જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની છે લાખોમાં એક, પ્રથમ નજરે જ બરોડાના રાજવી ઘરાનાની પ્રિયદર્શિનીના પ્રેમમાં પડી ગયા હતા સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની છે લાખોમાં એક – પ્રથમ નજરે જ બરોડાના રાજવી ઘરાનાની પ્રિયદર્શિનીના પ્રેમમાં પડી ગયા હતા સિંધિયા

image source

તાજેતરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસથી છેડો ફાટીને ભાજપમાં જોડાવા બદલ ભારે ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે જ્યોતિરાદિત્યના આ નિર્ણયથી રાજકારણમાં ભારે ઉથલપાથલો મચી ગઈ છે. અને લોકોને તેમના પોલીટીકલ અને પર્સનલ જીવનમાં રસ પડવા લાગ્યો છે. તો આજે અમે તમને જ્યોતિરાદિત્યના પત્ની પ્રિયદર્શિની સિંધિયા વિષેની થોડી હકીકતો જણાવીશું. તમને પહેલાં તો એ જણાવી દઈએ કે પ્રિયદર્શિનીની ગણતરી 50 સુંદર સ્ત્રીઓમાં થાય છે.

image source

1975માં પ્રિયદર્શિની રાજે સિંધિયાનો જન્મ બરોડાના રાજવી ઘરાનામાં થયો હતો. તેમના પિતાનું નામ સંગ્રામ સિંહ ગાયકવાડ અને માતાનું નામ આશરાજે ગાયકવાડ છે. આ ઉપરાંત તેમની માતા નેપાળના રાજવી પરિવાર સાથે પણ સંબંધ ધરાવે છે. તમને એ પણ જણાવી દઈએ કે પ્રિયદર્શિનીના દાદા પ્રતાપ સિંહ રાવ ગાયકવાડ વડોદરાના છેલ્લા શાસક હતા. તેમણે 1951 સુધી શાસન કર્યું હતું. આમ તેણી વડોદરાની રાજકુમારી છે.

image source

1994માં જ્યોતિરાદિત્યના લગ્ન પ્રિયદર્શિની સાથે થયા હતા. આ ચોક્કસ એક એરેન્જ મેરેજ હતા પણ જ્યોતિરાદિત્યએ પોતાના એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યુ હતું કે 1991માં દિલ્લીમાં યોજાયેલા એક સામાજિક સમારોહમાં તેઓ તેમને મળી ચુક્યા હતા. અને ત્યારથી તેઓ જાણતા હતા કે પ્રિયદર્શિની તેમના માટે જ બની છે. ત્યાર બાદ સતત ત્રણ વર્ષ સુધી તેઓ એકબીજાને મળતા રહ્યા અને છેવટે 1994ના ડિસેમ્બરમાં તેમના લગ્ન થયા. સિન્ધિયાએ પોતાના ઇન્ટર્વ્યૂમાં તે પણ જણાવ્યુ હતું કે તેમની માતાએ પ્રિયદર્શનીને 13 વર્ષની ઉંમરમાં જ તેમના માટે પસંદ કરી લીધા હતા.

image source

આજે તેમના બે સંતાનો છે એક દિકરો અને એક દીકરી. તેમની દીકરી અનન્યા રાજે સિંધિયા ને હોર્સ હાઇડિંગને ખૂબ શોખ છે. માત્ર 8 વર્ષની ઉંમરે તેમણે હોર્સ રાઇડિંગ કરવાની શરૂ કરી દીધી હતી. જ્યારે તેમના દિકરાનું નામ મહાનઆર્યમન સિંધિયા છે.

image source

તમને એ પણ જણાવી દઈ કે 2008માં પ્રિયદર્શિનીને વેરવેનો બેસ્ડ ડ્રેસ્ડ અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. અને 2012માં તેમનો સમાવેશ ભારતની 50 સુંદર મહિલાઓની યાદીમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેણીને એક ફેશન મેગેઝિન દ્વારા 20 સુંદર રાજવી મહિલાઓની યાદીમાં પણ સમાવવામાં આવ્યા હતા.

image source

પ્રિયદર્શિની કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આ શાળાને મુંબઈમાં ફોર્ટ કોન્વેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે મુંબઈની સોફિયા કોલેજ ફોર વુમનમાંથી આગળનો અભ્યાસ કર્યો હતો.

image source

પ્રિયદર્શિની આજે પોતાના પતિ સાથે રાજકારણમાં પણ સક્રીય છે. 2019ની ચુટણી દરમિયાન તેમણે પણ પતિ સાથે ચુંટણીનો પ્રચાર કર્યો હતો. 2001માં પિતા માધવરાવ સિંધિયાના મૃત્યુ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની વિદેશી નેકરી છોડીને ભારત આવવું પડ્યું અને રાજકારણમાં પ્રવેશ્યા. અને રાજકારણમાં ટકવું તેટલું સરળ નહોતું પણ તેમાં તેમની પત્ની પ્રિયદર્શિનીએ તેમને ખુબ સાથ આપ્યો.

image source

આજે આ કુટુંબ તેમના ગ્વાલિયર ખાતેના મહેલ જય વિલાસમાં રહે છે. અને તે વિષે પણ પ્રિયદર્શિનીએ એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે કોઈ પણ મહેલમાં રહેવું એ એક ફુલટાઈમ જોબ બરાબર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ