બોલીવૂડની આ ફિલ્મોને કેટલાક દેશોમાં કરવામાં આવી છે બેન, જાણો તેની પાછળના ચિત્ર વિચિત્ર કારણો

બોલીવૂડની આ ફિલ્મોને કેટલાક દેશોમાં કરવામાં આવી છે બેન – જાણો તેની પાછળના ચિત્ર વિચિત્ર કારણો

બોલીવૂડના ફેન માત્ર ભારતમાં જ છે તેવું નથી તેઓ કરોડોનું ફેન ફોલોઈંગ વિદેશોમાં પણ ધરાવે છે. એક બાજુ સમગ્ર વિશ્વમાં મલ્ટીપ્લેક્સ સ્ક્રીન વધી રહ્યા છે બીજી બાજુ બોલીવૂડના સિતારો પણ વિદેશમાં દિવસેને દિવસે વધારે અને વધારે લોકપ્રિય બની રહ્યા છે. અને કેટલાક દેશોમાં તો તમને આશ્ચર્ય થશે પણ હોલીવૂડની ફિલ્મો કરતાં બોલીવૂડની ફિલ્મો વધારે પસંદ કરવામાં આવે છે.

image source

તેમ છતાં બોલીવૂડની કેટલીક ફિલ્મોને કેટલાક દેશોમાં બેન કરવામાં આવી છે તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે જેમાં ગ્રાફીક વાયલન્સ હોય, કે પછી વધારે પડતી સેક્શ્યુઅલ સિચુએશન્સનું કારણ જવાબદાર હોઈ શકે કે પછી જે તે દેશોની ધાર્મિક લાગણીઓને દુભવતા વિષય પર હોય. જો કે કેટલાક કારણો આપણને વ્યાજબી લાગે છે પણ કેટલાક કારણો સાવ જ ધડ માથા વગરના લાગે છે.

તો ચાલો જાણીએ બોલીવૂડની કઈ કઈ ફિલ્મોને બીજા દેશોમાં બેન કરવામાં આવી છે.

ધ ડર્ટી પિક્ચર

image source

આ ફિલ્મમાં વિદ્યા બાલન, તુશાર કપૂર, ઇમરાન હાશમી અને નસીરુદ્ધિન શાહ મુખ્ય પાત્રોમાં હતા. આ ફિલ્મને કુવૈતમાં બેન કરવામાં આવી હતી. આ ફિલ્મ સાઉથ ઇન્ડિયન હીરોઈન સિલ્ક સ્મિથા પર બનાવવામાં આવી હતી જે કુવૈતના દર્શકો માટે થોડી વધારે પડતી જ બોલ્ડ હતી.

બોમ્બે

image source

બોમ્બે ફિલ્મ દિગ્ગજ ડીરેક્ટર મણિ રત્નમ દ્વારા ડીરેક્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મના રિલિઝ વખતે કેટલીક હિંસક ઘટનાઓ પણ બની ગઈ હતી. આ ફિલ્મને સિંગાપોરમાં બેન કરવામાં આવી હતી. કારણ કે તેમના માનવા પ્રમાણે ફિલ્મ ધાર્મિક તણાવ ઉત્પન્ન કરનારી હતી.

ફિઝા

image source

આ ફિલ્મને મલેશિયામાં બેન કરવામાં આવી હતી. કારણ કે તેમની સરકારનું એવું માનવું હતું કે મુસ્લિમ ટેરિરીસ્ટ ન હોઈ શકે. આ ફિલ્મ માટે કરિશ્મા કપૂરને બેસ્ટ એક્ટ્રેસ માટે લગભગ બધા જ અવોર્ડ મલ્યા હતા.

ઓહ માય ગૉડ

image source

આ ફિલ્મમાં પરેશ રાવલ અને અક્ષય કુમાર મુખ્ય પાત્ર ભજવતા જેવા મળે છે. આ ફિલ્મ રિલિઝ થઈ ત્યારે ભારતમાં પણ ઘણા વિવાદ સર્જાયા હતા પણ મિડલ ઇસ્ટના કેટલાક દેશોમાં તો આ ફિલ્મને બેન જ કરવામાં આવી હતી કારણ કે તેમાં અહીં આ ફિલ્મને તેમના દેશના લોકોની ધાર્મિક લાગણીઓને દુઃભવતી માનવામાં આવી હતી.

તેરે બીન લાદેન

image source

તેરે બીન લાદેનને પાકિસ્તાનમાં બેન કરવામાં આવી હેતી કારણ કે આ ફિલ્મની વાર્તા અલ કાયદાના હેડ ઓસામા બિન લાદેન પર બનાવવામાં આવી હતી. જો કે આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ હતી. પાકિસ્તાનના સેન્સર બોર્ડના માનવા પ્રમાણે આ ફિલ્મ અંતિમવાદીઓને ખોટો સંદેશ પહોંચાડી રહી હતી અને તેના કારણે રમખાણો અને હૂમલા પણ થઈ શકે તેમ હતા.

પેડ મેન

image source

અક્ષય કુમારની આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત હતી જે સેનેટરી નેપ્કિન પર આધારિત હતી. આ ફિલ્મને પાકિસ્તાન ફેડરલ સેંસર બોર્ડ દ્વારા બેન કેરવામાં આવી હતી. તેમનું એવું માનવું હતું કે તેઓ તેવી ફિલ્મને પોતાના દેશમાં ન દર્શાવવા દઈ શકીએ જે તેમની સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધની હોય.

ફેન્ટમ

image source

આ ફિલ્મને પણ પાકિસ્તાનમા બેન કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે આ ફિલ્મને એટલા માટે બેન કરવામાં આવી હતી કારણ કે JuD ચીફ અને મુંબઈ એટેકના માસ્ટરમાઇન્ડ હાફીઝ સઈદને લાગતું હતું કે ફિલ્મમા તેને ખરાબ રીતે ચિત્રિત કરવામાં આવ્યો છે.

ઉડતા પંજાબ

image source

આ ફિલ્મે ભારતમાં તો માહોલ ગરમ કર્યો જ હતો. પણ તેને પાકિસ્તાનમાં બેન કરવામાં આવી હતી કારણ કે ફિલ્મમાં અત્યંત અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

રાંઝણા

image source

આ ફિલ્મમાં એક હિન્દુ યુવાનને મુસ્લિમ યુવતિને એક પક્ષિય પ્રેમ કરતો દર્શાવવામાં આવ્યો છે. જે પાકિસ્તાની સેંસર બોર્ડને પસંદ ન આવ્યું. અને સાથે સાથે મુસ્લિમ યુવતિનું પાત્ર ભજવનાર સોનમનું કેરેક્ટર પણ તેમને પસંદ નહોતું આવ્યું કારણ કે તેણીને એક બીજા હીન્દુ યુવાનના પ્રેમમાં પડતી બતાવવામાં આવી હતી. આ જ કારણસર પાકિસ્તાનમાં તેને દર્શાવવામાં નહોતી આવી. જો કે આ ફિલ્મે ભારતમાં સારો દેખાવ કર્યો હતો.

બેબી

image source

પાકિસ્તાનના સેન્સર બોર્ડે આ ફિલ્મને એટલા માટે બેન કરી હતી કારણ કે આ ફિલ્મમાં પાકિસ્તાનને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યું હતું અને બધા જ મુસ્લિમેને આતંકવાદી દર્શાવવામાં આવ્યા હતા.

ઢીશૂમ

image source

જોહ્ન અબ્રાહમ અને વરુણ ધવન અભિનિત આ ફિલ્મમાં મિડલ ઇસ્ટની એક મેચ દરમિયાન ભારતના ટોપ બેટ્સમેનને ગાયબ થતો દર્શાવવામાં આવ્યો હતો. આ એક સીધી સરળ બોલીવૂડ કોપ મૂવી હતી. પણ ફિલ્મમાં પાકિસ્તાનની છવી સારી નહોતી દર્શાવવામાં આવી માટે તેને ત્યાં બેન કરવામાં આવી હતી.

નીર્જા

image source

આ ફિલ્મની વાર્તા કરાચી એરપોર્ટ પર 1986માં થયેલા પેન એમ ફ્લાઈલ્ટ 73ના હાઇજેકીંગ આસપાસ ફરે છે. આ ફિલ્ને પાકિસ્તાનમાં એટલા માટે રજૂ કરવા દેવામાં નહોતી આવી કારણ કે તેમના દેશને તેમાં ખરાબ રીતે ચીતરવામાં આવ્યો હતો.

બેંગિસ્તાન

image source

આ ફિલ્મને પણ પાકિસ્તાનમાં બેન કરવામાં આવી હતી કારણ કે તેમાં બે સુસાઈડ બોમ્બરના જીવન પર આધારીત હતી.

ડેલ્હી બેલી

image source

આ ફિલ્મમાં અત્યંત વધારે પ્રમાણમાં અપશબ્દો એટલે કે ગાળાગાળી દર્શાવવામાં આવી હતી અને તે જ કારણસર ફિલ્મને નેપાળમાં બેન કરવામાં આવી હતી. નેપાળમાં ચાંદની ચોક ટુ ચાઈનાને પણ બેન કરવામાં આવી હતી તમના પ્રમાણે ફિલ્મમાં નેપાળી કોમ્યુનિટીની લાગણીને દુઃભવવામાં આવી હતી.

એજન્ટ વિનોદ

image source

ભારતમાં સૈફ અલિ ખાનની સ્પાઈ ફિલ્મ એજન્ટ વિનોદને ભારે સફળતા મળી હતી. પણ પાકિસ્તાનમાં આ ફિલ્મ પર સદંતર બેન મુકી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાને આ ફિલ્મથી વાંધો એ હતો કે આ ફિલ્મમાં પાકિસ્તાનના હાઇ કમાન્ડ્સ અને જાસૂસોને દીલ્લી પર ન્યુક્લીઅર બોંમ નાખવા માગતા તાલિબાના ટેકેદારો બતાવવામાં આવ્યા હતા. માટે આ ફિલ્મ તો નિઃશંક પણે પાકિસ્તાને બેન કરવી જ પડે તેમ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ