કોરોનાવાયરસને કારણે આઈપીએલની 14મી સીઝન મોકૂફ રાખવામાં આવી છે. મોટાભાગના ખેલાડીઓ ઘરે પહોંચી ગયા છે. તે દરમિયાન સમાચાર આવ્યા કે રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતાનું નિધન થયું છે. રવિવારે સાકરીયાએ તેના પિતાને ગુમાવ્યા હતા. આઈપીએલ મુલતવી રાખ્યા પછી, સાકરીયાનો મોટાભાગનો સમય હોસ્પિટલમાં પસાર થયો.

તે આઈપીએલમાંથી થયેલી કમાણીથી તેના પિતાની શ્રેષ્ઠ સારવાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સ આ મુશ્કેલ સમયમાં આ યુવાન બોલરની મદદ માટે આગળ આવ્યુ હતુ અને તેણે સાકરીયાને તમામ શક્ય ટેકો આપવાનું વચન આપ્યું હતું. ફ્રેન્ચાઇઝીએ કહ્યું કે અમે ચેતન સાકરીયાના સંપર્કમાં છીએ અને આ મુશ્કેલ સમયમાં તેમને અને તેના પરિવારને તમામ શક્ય મદદ કરવામાં આવશે.

આઈપીએલની આ સીઝનમાં 7 વિકેટ લેનાર સાકરીયાએ આ વર્ષે જાન્યુઆરીમાં જ તેના ભાઈને ગુમાવ્યો હતો. તે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો, જ્યારે તેના ભાઈએ દુનિયાને અલવિદા કહ્યું. ગયા અઠવાડિયે ભારતીય મહિલા ક્રિકેટર વેદ કૃષ્ણમૂર્તિએ કોવિડ 19 ના કારણે તેની બહેન ગુમાવી દીધી હતી. એપ્રિલની શરૂઆતમાં પણ, તે વાયરસને કારણે તેની માતાને ગુમાવી હતી.
It pains us so much to confirm that Mr Kanjibhai Sakariya lost his battle with Covid-19 earlier today.
We’re in touch with Chetan and will provide all possible support to him and his family in this difficult time.
— Rajasthan Royals (@rajasthanroyals) May 9, 2021
આ ઉભરતા બોલરે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તે આઈપીએલની આ સીઝનથી થયેલી કમાણીથી તેના પિતાની સારી સારવાર કરાવશે. તેણે કહ્યું કે તે ભાગ્યશાળી છે કે રાજસ્થાન રોયલ્સે તેને થોડા દિવસો પહેલા પૈસા આપ્યા હતા.

તેણે પોતાની કમાણી ઘરે મોકલી દીધી હતી, જે આ મુશ્કેલ સમયમાં પરિવાર માટે કામ આવી. આઈપીએલ મુલતવી પછી, તે તેના પિતાને જોવા માટે પીપીઇ કિટ પહેરીને હોસ્પિટલમાં પહોંચ્યો હતો. રાજસ્થાને આ ખેલાડીને 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે આ સીઝનમાં 7 મેચોમાં 7 વિકેટ ઝડપી હતી, જેમાં એમએસ ધોની, સુરેશ રૈના, કેએલ રાહુલની વિકેટનો સમાવેશ છે. સાકરીયાના પરિવારની વાત કરીએ તો તેના પિતા એક સમયે ટેમ્પો ચલાવતા હતા. પરંતુ તેણે આ નોકરી બે વર્ષ પહેલાં છોડી દીધી હતી.

પહેલા ભાઈ પછી પિતાના નિધનથી હાલ અત્યારે તેના ઘરમાં કોઈ મોભીનો સહારો રહ્યો નથી, એટલે કે તેના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરિયાનું નિધન થયું છે. હવે જીવનના સફરમાં માત્ર હવે મોભી તરીકે તેના મામાનો સહારો રહ્યો છે. નોંધનિય છે કે આ વખતની આઇપીએલમાં કેટલીક મેચ રમીને ચેતને ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું. તો બીજી તરફ ઘણા દિગ્ગજ ક્રિકેટરો તેની બોલિંગના વખાણ કરી ચૂક્યા છે. ચેતને કહ્યું હતુ કે હું સમયસર પહોંચી ગયો ને મારા પિતાની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી ત્યારે સેવા કરવાનો મને મોકો મળ્યો. બાકી મારા ભાઇની આત્મહત્યા વખતે મેચો શરૂ હોઈ મને કહેવામાં આવ્યું ન હતું એનો મને આજેય વસવસો રહી ગયો છે. ચેતનના પિતાના નિધન પર રાજસ્થાન રોયલ્સે ટ્વીટ કરી માહિતી આપી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!