2 જૂને કાલાષ્ટમી વ્રત: બીમારીઓથી છુટકારો મેળવવા માટે આ દિવસે ભૈરવ પૂજા અને શ્વાનને ભોજન કરાવવાની પરંપરા છે

ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે દરેક મહિનાની વદ પક્ષની તિથિએ માસિક કાલાષ્ટમી ઊજવવામાં આવે છે. આ વખતે કાલાષ્ટમી બુધવાર 2 જૂનના રોજ છે. આ દિવસે શિવજીના રૂદ્ર સ્વરૂપ ભગવાન કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. તેમને કાશીમાં કોતવાલ પણ કહેવામાં આવે છે. કાલ ભૈરવના 8 સ્વરૂપ માનવામાં આવે છે. તેમાંથી બટુક ભૈરવની પૂજા કરવાથી ગૃહસ્થ અને અન્ય ભૈરવની પૂજા મનોકામના પૂર્ણ કરનારી હોય છે. બટુક ભૈરવ સ્વરૂપને સૌમ્ય માનવામાં આવે છે.

image source

કાલ ભૈરવના ભક્ત વર્ષની બધી જ કાલાષ્ટમીના દિવસે તેમની પૂજા અને તેમના માટે ઉપવાસ કરે છે. નારદ પુરાણ પ્રમાણે કાલભૈરવ આઠમના દિવસે વ્રત અને પૂજા કરવાથી રોગ દૂર થાય છે. કાલાષ્ટમીનો તહેવાર દર મહિનાની વદ પક્ષની આઠમ તિથિએ ઊજવાય છે. આ વખતે આ પર્વ 2 જૂનના રોજ આવશે. આ દિવસે કાલભૈરવની પૂજા કરવામાં આવે છે, જેમને શિવજીનો એક અવતાર માનવામાં આવે છે. તેને કાલાષ્ટમી, ભૈરાવષ્ટમી વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાની પૂજા અને વ્રતનું પણ વિધાન છે.

નારદ પુરાણ પ્રમાણે કાલભૈરવની પૂજાનો દિવસ

image source

નારદ પુરાણ પ્રમાણે કાલાષ્ટમીના દિવસે કાલભૈરવ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઇએ. 2 જૂનની રાતે દેવી કાળીની ઉપાસના કરનાર લોકોએ અડધી રાત પછી માતાની તે જ પ્રકારે પૂજા કરવી જોઇએ, જે પ્રકારે દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાળરાત્રિની પૂજાનું વિધાન છે. આ દિવસે શક્તિ પ્રમાણે રાતે માતા પાર્વતી અને ભગવાન શિવની કથા સાંભળીને જાગરણ કરવું જોઇએ. આ દિવસે વ્રતીએ ફળાહાર કરવો જોઇએ. આ દિવસે કૂતરાને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે.

આ વ્રતથી રોગ દૂર થાય છે

image source

કથા પ્રમાણે એક દિવસ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ હોવાનો વિવાદ ઉત્પન્ન થયો. વિવાદના સમાધાન માટે બધા દેવતા અને મુનિ શિવજી પાસે પહોંચી ગયાં. બધા દેવતાઓ અને મુનિની સલાહથી શિવજીને શ્રેષ્ઠ માનવામાં આવ્યાં. પરંતુ બ્રહ્માજીએ આ સ્વીકાર્યુ નહીં. બ્રહ્માજી, શિવજીનું અપમાન કરવા લાગ્યાં. અપમાનજનક વાતો સાંભળીને શિવજીને ગુસ્સો આવી ગયો અને કાલભૈરવનો જન્મ થયો.

image source

તે દિવસથી કાલાષ્ટમીનો પર્વ શિવજીના રૂદ્ર અવતાર કાલભૈરવના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કાલાષ્ટમી વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખીને સંપૂર્ણ વિધિ-વિધાનથી કાલભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ કષ્ટ દૂર થવા લાગે છે અને કાળ દૂર ભાગે છે. આ સિવાય વ્યક્તિ રોગથી દૂર રહે છે. સાથે જ, તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

શ્વાનને ભોજન કરાવવાની પરંપરા

image source

ભગવન ભૈરવનું વાહન શ્વાન છે, એટલે આ દિવસે શ્વાનને પેટભરીને ભોજન ખવડાવવાથી વિશેષ ફળ મળે છે. આવું કરવાથી ભગવાન ભૈરવ પ્રસન્ન થાય છે અને બધી ઇચ્છાઓને પૂર્ણ કરે છે. માન્યતા પ્રમાણે કાળાષ્ટમી સાથે જ દરરોજ શ્વાસને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી ખરાબ સમય દૂર થાય છે અને પરેશાનીઓ પણ દૂર થવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!