અજય દેવગને ખરીદી દેશની સૌથી મોંગી કાર ! આટલા રૂપિયામાં તો અમદાવાદના પૉશ એરિયામાં બે બંગલો આવી જાય.

અજય દેવગન હાલના સમયનો એક ઉત્તમ અભિનેતા છે. તેની આંખો જ તેના અભિનયનું અરધોઅરધ કામ કરી નાખે છે. અને માટે જ તે છેલ્લા વિસથી પણ વધારે વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અડીખમ છે. અજય દેવગનને વિવિધ જાતના મોંઘા વેહિકલ્સનો ખુબ શોખ છે.

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ અત્યારે પણ તેના ઘરના ગેરેજમાં તમને દુનિયાની મોંઘી મોંઘી ગાડીઓ જેમ કે, લેન્ડ રોવર, રેન્જ રોવર, મીની કૂપર, બીએમડબલ્યુ ઝેડ4 પણ જોવા મળશે. પણ તાજેતરમાં તેના ગેરેજને જે ગાડીએ શોભાવ્યું છે તે દેશની સૌથી મોંઘી ગાડીઓમાંની એક છે.

તેણે દેશની સૌથી મોંઘી ગાડી ખરીદીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેણે હાલમાં જ એક મોંઘેરી એસયુવી કાર ખરીદી છે. આ ગાડીનું નામ છે રોલ્સ રોય્સ કલિનન. દુનિયાની મોંઘામાં મોંઘી ગાડીઓમાં આ એસયુવીનો સમાવેશ થાય છે.

જો કે આ બાબતે અજયદેવેગન તરફથી કોઈ તસ્વીરો શેયર નહોતી કરવામાં આવી પણ એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોલ્ડરે આ અત્યંત મોંઘી કારથી આકર્ષાઈને તેની તસ્વીર લીધી હતી અને તેને સોશિયલ મિડિયા પર શેયર કરી હતી અને આગળ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરટીઓમાં આ ગાડી અજય દેવગનના નામે નોંધાયેલી છે.

તમને જણાવી દઈએ કે આ કાર ખરીદવા માટે અઢળક રૂપિયાની તો જરૂર પડે જ છે પણ તેને મહિનાઓ અગાઉથી બુક કરાવવી પડે છે. અજય દેવગને આ ગાડી કેટલાક મહિના પહેલાં બૂક કરાવી હતી. તેમણે પોતાની જરૂરિયાત પ્રમાણે આ ગાડી કસ્ટમાઇઝ કરાવી હોવાથી તેની ડીલીવરી મળતા વાર લાગી હતી.આ ગાડીની એક્સ શોરૂમ પ્રાઈઝ કંપનીની વેબસાઇટ પર રૂપિયા 7 કરોડ બતાવવામાં આવી છે. જો કે પ્રાઇઝ ગાડીના બેસીક મોડેલની છે. પણ તેને કસ્ટમાઈઝ કરાવી હોવાથી તેની કીંમત પણ તેનાથી ઘણી વધારે હોઈ શકે છે.

દેશના ગણતરીના માલેતુજારો પાસે જ આ કાર છે જેમાં દેશના શ્રીમંત વ્યવસાયી મુકેશ અંબાણીનો પણ સમાવેશ થાય છે આ ઉપરાં અજય દેવગન પહેલાં ટીસીરીઝના માલિક ભુશન કુમારનું ગેરેજ પણ આ ગાડી શોભાવી રહી છે.

કલિનનમાં 6.8 લીટરનું ટ્વિન ચાર્જર વાળુ વી12 પેટ્રોલ એંજીન લાગેલું છે, જે 560 બીએચપીનો પાવર અને 850 એનએમનો ટૉર્ક આપે છે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન મળે છે અને આ એક ફોર વ્હીલ ડ્રાઈવ છે. આ કારમાં સસ્પેન્શનની સાથે 360 ડીગ્રી કેમેરા સિસ્ટમ પણ છે.

આ કારમાં ઓલ વ્હીલ સ્ટીયરિંગ સિસ્ટમ હોય છે. જેનાથી ઓછી સ્પિટડે ટર્નિંગ રેડિયસ ઘટાડવામાં મદદ મળે છે, અને હાઈસ્પિડ પર આ જ સિસ્ટમ કારને સ્ટેબિલિટી પણ આપે છે. કલીનન માત્ર 5 જ સેકેંડમાં 0થી 100 કી.મી. પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 249 કી.મી પ્રતિ કલાકની છે.

અજય દેવગનની મોટા ભાગની ફિલ્મો સેંકડો કરોડોની કમાણી કરે છે. તે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે તો શું એ માત્ર 7 કરોડની રોલ્સ રોય્સ ન ખરીદી શકે ? ચોક્કસ ખરીદી શકે. હાલ અજય દેવગન પોતાની આવનારી ફિલ્મો , ધી પ્રાઇડ ઓફ ઇન્ડિયા (2020), RRR (2020), મૈદાન (2020), તાનાજી ધી અનસંગ વોરિયર (2020), તુરમ ખાન (2019), ચાણક્ય (2019) માટે અત્યંત મહેનત કરી રહ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ