જૂહી ચાવલા હવે ઓફિશિયલ ખેતી કરશે, વાડા ફાર્મહાઉસમાં બનાવી પોતાની નવી ઓફિસ, તસવીરો જોઈ ચોંકી જશો

ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે કે જેણે અમુક સમય બાદ બોલિવૂડને બાય બાય કરી દીધું હોય અને અભિનય છોડી દીધો હોય. જો કે હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે આમ પણ શુટિંગ બંધ છે અને સેલેબ્સ બધા ઘરમાં જ છે.

image source

ત્યારે આજે વાત કરવી છે બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાની કે જે છેલ્લા ઘણા સમયથી મોટા પડદેથી દૂર છે અને પોતાના બિઝનેસમાં વ્યસ્ત છે. જો કે જુહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકો સાથે બધી અપડેટ શેર કરતી રહે છે. હવે જાણવા મળી રહ્યું છે કે તેણે ખેતી શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર પોતાની નવી ઓફિસની તસવીરો પણ શેર કરી છે.

image source

આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે અને વાયરલ થઈ રહી છે. જોઈ શકાય છે કે તેની નવી ઓફિસ એટલી સુંદર છે કે ચાહકોને પણ તે ખૂબ પસંદ આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે જુહીની ઓફિસ વાડામાં તેમના ફાર્મહાઉસમાં છે. જુહીએ આ નવી ઓફિસના બે ફોટા શેર કર્યા છે. જો એના વિશે વિગતે વાત કરીએ તો એક તસવીરમાં તે કેરીના બાગમાં ખુરશી પર બેઠી છે. તેમની સામે એક ટેબલ છે, જેના પર તે લેપટોપમાં કામ કરી રહી છે અને ફોટામાં હસતી જોવા મળી રહી છે. સાથે જ ઘણી કેરીઓ પણ જોવા મળી રહી છે.

image source

એ જ રીતે જો બીજી તસ્વીરની વાત કરીએ તો એમાં જુહી ચાવલા ઝાડ નીચે ખુરશી પર બેઠી છે અને તે તેની ટીમ અને સ્ટાફના સભ્યો સાથે વાત કરતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે જુહી ચાવલાએ કેપ્શનમાં કહ્યું હતું કે તેણે વાડા ફાર્મ ખાતે પોતાની નવી ઓફિસ ખોલી છે.

image source

જેમાં એસી અને ઓક્સિજન હોય છે. ટૂંકમાં હવે જુહી ફિલ્મોથી દૂર ખેતીમાં રસ લઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે જુહી પાસે મુંબઈની બહાર માંડવા અને વાડા વિસ્તારમાં બે ફાર્મહાઉસ છે. જુહી તે ફાર્મહાઉસની જમીનોનો ઉપયોગ સજીવ ખેતી માટે કરે છે. આ ખેતરો તેના પિતાએ લગભગ 20 વર્ષ પહેલાં ખરીદ્યો હતો. જેની સંભાળ હવે જુહી રાખે છે. ગત વર્ષે લોકડાઉન સમયે, જૂહીએ તેના ફાર્મહાઉસમાં વધુ અને વધુ સમય પસાર કર્યો હતો. અને ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી.

image source

ખાલી ફળો જ નહીં પણ એવું પણ કહેવામાં આવે છે કે જુહીએ તેના ખેતરમાં બટાટા, ટામેટા, મેથી, કોથામિર જેવી શાકભાજીની ઓર્ગેનિક જાતો ઉગાડી છે. આ ઉપરાંત તેમના ફાર્મ હાઉસમાં ફળોના બગીચા પણ છે. લોકડાઉન સમયે જૂહીએ પોતાના ફાર્મહાઉસના દરવાજા જમીન વિહોણા ખેડુતો માટે ખોલી દીધા હતા.

image source

જુહીએ ખાતરી આપી હતી કે કોરોના કટોકટી અને આર્થિક કટોકટીની બેવડી ફટકોનો સામનો કરી રહેલા ભૂમિહીન ખેડુતો તેમની જમીનની ખેતી કરીને આજીવિકા મેળવી શકે છે.

image source

જુહીનું ફાર્મહાઉસ સુંદર અને બહારથી હરિયાળીથી ભરેલું છે. જુહીએ પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના ઓર્ગેનિક ચોખાની ખેતી કરી હતી જુહી ચાવલા પર્યાવરણ પ્રત્યે ખૂબ સભાન છે. તે પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે ઘણું યોગદાન આપે છે. ત્યારે હાલમાં આ બે તસવીરો ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહી છે અને ટ્રેન્ડમાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!