જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે જ્યારે પતિ કે પત્નીની કુંડળીમાં ગ્રહોની સ્થિતી બદલાય છે ત્યારે તેની અસર તેમના સંબંધો પર પણ પડે છે…

કોઈપણ સંબંધનો પાયો વિશ્વાસ અને પ્રેમ હોય છે. પરંતુ ક્યારેક સંજોગ અને પ્રતિકુળ સ્થિતીમાં નાની વાત પણ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આવી સમસ્યા પતિ-પત્ની વચ્ચે સૌથી વધારે સર્જાય છે.


પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં બધું જ સારી રીતે ચાલતું હોય અને અચાનક જ વિવાદ થઈ જાય. આવું થવાનું કારણ ગ્રહોની બદલાતી સ્થિતી હોય શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે જ્યારે પતિ કે પત્નીની કુંડળીમાં ગ્રહોની સ્થિતી બદલાય છે ત્યારે તેની અસર તેમના સંબંધો પર પણ પડે છે. તો ચાલો આજે તમે એ પણ જાણી લો કે ગ્રહોની કેવી સ્થિતીની ખરાબ અસર દાંપત્યજીવન પર પડે છે.


– જે સ્ત્રીની કુંડળીમાં લગ્ન સ્થાનમાં મંગળ અથવા શનિ હોય કે પછી રાશિમાં શુક્ર સપ્તમ સ્થાનમાં હોય અને તેના પર પાપદ્રષ્ટિ પડતી હોય તો આવી સ્થિતીમાં પત્ની તેના પતિને છોડી અન્ય સાથે વિવાહ કરી શકે છે.


– જેની કુંડળીમાં સાતમા સ્થાનમાં શુભ અને પાપ એમ બંન્ને પ્રકારના ગ્રહ સાથે હોય અને સપ્તમેશ શુક્ર નિર્બળ હોય તેવામાં પણ લગ્ન વિચ્છેદ થઈ શકે છે.

– જો ચંદ્ર તથા શુક્ર પાપ ગ્રહ સાથે સાતમા સ્થાનમાં હોય અને પતિ-પત્ની ગુપ્ત રીતે અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખે છે.


– સાતમા સ્થાનમાં સૂર્ય હોય અન સપ્તમેશ નિર્બળ હોય તો તેવી સ્ત્રીને તેનો પતિ છોડી શકે છે.

– નિર્બળ પાપ ગ્રહ સપ્તમમાં હોય તો આ યોગમાં પતિ અન્ય સ્ત્રી માટે તેની પત્ની સાથે સંબંધ તોડી દે છે.

– સપ્તમ સ્થાનમાં સ્થિત સૂર્ય પર તેના શત્રુ ગ્રહની દ્રષ્ટિ હોય તો આવા યોગમાં પણ સ્ત્રીને પતિ વિયોગ સહન કરવો પડે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અનેક અલગ અલગ માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ