બાળકોનો યોગ્ય રીતે વિકાસ કરવામાં આસનએ મહત્વની ભૂમિકા ભજવે છે તો આજથી જ શરૂઆત કરો…

તમામ પેરેન્ટ્સ ઈચ્છતા હોય છે કે તેમના બાળકો હેલ્ધી અને ફિટ રહે. પરંતુ આજની સ્ટ્રેસફુલ અને કોમ્પિટિશનવાળી લાઈફ બાળકો માટે જીવવી પણ આસાન નથી. આવામાં તેમને જરૂર છે કે, પહેલા તેઓ હેલ્ધી રહે. તમારા બાળકના દિવસની શરૂઆત એક હેલ્ધી દિવસથી કરાવો. તો આજથી જ શરૂઆત કરો. તમારા બાળકને હેલ્ધી બનાવવાની દિશામાં એક પગલુ ભરો. આ માટે તમારા બાળકને રોજ કેટલાક યોગાસન કરાવો, જેથી તમારુ બાળક હેલ્ધી તો રહેશે જ, સાથે તેનો માનસિક વિકાસ પણ થશે.

અધો મુખ સ્વાનાસન

આ યોગથી મસ્તિષ્કનો વિકાસ થાય છે. શ્વસન ક્રિયા વધુ સારી થાય છે. શરીરના ઉપરના હિસ્સાને મજબૂત બનાવવાની સાથે સાથે થાક પણ દૂર કરે છે.

પ્રાણાયામ

તેનાથી મસ્તિષ્કમાં ઓક્સિજન જવાથી રક્તસંચાર વધી જાય છે. તેમાં ધ્યાન લગાવવાની શક્તિનો વિકાસ થાય છે.

એકપદાસન

આ આસન બાળકોમાં એકાગ્રતા, આત્મવિશ્વાસ અને સંતુલન વધારે છે.

ધનુરાસન

તેનાથી ખભા, છાતી, કાંધા, પેટ અને જાંઘની સ્ટ્રેચિંગની એક્સરસાઈઝ સારી થાય છે. આ આસન પીઠ તેમજ પગની માંસપેશીઓને મજબૂત બનાવીનો પોશ્ચરને બરાબર રાખે છે અને પાચનશક્તિ પણ વધારે છે.

નટરાજાસન

પગ, કુલ્લા અને ગરદનને મજબૂત અને ફ્લેક્સિબલ બનાવે છે. રીઢની હડ્ડીને પણ મજબૂત બનાવે છે. આ પોશ્ચરથી બાળકો ડાન્સ કરવાના નવા નવા સ્ટેપ્સ ખુદ શીખી શકે છે. જેનાથી તેમની ક્રિએટિવ થિંકિંગનો પણ વિકાસ થાય છે.

ઉત્થિટ તાડાસન

તેનાથી વોકિંગ, બેલેન્સિંગ અને રોલિંગ જેવી ફિઝીકલ એક્ટિવિટી વધુ સારી રીતે કરી શકાય છે.

ભુજંગાસન

આ આસથી હાથની માંસપેશીઓ મજબૂત થાય છે. જેનાથી બાળકોને લખવામાં બહુ જ મદદ થઈ રહે છે. બાળકોની રીઢની હડ્ડી અને પીઠ મજબૂત બને છે. સાથે જ આ આસન પાચનક્રિયાને વધુ સારી બનાવીને ફેફસાને મજબૂત બનાવે છે.

ત્રિકોણાસન

આ આસન બોડી સ્ટ્રેચિંગ માટે બેસ્ટ આસન છે. તેનાથી હાથ, પગ, કુલ્લા, રીઢની હડ્ડી, છાતી વગેરે મજબૂત થાય છે. તે નર્વસ સિસ્ટમ પણ વધુ સારી બનાવે છે.

ઓસ્ટ્રિચ પોઝિશન

આ આસન બાળકોમા એકાગ્રતા અને ધ્યાન વધારે છે. સાથે જ કાર્યોમાં સંતુલન બનાવી રાખવામાં પણ મદદ મળે છે. ઓસ્ટ્રિચની જેમ દોડવાથી થાક દૂર થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ