વાંચો કોરોના વાયરસને 56 વર્ષ પહેલા ઓળખી કાઢનાર આ મહિલા કોણ હતા…

અલમેડા નામ સાંભળ્યુ છે? જેણે માત્ર ૧૬ વર્ષની ઉંમરે અભ્યાસ છોડી આશરે ૫૬ વર્ષ પહેલા હ્યુમન કોરોનાવાઈરસ શોધ્યો.

image source

હજી સુધી નવા કોરોનાવાઈરસની વેક્સિન તૈયાર કરવામાં આવી નથી. પરંતુ મનુષ્યને સંક્રમિત કરનાર પ્રથમ કોરોનાવાઈરસના શોધની વાર્તા ખૂબજ રસપ્રદ છે. જૂન એલમેડાએ ૧૯૬૪માં આ વાઈરસ શોધી કાઢ્યો હતો. તેણી એક બસ ડ્રાઈવર પુત્રી હતી, જેણે ૧૬ વર્ષની ઉંમરમાં જ ભણવાનું છોડી દીધું હતું. જૂને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપીમાં શરદી- ખાંસીથી પીડાતા દર્દીઓના નાકના સેમ્પલને જોયા તો તે એક તાજ (મુગટ) જેવો વાઈરસ દેખાતો હતો.

જ્યારે તેને આ વાતની જાણકારી સિનિયરને આપી તો તેમણે આ રિસર્ચને રિજેક્ટ કરી દીધું. પરંતુ બાદમાં આ શોધ ઇતિહાસ બની ગઈ. કોરોનાવાઈરસ એક ક્રાઉન જેવો દેખાય છે. તેના પરથી નામ કોરોના રાખ્યું.

કારકિર્દીની શરૂઆત લેબ ટેક્નિશિયન તરીકે કરી

image source

જૂન અલમેડા સ્કોટલેન્ડની વતની હતી અને તે એક વાઈરસ નિષ્ણાંત હતી. તેમનો જન્મ ૫ ઓક્ટોબર ૧૯૩૦માં ગ્લાસગોમાં થયો હતો. પિતા એક બસ ડ્રાઈવર હતા. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે ૧૬ વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો હતો.. અલમેડાએ ગ્લાસગો રોયલ ઈન્ફર્મરીની એક લેબમાં ટેકનિશિયન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. થોડા મહિના બાદ તે લંડન આવી અને સેન્ટ બાર્થોલોમિયૂઝ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન તરીકે કામ કરવા શરૂ કર્યું. વેનેઝુએલાના એક આર્ટિસ્ટ એનરીક અલમેડા સાથે લગ્ન બાદ તે કેનેડા આવી ગયા. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી ટેક્નિશિયન તરીકે ટોરોન્ટોની ઓન્ટેરિયો કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે કામ શરૂ કર્યું હતું.

તેમને નોકરીની ઓફર લંડન ધ સેન્ટ થોમસ મેડિકલ સ્કૂલે આપી

image source

અલમેડાનું મન હંમેશાં કંઈક નવી વસ્તુઓની શોધ કરવામાં લાગતું હતું. તેથી જ કોઈ પણ ડિગ્રી લીધા વિના તેમણે એક અલગ જ જગ્યા બનાવી. કેનેડા બાદ બ્રિટેનમાં તેમના કામનું મહત્વ ત્યાંના લોકોને સમજાયું. ૧૯૬૪ માં લંડનની સેન્ટ થોમસ મેડિકલ સ્કૂલે નોકરીની ઓફર આપી હતી.

જર્નલ ઓફ જર્નલ વાયરોલોજીમાં આ શોધ પ્રકાશિત થઈ

તે વાઈરસને નામ ‘કોરોના’ અલમેડા અને તેમના સીનિયર ડો. ટાયરેલે બાદમાં આપ્યું હતું કેમ કે તેને તે તાજ (મુગટ) જેવો દેખાતો હતો. શરૂઆતના સમયમાં આ રિસર્ચને કેન્સલ કરવામાં આવ્યું. પછી બ્રિટિશ મેડિકલ જર્નલમાં તેની જાણકારી આપવામાં આવી. આ વાઈરસ ઈન્ફ્લૂએન્ઝાની જેવો દેખાય છે, પરંતુ તેનાથી અલગ છે, તેની શોધ સમયે કહેવામાં આવ્યું હતું. બે વર્ષ પછી જર્નલ ઓફ જર્નલ વાયરોલોજીમાં આ રિસર્ચને પ્રકાશિત કરવામાં આવ્યું.

image source

પ્રથમ હાઈ ક્વોલિટી ઈમેજ એચઆઈવીની બનાવવામાં મદદ કરી

જૂન અલમેડાએ એઇડ્સના વાઈરસ એચઆઈવીની પહેલી હાઈ ક્વોલિટી ઈમેજ બનાવવામાં મદદ કરી હતી. હિપેટાઇટિસ વાઈરસના બે અલગ ભાગ હોય છે. એ વાત પણ અલમેડાએ જ દુનિયાને જણાવી હતી. હિપેટાઈટિસની વેક્સિન તૈયાર કરવામાં આ રિસર્ચ ખૂબ જ કામ આવ્યુ હતું. અલમેડાએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

યોગ ટીચર બન્યા ૧૯૮૫માં, દુનિયાને અલવિદા કહી દીધું ૨૦૦૭માં

image source

અલમેડા યોગા ટીચર ૧૯૮૫ માં બની અને રિટાયર્ડ વાયરોલોજિસ્ટ ફિલિપ ગાર્ડનર સાથે લગ્ન કર્યા. તેમનું અવસાન ૨૦૦૭ માં ૭૭ વર્ષની ઉંમરમાં થયું. વિજ્ઞાન ક્ષેત્રમાં અલમેડા લાંબા સમય સુધી સક્રિય રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ