જો તમે પણ જરૂરિયાત કરતા વધારે કસરત કરો છો તો થઈ શકે છે ફાયદાને બદલે અનેક નુકશાન, જાણો કેવી રીતે..

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, તંદુરસ્ત રહેવા માટે કસરત કરવી ખુબ જ જરૂરી છે પરંતુ, કેટલાક લોકો તેમની જરૂરિયાત કરતા પણ વધારે કસરત કરે છે અને વિચારે છે કે તે તેના કારણે વધુ તંદુરસ્ત રહેશે. જો તમારી ગણતરી પણ એ જ લોકોમાં થાય છે, તો તમારે હવે સતર્ક રહેવાની જરૂર છે. વધુ પડતી કસરત તમને લાભ પહોંચાડવાને બદલે તમને નુકસાન પહોંચાડે છે. એવુ કહેવાય છે કે, કોઈપણ વસ્તુ તેની આવશ્યક મર્યાદા કરતા વધુ કરવામા આવે તો મોટુ નુકસાન થાય છે. આ જ નિયમ કસરતને પણ લાગુ પડે છે. તો ચાલો તેના વિશે જાણીએ.

image source

જે લોકો વહેલી સવારે ઉઠીને કસરત કરે છે, તેમનો આખો દિવસ ઊર્જાવાન રહે છે પરંતુ, જો તમે તમારી જરૂરિયાત કરતા વધારે કસરત કરો છો, તો તમને થાકનો અહેસાસ અવશ્યપણે થશે. ફક્ત એટલુ જ નહી બોડી પેઇનને કારણે તમે તમારું દૈનિક કામ સરળતાથી કરી શકતા નથી. આ ઉપરાંત વધુ પડતી કસરત કરવાથી તમારા સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ પણ થાય છે. તેથી કસરત કરો પરંતુ મર્યાદિત માત્રામાં.

image source

ઘણીવાર વધુ પડતી કસરત કરવાથી તમને માથાનો દુ:ખાવો, ચીડિયાપણું અને કામમા મનનો અભાવ વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. ઓવર એક્સરસાઇઝની સીધી અસર તમારી કમર, ઘૂંટણ અને શરીરના અન્ય ભાગો પર પડે છે. તેથી તમારે જરૂરીયાત મુજબ કસરત અવશ્યપણે કરવી જોઈએ.

image source

વધુ પડતી કસરતની સીધી અસર તમારા મસલ્સ પર પડે છે. વધુ પડતી કસરત તમારા મસલ્સમા દુ:ખાવો પેદા કરે છે અને તેનાથી મસલ્સમા ઇજા થવાની શક્યતાઓ પણ ઘણી વધી જાય છે. ઈજાને કારણે તમારે ઘણા દિવસો સુધી પીડા અને અસ્વસ્થતાનો સામનો કરવો પડે છે.

image source

જે લોકો વધારે પડતી કસરત કરે છે, તે હંમેશા એક બાબતની ફરિયાદ કરતા હોય છે કે, તેમને માથામા અસહ્ય પીડા થાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમા વધુ પડતી કસરત તમારા મગજની નસોને સીધી અસર થાય છે અને તમને માથામા તીવ્ર પીડાનો અનુભવ થાય છે. એટલુ જ નહીં, કેટલાક સંશોધનો એ પણ દર્શાવે છે કે વધુ પડતી કસરત તમારા માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે, જે તમારી વિચારવાની ક્ષમતાને ઘટાડે છે.

imag source

જ્યારે તમે વધુ પડતી કસરત કરો છો, ત્યારે તમે થાક અનુભવો છો, જેના કારણે તમે તમારા દિવસનું કામ યોગ્ય રીતે કરી શકતા નથી. એટલું જ નહીં, થાક તમારા સ્વભાવમાં ચીડિયાપણું પણ પેદા કરે છે. બીજી બાજુ, થાક તમારી નિયમિત કસરતને પણ અસર કરે છે. હકીકતમાં, જ્યારે તમને વધુ પડતી કસરતને કારણે થાક અને બોડી પેન હોય છે, ત્યારે તમે બીજા દિવસે એ ઉત્સાહ સાથે કસરત કરતા નથી. કેટલાક લોકો બીજા દિવસે કસરત કરતા નથી. આ રીતે, તમે ડી – મોડેટ ્ડ છો અને તમે ઇચ્છો તે પરિણામ મેળવી શકતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત