાં ઓછી નથી. દરેક સુવિધાઓ અને સગવડો બાળકોને મળે છે. બસ, આપણે આપણો અભિગમ બદલવાની જરૂર છે.

રાજ્યપાલ આનંદીબેન પટેલે પ્રસંશા પત્ર મોકલ્યો – આ વાતની જ્યારે રાજ્યપાલને સ્થાને બેઠેલ આનંદીબેન પટેલને ખબર પડી ત્યારે તેમને પ્રસંશા કરતો પત્ર લખ્યો અને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખી મૂક્યું કે આપ જેવા સમાજમાં લોકસેવકો એક પ્રેરણાનું કેન્દ્ર સ્ત્રોત હોય છે. તેઓ જેવું આચરણ કરે છે તેને જોઈને જ અન્ય લોકો પણ તેને અનુસરે છે. તેમણે આગળ લખ્યું કે તમારી આ નિર્ણય લેવાની સહજતાએ મને ખૂબ જ પ્રભાવિત કરી છે. તમારા પ્રયાસથી અન્ય સત્તાધારીઓને પણ તેમના દાયિત્વમાં અપનાવશે તો સૌનો વિકાસ કરવામાં મદદરૂપ થશે.


આનંદી બહેનના પત્રમાં ખાસ નોંધ લેવા જેવી વાત એ હતી કે તેમણે લખ્યું છે કે લોકકલ્યાણની અનેક યોજનાઓનો સકારાત્મકતા સાથે ઉપયોગ કરવાથી તે ઉત્તમ પ્રકારે સમાજને કામમાં આવી શકે છે. પત્રના અંતે તેમણે લખ્યું છે કે આશા છે આપ આજ રીતે નિષ્ઠાપૂર્વક જનસેવાના કાર્યોમાં જોડાયેલા રહેશો. આનંદીબેનનો પત્ર અને આ સમાચાર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકોને સરકારી શાળામાં પોતાના બાળકોને દાખલો અપાવવા માટે વિચારતા કરી મૂક્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ