કોરોના સામે જંગ, આ નંબર પરથી ફોન આવે તો કાપી ના નાખતા, જે પૂછે તેનો જવાબ આપજો સાચો

જો આવે 1921 પરથી કોલ તો એને કાપતાં નહીં પણ કોલ રિસીવ કરીને આપજો પૂરતાં જવાબ. એમાં જ છે તમારું અને દેશનું ભલું.

વિશ્વ અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીથી ઝઝૂમી રહ્યો છે. જેમાં ભારત દેશ પણ બાકાત નથી. છેલ્લા એક અઠવાડિયામાં ભારતભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા જે રીતે વધી રહી છે એ ખુબજ ચિંતાજનક બાબત છે. ભારત સરકાર સતત પોતાની રીતે આ મહામારીને આગળ વધતી અટકાવવા કટિબદ્ધ છે.

image source

ભારત સરકાર આરોગ્ય મંત્રાલયે કોરોના મહામારી અંતર્ગત દેશભરમાં એક ટેલિફોનિક સેવા શરૂ કરી છે. આ સર્વિસનો હેતુ કોરોના વાયરસના સંક્રમણનો સર્વે કરવાનો છે. આ સર્વિસમાં તમને 1921 નંબર પરથી કોલ આવશે જેમાં તમને પૂછવામાં આવશે કે તમારી તબિયત કેવી છે? તમને તાવ કે ખાંસી શરદી તો નથીને? તમને કોરોના સંદર્ભના કોઇ લક્ષણો છે કે કેમ? તમને મદદની જરૂર છે કે કેમ? સરકાર તરફથી 1921 નંબર ઉપરથી ફોન આવ્યા બાદ તમારા સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવવામાં આવશે. ત્યાર બાદ તમારું નામ અને સરનામું પણ પુછવામાં આવશે. આ સિવાય જો તમે વિદેશ યાત્રા કરી હોય તો તેના વિશે પણ જાણકારી લેવામાં આવશે. સાથે એ પણ પૂછવામાં આવશે કે તમારા પરિવાર અથવા કોઈ સંબંધી કોરોનાનો શિકાર તો નથી બન્યાને? જાણકારી ભેગી કર્યા બાદ કોરોના સામે લડવા માટે સરકારને સહાય થશે. તેવા અનેક સવાલો પૂછવામાં આવશે.

આ ટેલિફોનિક સર્વે ભારતના તમામ રાજ્યોમાં હાલનાં તબક્કે શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ આ સર્વે માટે ગુજરાતનાં નાગરિકો ઉપર 1921 નંબર પરથી ટેલીફોન આવી શકે છે. અજાણ્યો નંબર સમજીને તેને કટ કરશો નહીં. લોકોના સ્વાસ્થ્ય માટે આરોગ્ય મંત્રાલયનો આ પ્રયાસ છે.

500+ Phone Call Pictures [HD] | Download Free Images on Unsplash
image source
તમે જે કોઇ મોબાઇલ સર્વિસ વાપરતાં હોવ, 1921 પરથી આ કોલ આવી શકે છે. દેશવ્યાપી આ સર્વેક્ષણ છે. જે સવાલો પૂછવામાં આવે તેના સચોટ જવાબ આપશો તેવી વિનંતી પણ ભારત સરકારે કરી છે કે જેના કારણે કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય.

image source

આ નંબર પરથી સામાન્ય રીતે તમને કોરોના સંદર્ભે કેટલાક સવાલો પૂછવામાં આવી શકે છે. ઘણીવાર આવતાં અમુક ફેક કોલને લીધે મોબાઈલ વપરાશકર્તાઓ નવાં નંબર પરથી આવેલાં કોલ રિસીવ જ નથી કરતાં ત્યારે તમારે જ્યારે 1921 પરથી કોલ આવે તો ખાસ ધ્યાનથી આ નંબર જોઈને ફોન રિસીવ કરવો.

Hospitals in China Turn Away Other Patients Amid Coronavirus ...
image source

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે આ 1921 સર્વે નંબરનો પ્રચાર કરે કે જેથી રાજ્યોમાં કોરોના પોઝિટીવના આંકડાને આગળ વધતો રોકી શકાય. આ નંબર અંગેની માહિતી રાજ્ય સરકારોની પ્રમુખ વેબસાઈટ પર પણ રાખવાના આદેશ કેન્દ્રીય મંત્રાલય દ્વારા કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાવાયરસના સંક્રમણના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. દેશમાં સંપૂર્ણપણે લોકડાઉન હોવા છતાંયે રોજ નવા નવા કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી ભારતમાં 19, 984ના કેસ સામે આવ્યા છે જેમાંથી 3, 870 જેટલા દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે જ્યારે 640 લોકોના મોત નિપજ્યા છે.

 

Italy's hospitals struggle through coronavirus outbreak | Reuters.com
image sourc

જો ભારત દેશની સરકાર આપણાં માટે આટલું ઉત્તમ કાર્ય કરી રહી છે તો આપણી પણ ફરજ બને છે કે એમને પૂરતો સાથ અને સહકાર પૂરો પાડીએ. ત્યારે જ આપણો દેશ શક્ય એટલી વહેલી તકે કોરોના મુક્ત રાષ્ટ્ર બની શકશે. જય હિંદ.
eઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ