સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થ ધામ તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુ 101 વર્ષની ઉંમરે થયા બ્રહ્મલીન, મોરારીબાપુએ શોક વ્યક્ત કર્યો

તુલસીશ્યામનું ધાર્મિક માહાત્મ્ય: આ જગ્યાનું પૌરાણિક માહાત્મ્ય રહેલું છે. સ્વર્ગના દેવો અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે આ જગ્યા. અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણું શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસીશ્યામ પડ્યું છે. આ મંદિરના દર્શન માટે 400 પગથિયા ચડી ડુંગર પર જવું પડે. અહીં આવેલા ગરમ પાણીના કુંડની માહાત્મ્ય પણ એટલું જ રહેલું છે, શિળાયો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય આ કુંડનું પાણી ગરમ જ રહે છે. આવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગીના રોગ દૂર થઈ જાય છે.

image source

સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા ગીર મધ્ય જંગલમા આવેલા તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુનુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે બ્રહ્મલીન થતા શોક છવાયો છે. બાલકૃષ્ણદાસબાપુનું 101 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. બાલકૃષ્ણદાસબાપુના નિધનના સમાચાર મળતા મોરારીબાપુએ પોતાની કથા દરમિયાન દુઃખ વ્યક્ત કર્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં જાણીતા ધાર્મિક સ્થળ તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુ થયા બ્રહ્મલીન થયા છે. 101 વર્ષની ઉંમરે બાલકૃષ્ણદાસબાપુ બ્રહ્મલીન થયા છે. મહુવાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે તેમનું નિધન થયું હતું.

image source

મહંત બાલકૃષ્ણદાસ બાપુના નિધનથી સેવકોમાં શોકની લાગણી વ્યાપી છે. સોમનાથ કથા દરમિયાન મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો હતો. બાલકૃષ્ણદાસબાપુ કથાકાર મોરારીબાપુના પ્રિય મહંત હતા. મોરારીબાપુ તેમના દર્શન માટે વાંરવાર આવતા હતા અને અનેક જાહેર કાર્યક્રમમાં બાલકૃષ્ણદાસ બાપુને યાદ કરતા હતા. આજે જ્યારે બાલકૃષ્ણબાપુ બ્રહ્મલિન થયાના સમાચાર મળતા મોરારીબાપુ શોકમાં ગરકાવ થયા હતા. સોમનાથ ખાતે ચાલી રહેલી તેમની કથા દરમિયાન તેમણે આ દુઃખદ સમાચાર અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. બાલકૃષ્ણદાસ બાપુ ના દર્શન કરવા મોરારીબાપુ વાંરવાર જતા હતા મોરારીબાપુ ને હૃદયથી આ મહંત ઉપર આસ્થા હતી.

image source

ત્રણ દિવસ પહેલા તુલસીશ્યામ ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂનુ પણ અવસાન થયું હતું તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂનુ 3 દિવસ પહેલા દુઃખદ અવસાન થયુ હતું. આજે મહંત બાલકૃષ્ણદાસબાપુનો દેહવિલય થતા અમરેલી સહિત સૌરાષ્ટ્ર મુંબઈ સેવકગણમાં શોક છવાયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સેવકગણ શોક સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.

image source

તો ગઈકાલે અમદાવાદનાં શિવાનંદ આશ્રમનાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજીનું 76 વર્ષની ઉમરે નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસથી તેઓ શહેરની એસ.વી.પી. હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે શનિવારે બપોરે 12 કલાકે તેમનું નિધન થયું છે. કોરોનાકાળ હોવાને કારણે સોશિયલ મીડિયાના માધ્યમથી સેવકગણ શોક સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!