કોર્ટે જોહ્નસન એન્ડ જોહ્નસન કંપનીને ફટકાર્યો 1400 કરોડ રૂપિયાનો દંડ ! તેની આ પ્રોડક્ટ લોકોના જીવ લે છે !

જોહ્નસન એન્ડ જોહ્નસનનું નામ સાંભળતાં જ આપણી આંખ આગળ નાનકડું સુંદર મજાનું બાળક તરી આવે છે. જોહ્નસન એન્ડ જોહ્ન્સન કંપની બાળકોને લગતા ત્વચા ઉત્પાદનો, દવાઓ, મેડિકલ ડીવાઈસીસ વિગેરેનું વેચાણ કરે છે. પણ છેલ્લા એક દોઢ દાયકાથી તેના ઉત્પાદનમાં જીવલેણ તત્ત્વોનો વપરાશ થઈ રહ્યો હોય તેવી અગણિત ઘટનાઓ સામે આવી છે અને તેને માટે તેને અમેરિકન ન્યાયાલય તરફથી ઘણા બધા દંડો પણ ફટકારવામાં આવ્યા છે.

તાજેતરમાં અમેરિકાની કોર્ટે ફરી આ કંપનીને સેંકડો કરોડોનો દંડ ફટકાર્યો છે. જોહ્ન્સન એન્ડ જોહ્નસન કંપનીને તાજેતરમાં 57.20 કરોડ ડોલર એટલે કે લગભગ 4200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ કંપનીને નશીલી દવાઓના ઉપયોગ માટે કરવામા આવ્યો છે. જોહ્નસન એન્ડ જોહ્નસન કંપનીની એક પેઈન કીલર દવામાં અફીણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જેનો ઉપયોગ પીડાનાશક તરીકે તો ઓછો પણ નશા માટે વધારે કરવામાં આવતો હતો. અને આ ઓપૉયડ દવાના કારણે 1999થી 2017 દરમિયાન ચાર લાખ મૃત્યુ નોંધાયા છે.

ઓકલાહોમાના જિલ્લા ન્યાયાલયના જજે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે કે કંપની આ દવામાં વપરાતા આ નશિલા પદાર્થની માનવ શરીર પરની જોખમી અસરને જાણતી હોવા છતાં આ દવામાં જાણી જોઈને અફિણનો ઉપોયગ કરતી હતી.

આ દવાના કારણે મોતના મોઢામાં સપડાયેલા દર્દીઓ માટે અમેરિકન સરકારે તેમની સારવાર માટે માંગેલી રકમના ક્યાંય વધારે દંડ જજ દ્વારા ફટકારવામાં આવ્યો છે. ન્યાયાધીશે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે જોહ્ન્સન એન્ડ જોહ્નસન કંપનીએ રાજ્યના કાયદાનું ઉલંઘન કર્યું છે. કંપનીના ખોટા અને ભ્રામક માર્કેટિંગના કારણે આજે હજારો યુવાનોને નશાની લત લાગી ગઈ છે અને તેના ઓવરડોઝના કારણે મૃત્યુની અગણીત ઘટનાઓ પણ સામે આવી છે.

ગયા વર્ષે આ જ કંપનીને 321 અબજ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

2018માં પણ જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન કંપનીના એક ઉત્પાદનથી જીવલેણ બીમારી થવાના પુરાવાઓ સાબિત થવાથી કોર્ટ દ્વારા કંપનીને 321 અબજ રૂપિયાનો દંડ કરવાં આવ્યો હતો. મળેલી માહિતિ પ્રમાણે જોહ્નસન એન્ડ જોહ્નસન કંપનીના બેબી પાઉડરથી ઓવેરિયન એટલે કે ગર્ભાશયનું કેન્સર થાય છે તે સાબિત થયું હતું અને તેના જ ગુના હેઠળ કંપનીને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ કેસમાં 22 મહિલાઓને તેના બેબી પાઉડરના કારણે ઓવેરિયન કેન્સર થયું હતું તે સાબિત થતાં કેર્ટ દ્વારા આ 22 મહિલાઓને જોહ્નસન એન્ડ જોહ્ન્સન કંપની તરફથી 4.69 અબજ ડૉલરનું વળતર અપાવવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં જોહ્નસન એન્ડ જોહ્ન્સન કંપની પર લગભગ 9000 કરતાં પણ વધારે કેસ ચાલી રહ્યા છે. આ કંપનીના બેબી પાઉડરમાં જે અસ્બસ્ટસ નામનું તત્ત્વ ભેળવવામાં આવે છે તેનાથી સ્ત્રીઓને ગર્ભાશયનું કેન્સર થાય છે.

આ પ્રકારના કેસ વર્ષોથી આ કંપની વિરુદ્ધ નોંધાયા કરે છે અને અમેરિકાનું ન્યાયતંત્ર એટલું મજબુત અને સ્ફુર્તિલુ છે કે તેઓ લોકોને ન્યાય આપવામાં જરા પણ મોડું નથી કરતાં અને આ જન્મારે જ લોકોને ન્યાય મળી રહે છે. તે પછી અબજો કરોડો રૂપિયાની કંપની હોય તો પણ તેની સામે ઝુકવામાં નથી આવતું.

તમને જણાવી દેઈએ કે જોહ્નસન એન્ડ જોહ્ન્સન ફેમિલી ઓફ કંપનીના નામ હેઠળ 250 થી પણ વધારે કંપનીઓ ધરાવે છે. તેઓ મુખ્ય રીતે કન્ઝ્યુમર હેલ્થકેર, મેડિકલ ડીવાઈસીસ તેમજ ફાર્માશ્યુટિકલ્સમાં કામ કરે છે. આ કંપનીનો ઇતિહાસ 1879થી ચાલતો આવ્યો છે. તે ઘણા લાંબા સમયથી લોકોની વિશ્વાસુ કંપની છે તેમ છતાં છેલ્લા એક દાયકાથી તેમના ઉત્પાદનો પર પ્રશ્નો ઉઠી રહ્યા છે અને તેમને તેનાથી થતાં નુકસાન માટે લાખોના દંડ કરવામાં આવ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ