બે સાપ વચ્ચે જામી ખતરનાક લડાઈ, વીડિયો જોઈ ભલભલા થરથરી ઉઠશે, સોશિયલ મીડિયા પર ભૂચાલ આવી ગયો

સોશિયલ મીડિયા પર ઘણીવાર પ્રાણીઓના અદ્ભુત વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જે ઘણીવાર આપણને ચોંકાવી દેતો હોય છે. ઘણી વખત સાપના આવા જોખમી વીડિયો વાયરલ થતાં હોય છે કે જે આપણા વાળ ઉભા કરી દેતો હોય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયર થઈ રહ્યો છે જે જોઈને તમને પાક્કું આશ્ચર્ય થશે. આ વીડિયો બે ઝેરી સાપ વચ્ચે એક જબરદસ્ત ફાઈટનો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

दो खतरनाक सापों के बीच हुई जबरदस्त Fight, एक-दूसरे से लिपटकर ऐसे किया Attack - देखें Shocking Video
image source

આ વીડિયોને snakes_of_india નામથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે કૅપ્શનમાં લખાયેલું છે, બે સાપ વચ્ચેનો લડાઇ આ રીતે બગીચામાં જોવા મળવી એ આકર્ષક અને રોમાંચક અનુભવ છે. ખુશી છે કે મારા કુટુંબને તે જોવા મળી અને આનંદ થયો. જલદીથી આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, લોકોએ તેને એકબીજા સાથે વહેંચવાનું શરૂ કર્યું. આ વીડિયો અત્યાર સુધીમાં 30 હજારથી વધુ જોવા મળી છે.

image source

બે સાપ વચ્ચેની આ ખતરનાક લડાઇ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને ઝેરી સાપ વચ્ચેની લડવા જોવાનો મોકો મળે તો એ વાતને નાની વાત ન કહેવાય. વીડિયોમાં તમે જોઈ શકો છો, કેવી રીતે બે સાપ એકબીજાને લપેટાઈને બાધી રહ્યા છે. અને એકબીજાને ઘેરી રહ્યા છે. બંને એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આ બે વસ્તુઓ જોઈને ડર પણ લાગે એવા સીન છે.

image source

આ પહેલાં પણ સાપ અને નોળિયા વચ્ચનો વીડિયો વાયરલ થયો હતો અને જેમાં અદ્ભૂત લડાઈ જોવા મળી હતી. સાપ અને નોળિયાને કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. અવાર નવાર બંનેની લડાઈ જોવા મળતી હોય છે. બંનેની લડાઈનો અંત ક્યારેક કોઈ એકના મોત સાથે આવતો હોય છે.

image source

કેટલાક સમય પહેલાં આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો Susanta Nanda IFS નામના એક ટ્વીટર યૂઝરે પોસ્ટ કર્યો હતો, જેમા સાપ અને નોળિયાની લડાઇ સાફ દેખાઇ રહી હતી. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો હતો. .

વાયરલ થયેલા વીડિયોમાં એક નોળિયો રોડ વચ્ચે જ એર લાંબા સાપનો શિકાર કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ રોડ વચ્ચેથી સાપ પસાર થઇ રહ્યો હોય છે તે દરમિયાન જ નોળિયો ત્યાં આવી પહોંચે છે. સાપનો શિકાર કરવા માટે ઉતાવળો બનેલો નોળિયો છલાંગ લગાવીને સાપને પોતાના મોઢામાં પકડી લે છે.અને આ લડાઇને જોવા માટે લોકો રોડ પર જ પોતાની કાર થંભાવી દે છે. આ લડાઇમાં સાપ અને નોળિયામાંથી કોનો વિજય થાય છે તે અંતમાં પણ જાણી શકાતુ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ