પ્લાઝમા ડોનર

કોરોના વાયરસ એટલે કે કોવિડ-19 એક એવી બીમારી છે જે હવે આખી દુનિયામાં ફેલાઈને એક મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેમછતાં આખી દુનિયાના કોઈ દેશ પાસે આ કોરોના વાયરસની કોઈ રસી, ઉપચાર કે પછી દવા શોધાઈ નથી ત્યારે આવા સમયમાં વર્ષો પહેલા શોધાયેલ અને જુના જમાનાની પદ્ધતિના સહારો લેવામાં આવી રહ્યો છે. આ પદ્ધતિ છે બ્લડ પ્લાઝમા ડોનેટ થેરપી. બ્લડ પ્લાઝમા થેરપી કઈક આવી રીતે કરવામાં આવે છે. બીમારી માંથી સ્વસ્થ થયેલ વ્યક્તિના બ્લડમાં થયેલ બીમારીના કારક એવા એંટીબોડી ઉત્પન્ન થાય છે.

જેને ઈમ્યુનોગ્લોબીનના નામે ઓળખવામાં આવે છે. સ્વસ્થ વ્યક્તિના બ્લડ માંથી આવા પ્લાઝમા એંટી બોડીસને અલગ કરીને અસ્વસ્થ વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે છે તો તે વ્યક્તિની બીમારી માંથી રીકવરી ઘણી જલ્દી થવા લાગે છે. કોરોના વાયરસ સંક્રમણ જેવી બીમારીમાં સપડાયેલ વ્યક્તિની બચવાની સંભાવના ઘણી વધી જાય છે. કોરોના વાયરસનો અત્યાર સુધીમાં કોઈ ઉપચાર નથી મળ્યો ત્યારે આ બ્લડ પ્લાઝમા થેરપી જ ફક્ત એક વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે.
પ્લાઝમા અલગ કરીને ૨૦૦ એમએલ દર્દીને ચડાવ્યું.:

આઈસીએમઆર દ્વારા નક્કી કરવામાં આવેલ માપદંડ અનુસાર કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયેલ દર્દીના બ્લડમાં રહેલ પ્લાઝમામાં એંટીબોડી બનેલ હોય છે. સોમવારના રોજ એક ડોનરએ ૫૦ વર્ષીય એક મહિલા દર્દીને પોતાનું બ્લડ પ્લાઝમા ડોનેટ કર્યું હતું. કોરોના વાયરસ સંક્રમણનો શિકાર બનેલ આ મહિલા દર્દીને ઓક્સીજન પર રાખવામાં આવી હતી. સ્વસ્થ થયેલ વ્યક્તિના બ્લડમાંથી પ્લાઝમા અલગ કરીને અંદાજીત ૨૦૦ એમએલ જેટલા પ્લાઝમા દર્દીને ચઢાવવામાં આવ્યા હતા. આ પ્લાઝમાને ચડાવતા ૩ કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યારપછી દર્દીનું પરીક્ષણ કરવામાં આવે છે જેમ કે, દર્દીને ઓક્સીજનની જરૂરિયાત કેટલા પ્રમાણમાં ઘટી કે નહી, આઈસીયુમાં દર્દીને કેટલા દિવસ સુધી રાખવામાં આવ્યા જેવા માપદંડ મુજબ ડોક્ટર્સ તુલના કરી રહ્યા છે.
સ્વસ્થ દર્દીએ પ્લાઝમા આપવા માટે આવવું જોઈએ.:

આપણુ જાણવું જરૂરી છે કે, પ્લાઝમા થેરપી કોઇપણ દર્દીને આપી શકાતી નથી. રેસ્પિરેટરી ડીસ્ટ્રેસ હોય તો જ દર્દીને પ્લાઝમા થેરપીનો ઉપયોગ કરી શકાય છે. આ પ્લાઝમા થેરપી માટે એક ઘણી મોટી ટીમ કામ કરી રહી છે. કોરોના વાયરસ સંક્રમણથી સ્વસ્થ થયેલ દરેક દર્દીઓએ પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવવું જોઈએ કેમ કે, અત્યાર સુધી આખી દુનિયામાં અન્ય કોઈ ઉપચાર શોધવામાં આવ્યો નથી. પ્લાઝમા થેરપી અત્યારે પ્રાયોગિક સ્તર પર ચાલી રહી છે. તેમ છતાં એક વાત નક્કી છે કે સ્વસ્થ થયેલ વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કરવા માટે જાતે જ આગળ આવશે તો જ કોઈ ઉકેલ મળી શકશે.
પ્લાઝમા ડોનેટ કરવામાં કોઈ જોખમ નથી.:

કોરોના વાયરસ સંક્રમણથી સ્વસ્થ થયેલ વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કરવા માટે તેઓનું કાઉન્સેલિંગ કરવું પડે છે. જો કે, ખરેખરમાં તો આ સ્વસ્થ થયેલ દર્દીઓએ અન્ય દર્દીઓની મદદ માટે સેવાભાવથી જાતે જ આગળ આવવું જોઈએ. પ્લાઝમા ડોનેટ કરવાની સૌથી સારી વાત એ છે કે, પ્લાઝમા ડોનેટ કરવામાં ડોનરને કોઇપણ પ્રકારનું જોખમ રહેતું નથી. એસવીપીના પ્રિન્સીપાલ ઇન્વેસ્ટીગેટર જનક ખંભોળજાના સહયોગી ડૉ.ચેરી શાહ અને ડૉ. સંકેત શાહ દ્વારા આ રીસર્ચ કરાઈ રહી છે. પ્લાઝમા થેરપી પ્રક્રિયાને પરવાનગી આપી દેવામાં આવી છે સાથે જ આઈસીએમઆર અને એમઓયુ પણ કરવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ