OMG! ગુજરાતના આ ગામમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાતા હાહાકાર, તંત્ર એલર્ટ

મળેલ જાણકારી મુજબ, પુણે મોકલવામાં આવેલ સેમ્પલમાં UK દેશના નવા સ્ટ્રેનના લક્ષણ સામે આવ્યાની પુષ્ટિ કરવામાં આવી હોવાના અહેવાલો મળતા જ તંત્ર સાવધ થઈ ગયું છે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

સુરત શહેરમાં ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા.

image source

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના વરાછા વિસ્તાર, પાલનપુર વિસ્તાર, પાલ વિસ્તાર અને સરથાણા વિસ્તારમાં ફરીથી ક્લસ્ટર ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે જ્યાં વરાછા વિસ્તારમાં ૬૮ વ્યક્તિઓ, સરથાણા વિસ્તારમાં ૨૬૪ વ્યક્તિઓ અને પાલ- અડાજણ વિસ્તારમાં ૧૭૩૮ વ્યક્તિઓને ક્લસ્ટર જાહેર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહી, ક્લસ્ટર વિસ્તારમાં સામાન્ય નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં શુક્રવારના રોજ ૫૧૫ નવા કેસ સામે આવ્યા છે.

શુક્રવારના રોજ ગુજરાત રાજ્યમાં ૫૧૫ જેટલા કોરોના વાયરસના નવા કેસ નોંધવામાં આવ્યા છે આ ખરેખર હવે ચિંતાનો વિષય બની ગયો છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ, ૨૪ કલાકમાં જ ૪૦૫ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. આજ રોજ કોરોના વાયરસથી ગુજરાત રાજ્યમાં એક દર્દીનું મૃત્યુ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અત્યારે અંદાજીત ૪૦ જેટલા દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. એક બાજુ કોરોના વાયરસની વેક્સિનેશન અભિયાન પુરજોશથી આગળ વધી રહ્યું છે તેમ છતાં હજી પણ સામાન્ય જનતામાં બેદરકારી રાખી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

image source

અત્યાર સુધીમાં કુલ ૪૪૧૩ દર્દીઓના મોત કોરોના વાયરસથી થયા.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં જેટલા પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ હતા તેમાંથી કુલ ૨,૬૪,૯૬૯ દર્દીઓ દ્વારા કોરોના વાયરસને હરાવીને સ્વસ્થ થઈ ગયા છે ત્યાં જ ૪૪૧૩ દર્દીઓનું મૃત્યુ કોરોના વાયરસની સારવાર દરમિયાન જ થઈ ગયું છે. સક્રિય કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારે ૨૮૫૮ સક્રિય કેસ છે અને રીકવરી રેટ વધીને ૯૭.૩૩% જેટલો થઈ ગયો છે.

મહાનગરોમાં એકવાર ફરીથી ચિંતામાં થયો વધારો.

image source

કોરોના વાયરસનું સંક્રમણ શરુઆતથી જ અમદાવાદ શહેરમાં સૌથી વધારે ફેલાયો છે ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ગયા પછી હવે ફરીથી કોરોના વાયરસ સંક્રમણ ફરીથી ફેલાવાનો શરુ થઈ ગયો છે. આજ રોજ ઘણા લાંબા સમય બાદ ૫૦૦ કરતા વધારે કેસ નોંધવામાં આવતા ચિંતામાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ૧૧૩ નવા કેસ સામે આવ્યા છે ત્યાં જ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ૨ કેસ નોંધવામાં વ્યા છે.

સુરતના શહેરી વિસ્તારમાં ૧૦૧ કેસ નોંધવામાં આવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં ૯ નવા કેસ સામે આવ્યા છે, જયારે વડોદરા શહેરી વિસ્તારમાં ૯૦ નવા કેસ નોંધવામાં આવ્યા છે, અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩ નવા કેસ નોંધવામાં આવ્યા છે. જયારે રાજકોટના શહેરી વિસ્તારમાં ૪૬ નવા કેસ સામે આવ્યા છે અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ નવા કેસ નોંધવામાં આવ્યા છે.

દિલ્લી શહેરમાં ફક્ત એક જ દિવસમાં કોરોના વાયરસના ૩૧૨ નવા કેસ નોંધવામાં આવ્યા છે.

image source

કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વાયરસના રસીકરણ પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્લી ધ્હેરમાં ગુરુવારના રોજ એક જ દિવસમાં સૌથી વધારે રસીકરણ થયાનો રેકોર્ડ તૂટી ગયો છે. ત્યાં જ આવનાર મહામારીના આંકડાઓ આ સાબિત કરી રહ્યા છે કે, કોરોના વાયરસની વેક્સિન આવી ગયા પછી પણ લોકોમાં બેદરકારી વધતી જોવા મળે છે. મહારાષ્ટ્ર રાજ્ય પછી દિલ્લીમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી રહ્યા છે.

દિલ્લી શહેરમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ૩૧૨ નવા કેસ નોંધવામાં આવ્યા છે. ત્યાં જ ૩ દર્દીઓના મૃત્યુ કોરોના વાયરસની સારવાર દરમિયાન જ થઈ ગયા છે. દિલ્લીમાં પોઝેટીવીટી રેટ વધીને ૦.૫૩% સુધી પહોચી ગયો છે. દિલ્લીમાં અત્યાર સુધીમાં ૬,૪૦,૪૯૪ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાંથી ૬,૨૭,૭૯૭ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને કોરોના વાયરસના કારણે ૧૦,૯૧૮ દર્દીઓએ પોતાનું જીવન ગુમાવી દીધું છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં એક જ દિવસમાં ૧૦,૨૧૬ નવા કેસ નોંધવામાં આવ્યા છે.

image source

દેશમાં કોરોના વાયરસની સૌથી અસર મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી છે મહારાષ્ટ્ર રાજ્યમાં એક જ દિવસમાં ૧૦,૨૧૬ નવા કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે ૫૩ દર્દીઓના મૃત્યુ કોરોના વાયરસની સારવાર દરમિયાન જ થઈ ગઈ છે અને ૬૪૬૭ દર્દીઓ આજ રોજ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યાર સુધી ૨૧,૯૮,૩૯૯ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાંથી ૨૦,૫૫,૯૫૧ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને ૫૨,૩૯૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યારે પણ ૮૮,૮૩૮ કેસ સક્રિય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!