સાવધાન: તમને પણ કોઈ સસ્તામાં આયુષ્માન કાર્ડ બનાવી આપે તો ચેતજો, વાંચી લો આ પરિવાર સાથે શું થયું…

ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું રેકેટ પ્રકાશમાં આવ્યા પછી સુરત પોલીસ દ્વારા બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું રેકેટ ચલાવવાનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. સુરત પોલીસ દ્વારા ભાવનગરના રહેવાસી મુકેશ મકવાણાની ધરપકડ કરી લેવામાં આવી છે.

image source

નોંધનીય બાબત છે કે, ગયા વર્ષે સુરત સિવિલ હોસ્પિટલમાં એક દર્દી પાસેથી બોગસ આયુષ્યમાન કાર્ડ મળી આવ્યું હતું. ગયા વર્ષે જ એક હાર્ટ એટેકના દર્દીના પરિવાર દ્વારા આયુષ્યમાન કાર્ડ બતાવવામાં આવ્યું તે સમયે નકલી આયુષ્યમાન કાર્ડની હકીકત સામે આવી હતી. દર્દીના પરિવારના સભ્યોની પુછપરછ કરતા સમયે આખી ઘટના વિષે જાણકારી મળી હતી. ત્યાર બાદ મૂળ ભાવનગરના રહેવાસી એવા ભેજાબાજ મુકેશ મકવાણાની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

image source

કેવી રીતે થયો બોગસ આયુષ્યમાન કાર્ડનો ખુલાસો?

-૭૦૦ રૂપિયામાં નકલી આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યું.

-દર્દીને હાર્ટ એટેક આવવાથી તેને સુરતની મહાવીર હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા.

-મહાવીર હોસ્પિટલમાં સારવાર લેતા સમયે આયુષ્યમાન કાર્ડ બોગસ હોવાની જાણ થઈ હતી.

image source

-સુરત શહેરમાં બનાવવામાં આવેલ બોગસ આયુષ્યમાન કાર્ડની કડી છે કે ભાવનગર સુધી પહોચી ગઈ.

-હોસ્પિટલમાં જયારે આયુષ્યમાન કાર્ડનો નંબર વેરીફાઈ કરવા સમયે નાખવામાં આવ્યો ત્યારે આયુષ્યમાન કાર્ડ બોગસ હોવાનો ખુલાસો થયો હતો.

-મૂળ ભાવનગરના રહેવાસી ભેજાબાજ મુકેશ મકવાણા દ્વારા બનાવી આપવામાં આવ્યા હતા બોગસ આયુષ્યમાન કાર્ડ.

-ખીમજીભાઈ પાસેથી ૩ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કુલ ૨૧૦૦ રૂપિયાની વસુલાત કરવામાં આવી હતી.

image source

-વર્ષ ૨૦૧૯ માં સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આયોજિત કરાયેલ એક સંમેલન દરમિયાન ભેજાબાજ મુકેશ મકવાણા દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાનો પ્રચાર કરવામાં આવ્યો હતો.

-આ સંમેલનમાં મુકેશ મકવાણાએ આયુષ્યમાન કાર્ડ બનાવી આપે છે તેવો પ્રચાર કરવામાં આવ્યો હતો.

-આયુષ્યમાન કાર્ડ બનાવી આપવા માટે આધાર કાર્ડ લઈને બનાવી આપવામાં આવ્યા હતા ૩ બોગસ આયુષ્યમાન કાર્ડ.

image source

-સુરત પોલીસ દ્વારા ભાવનગરમાં રહેતા મુકેશ મકવાણાની ધરપકડ કરી લીધા બાદ બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાના તાર ક્યાં સુધી પહોચ્યા છે તેના વિષે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!