જુડવામાં સલમાનની કો સ્ટાર રહેલી રંભા આજે 24 વર્ષ બાદ દેખાય છે કંઇક આવી, જોઇ લો તસવીરોમાં

જુડવામાં સલમાનની કો સ્ટાર રહેલી રંભા આજે 24 વર્ષ બાદ કંઈક આવી દેખાય છે.

image source

જો તમને સલમાન ખાનની ફિલ્મ જુડવા યાદ હશે તો તેમાં કરિશ્મા કપૂર ઉપરાંત સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ રંભા પણ સલમાન સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. તેણીએ સલમાન સાથે ફિલ્મ બંધનમાં પણ કામ કર્યું હતું અને અનિલ કપૂર સાથે ઘરવાલી બહારવાલીમાં પણ કામ કર્યું હતું અને ગોવીંદા સાથે ક્યુંકી મેં જૂઠ નહીં બોલતા,તેમજ ક્રોધ જેવી ફિલ્મમાં કામ કર્યુ છે.

image source

રંભા આંદ્ર પ્રદેશના વિજય વાડામાં ઉછરેલી છે. તેણીનું મૂળ નામ વિજયાલક્ષ્મી છે. તેણી હાલ કેનેડામાં સ્થિર થઈ છે અને તેને બે દીકરીઓ અને એક દીકરો છે. તેણીએ પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત 1992માં આ ઓકાતી અદાકુ નામની તેલુગુ ફિલ્મમાં રંભાનું પાત્ર ભજવીને કરી હતી. અને ત્યારથી જ તેણે પોતાનું નામ રંભા રાખ્યું હતું.

image source

તમને જાણીને નવાઈ લાગશે પણ તેણીએ અત્યાર સુધીમાં 100 કરતાં પણ વવધારે, તેલુગુ, તમીલ, કનડા અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું. જો કે તેણીએ તામિલનાડુના જાણીતા ટીવી શો મનડા મયીલાડા માં જજ બની હતી, આ ઉપરાંત તેણી તેલુગુ ડાન્સ શો માં પણ જજ રહી ચૂકી છે.

image source

ઘણા લાંબા સમયના ગેપ બાદ તેણી ટોરેન્ટોથી પાછી આવી હતી અને તેણીએ ઝી તેલુગુ ચેનલ પર આવનાર એબીસીડી – એની બડી કેન ડાન્સ શો તેમજ વિજયા ટીવી પર કીંગ્સ ઓફ કોમેડી જુનિયરમાં જજ તરીકે જોવા મળી હતી.

image source

ટોરોન્ટો સ્થિત પોતાના પતિની કંપની તેમજ ચેન્નાઈ સ્થિત કોલર્સ હેલ્થ કેરની તેણી બ્રાન્ડ એમ્બેસેડર છે. રંભા યાદ આવે એટલે સલમાન ખાન સાથેનું તેનું ટન ટના ટન ટન ટન ટારા સોંગ ચોક્કસ યાદ આવે, જો કે તેણી હવે તદ્દ્ન અલગ લાગી રહી છે. અને આજે અમે તમને તેની કેટલીક લેટેસ્ટ તસ્વીરો બતાવીશું.

image source

2018માં જ્યારે સલમાન ખાન કેનેડા ખાતે પોતાની દંબગ ટૂઅર કરી રહ્યો હતો તે વખતે તે રંભા અને તેણીના કુટુંબને મળ્યો હતો. સલમાને તે વખતે રંભા તેમજ તેની દીકરી સાથે કેટલીક તસ્વીરે પણ લીધી હતી.

image source

રંભા અન્ય સ્ટાર્સની જેમ ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ રહે છે. તેણી અવારનવાર પોતાની તેમજ પોતાના ફેમિલીના સભ્યોની તસ્વીરો ઇન્સ્ટા પર શેર કરતી રહે છે. પછી તે ક્રીસ્મસની તસ્વીરો હોય, ન્યૂ યર સેલિબ્રેશનની તસ્વીર હોય કે પછી સાઉથ ઇનિડ્યાના કોઈ મોટા તહેવારના સેલિબ્રેશનની તસ્વીરો હોય. તેનું ઇન્સ્ટાગ્રામ સતત એક્ટિવ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ