પરંપરાગત ખેતી છોડીને આ ભાઈએ કરી એપલ બોરની બાગાયતી ખેતી, કમાય છે 40 લાખ, લોકોને આપે છે રોજગારી

આજે એક એવો જમાનો આવ્યો છે કે બધું હાર્ડ એન્ડ ફાસ્ટ થઈ રહ્યું છે. એવામાં કોઈ પાસે ધીરજ જોવા નથી મળતી. પણ સામાન્ય રીતે એક કહેવત વારંવાર કહેવામાં આવે છે કે ધીરજના ફળ મીઠાં હોય છે, એટલે એ વાત ખરેખર સાચી પણ છે. જો તમને કોઈ કહે છે એક વસ્તુનુ પરિમાણ તમને 20 વર્ષ પછી મળશે તો શું તમે જીરવી શકો, પણ એક સખ્સે એ કરી બતાવ્યું અને એપલ બોરની ખેતી કરીને તેણે લાખો રૂપિયા કમાયા છે.

આ બોર માટે એક છોડ 20 વર્ષ સુધી પાક આપે છે. જો 30-35 રૂપિયા પ્રતિ કીલો હિસાબથી આ બોર અમે માર્કેટમાં વેચે તો વર્ષે ત્રણથી ચાર લાખ રૂપિયા સરળતાથી કમાઈ રહેલા એક શખ્સ વિશે વાત કરવી છે. આ વાત છે હરિયાણાના જીંદમાં રહેતા સતબીર પૂનિયા વિશે તો આવો વિગતે જાણીએ કે આખરે કઈ રીતે કરે છે આ ભાઈ લાખોની કમાણી.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો સતબીર 60 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે, જો કે હજુ એમનામાં જોશ અને તરવરાટ તો યુવાનો જેવો છે તેની મહેનતમાં ક્યાંય પણ ઉંમરનો થાક જોવા મળતો નથી. ત્રણ વર્ષ અગાઉ તેમને થાઈ એપ્પલ (બોર), જામફળ તથા ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરવાની શરૂઆત કરી હતી જે આજે ભારતમાં લોકોને પ્રેરણા આપે છે એવું કહીએ તો ખોટું ન પડે. હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો આજે તેઓ 16 એકર જમીન પર ખેતી કરી રહ્યા છે.

image source

સૌથી સારી વાત તો એ છે કે, તેઓ આશરે એક ડઝન કરતાં વધારે લોકોને રોજગારી આપી રહ્યા છે. તેનાથી પ્રત્યેક વર્ષ 40 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે. તેઓ તેમના ગામની આજુબાજુના વિસ્તારોમાં હવે બેર અંકલ નામથી ઓળખ ધરાવે છે. તેમના એજ્યુકેશન વિશે જો વાત કરીએ તો સતબીરે કૃષિક્ષેત્રમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓ ખેતી કરવા લાગ્યા છે. તેઓ કહે છે કે અગાઉ હું પરંપરાગત ખેતી કરતો હતો. પણ તેમા કમાણી થઈ શકતી ન હતી.

image source

ત્યારબાદ મે બિઝનેસની શરૂઆત કરી. તેમણે આશરે 20 વર્ષ સુધી આ રીતે બિઝનેસ કર્યો. કમાઈ પણ સારી થઈ રહી હતી. જો કે મને સંતોષ મળી રહ્યો ન હતો. માટે હું હંમેશાં વિચારતો હતો કે હવે કારોબાર છોડી મારે અન્ય કંઈક કરવું જોઈએ, જેથી સામાજીક કાર્ય પણ થઈ શકે. ત્યારબાદ શરૂ થઈ એક નવી જર્ની અને હું વિવિધ રાજ્યોમાં ફરતી રહેવાની મે શરૂઆત કરી. આ સમય દરમિયાન મને એક જગ્યાએ થાઈ એપ્પલ બેર અંગે જાણકારી મળી.

ત્યારબાદની વાત કરતાં સતબીર ભાઈ કહે છે કે, વર્ષ 2017માં રાયપુરમાંથી પણ મે આ પ્રકારના છોડ મંગાવ્યા. જે મને રૂપિયા 70 પ્રતિ કિલો હિસાબથી મળ્યા. તે વર્ષે થાઈ એપ્પલની ખેતી પાછળ મારે 25 હજાર રૂપિયાનો ખર્ચ થયો. ત્યારબાદ મે જામફળ અને લીંબુના છોડ ઉગાડ્યા. જ્યારે ખેતરમાં થાઈ એપ્પલના પ્લાન્ટ લગાવવામાં આવ્યા ત્યારે લોકો મારી મજાક કરતા હતા.

image source

ઘરના લોકો પણ મારો વિરોધ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે શુ આ જંગલી છોડ ઉગાડ્યા છે, અલબત પ્રથમ વર્ષે જ મને ઘણો સારો પ્રતિભાવ મળ્યો અને ઉત્પાદન સારું થયું. આના લીધે તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો અને ત્યાર પછીના વર્ષથી ખેતીનું કાર્યક્ષેત્ર વધાર્યું.

હાલની પરિસ્થિતિ અને કઈ રીતે તેઓ કામ કરી રહ્યા છે એના વિશે વાત કરી કે, હવે ફળોની સાથે શાકભાજીની પણ ખેતી પણ થવા લાગી છે. આજે તે બાગમાં 10 હજારથી વધારે છોડ છે. દૂર દૂરથી ખેડૂતો ખેતીનું આ મોડેલ જોવા અને સમજવા માટે આવી રહ્યા છે. એમાં પણ સૌથી વિશેષ વાત એ છે કે, હરિયાણાના કૃષિમંત્રી પણ તેમને સન્માનિત કરી ચુક્યા છે.

માર્કેટીંગ વિશે પણ સતબીર ખુબ સરસ વાત કરે છે અને સામાન્ય સોકોને માહિતગાર કરે છે શરૂઆતમાં મંડિયોમાં જઈને પોતાનાં ઉત્પાદનોનું વેચાણ કરતા હતા. પણ ત્યાર બાદ મે વિવિધ સ્થળો પર સ્ટોલ લગાવવાની શરૂઆત કરી. તેને લીધે મારા કારોબારને ઘણી મજબૂતી મળી. હવે તો ઘણા લોકો મારા ખેતરમાંથી જ ઉત્પાદનોને ખરીદીને લઈ જાય છે. જો કે આ બધું એમનેમ નથી મળ્યું અને જીંદમાં પાણીને લઈ તેઓ ઘણા પરેશાન થયા હતા.

image source

પણ કહેવાય છે ને કે દરેક વાતનું કોઈ તો સમાધાન મળે જ છે. પણ અહીં ગ્રાઉન્ડવોટરનું સ્તર પણ ઘણું નીચે છે. તેને લઈ સતબીરે એક યુક્તિ કરી અને સમાધાન કાઢી નાંખ્યું હતું. તેમણે નહેરનું પાણી એકત્રિત કરવાની યોજના તૈયાર કરી અને 21 લાખ લીટર ક્ષમતાની એક ટેન્ક તૈયાર કરી તથા તેમા પાણીને એકત્રિત કરવામાં આવ્યું. હવે તેની મદદથી સંપૂર્ણ પાકની સિંચાઈ કરવામાં આવે છે.

ખેતી વિશે તેઓ જણાવે છે કે થાઈ એપ્પલ બેરની ખેતી વર્ષમાં બે વખત કરવામાં આવે છે. એક ફેબ્રુઆરીથી માર્ચ અને બીજી જુલાઈથી ડિસેમ્બર મહિનામાં. લોકોને એમ થતું હશે કે આમાં કોઈ નવી તૈયારી કરવી પડતી હશે. પણ એના વિશે તેઓ કહે છે કે આ માટે કોઈ વિશેષ પ્રકારની માટીની જરૂર રહેતી નથી. કોઈ પણ જમીન પર તેની ખેતી કરી શકાય છે.

image source

આ સાથે જ સતબીર જણાવે છે કે આ ખેતીમાં બીજા પાકની સાપેક્ષમાં પાણીની જરૂર પણ ઓછી રહે છે. એક સિઝનમાં બે અથવા ત્રણ વખત સિંચાઈની જરૂર રહે છે. દેશમાં આજકાલ અનેક જગ્યા પર આ પ્રજાતિના છોડ મળે છે. આશરે એક વર્ષમાં આ છોડ તૈયાર થઈ જાય છે. પ્રત્યેક વર્ષ 5-6 ઈંચની કાપણી કરવી જોઈએ. સતબીર કહે છે કે એક એકર જમીન પર થાઈ એપ્પલની ખેતીમાં એક-દોઢ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.

આશરે 170 છોડ લાગે છે, જે એક વર્ષમાં તૈયાર થઈ જાય છે. જોકે ધીમે ધીમે ઉત્પાદન વધવા લાગે છે. ત્રણ-ચાર વર્ષમાં ઉત્પાદન એક ક્વિન્ટલ સુધી પહોંચી જાય છે. ત્યારે હવે લોકો સતબીરમાંથી પ્રેરણા લઈને આ રીતે ખેતી કરવાનું વિચારી રહ્યા છે અને આખા ભારતમાં આ શખ્સની ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ