જુઓ નિતા અંબાણીના ગણેશોત્સવની અત્યંત સુંદર આમંત્રણ પત્રિકા !

ભારતનું સૌથી ધનાડ્ય કુટુંબ એવું અંબાણી કુટુંબ તેના ભવ્ય લગ્નો, ભવ્ય ઘર, તેમજ તેમની જાહોજલાલી માટે સમગ્ર દેશમાં પંકાયેલું છે. આ ઉપરાંત તેઓ અત્યંત ધાર્મિક પણ છે અને હીન્દુ ધર્મના દરેક તહેવારની તેઓ ઉત્સાહપૂર્ણ તેમજ ભવ્ય રીતે ઉજવણી કરે છે.

ગણેશ ઉત્વને હવે ગણતરીના દિવસો જ આડે છે ત્યારે તેમની ગણેશોત્સવ માટેની આમંત્રણ પત્રિકાનો ફોટો સોશિયલ મિડિયા પર પવન વગે વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીએ નજીકના સગા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાં ગણેશ ચતુર્થિ પર તેમને પધારવાનું આમંત્રણ આપવાનું શરૂ પણ કરી દીધું છે.

તેઓ દર વર્ષે પોતાના ઘરમાં જ ગણેશ ચતુર્થીના દિવસે શ્રીગણેશની સ્થાપના કરે છે. અને પોતાના સંતાનોના લગ્નની કંકોત્રીની જેમ આ ઉત્સવની આમંત્રણ પત્રિકા પણ કંઈ ઓછી આકર્ષક નથી. આ આમંત્રણ પત્રિકા ખુબ જ સુંદર છે. તે જાણે કોઈ પુસ્તક જેવી છે તેને ખોલતાં જ તેની મધ્યમાં ગણપતિજીની સુંદર તસ્વીર છે. આખોએ પરિવાર ગણેશઉત્સવની તૈયારીઓમાં લાગી ગયો છે. સોશિયલ મિડિયા પર આ ઇનવિટેશન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.

આમંત્રણ પત્રિકાની વિગતો કંઈક આ રીતે છે. તેમાં મુખ્ય આમંત્રણ કર્તાનું નામ એટલે કે નીતા અને મુકેશ અંબાણી લખવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજા દર્શનાભિલાશીમાં ઇશા, આનદ, શ્લોકા, આકાશ અને અનંતનું નામ લખવામાં અવ્યું છે. અને આ મંગલ પ્રસંગે તેમના તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ત્યાર બાદ ગણેશચતુર્થીના દિવસની તારીખ એટલે કે સોમવાર, સપ્ટેમ્બર 2, 2019 સમય છે, અને સરનામું છે. જેમાં આરતી અને રાતના ભોજનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉત્સવની ઉજવણી રાત્રે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને નવ વાગે આરતી કરવામાં આવશે ત્યાર બાદ પ્રિતિભોજન એટલે કે ડીનર માટે પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આમંત્રણ પત્રિકામાં સાવ નીચે ડ્રેસ કોડ લખવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને ભારતિય પરિધાનમાં આવવાનું સૂચન કર્યું છે. આ વર્ષનો ગણેશઉત્સવ પહેલાં કરતાં પણ ખાસ હશે કારણ કે ઇશા તેમજ શ્લોકાના લગ્ન બાદનો આ પ્રથમ ગણેશોત્સવ હશે માટે તેની ઉજવણી પણ ખાશ હશે.

તમને જણાવી દઈએ કે દર વર્ષે મુંબઈની મોટી મોટી હસ્તીઓ નીતા અંબાણીના ગણપતિના દર્શનનો લાભ લે છે. ગયા વર્ષના ગણેશોત્સવમાં એન્ટિલિયા ખાતે બોલીવૂડ હસ્તીઓ જેવી કે , કરણ જોહર, હેમા માલિન અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરુખ ખાન, માધુરી દીક્ષીત, સુનીલ શેટ્ટી અને તેનો પરિવાર, કરીના કપૂર અને કરીશ્મા કપૂર પણ આવ્યા હતા અને તેમણે રંગેચંગે તેમાં ભાગ લીધો હતો.

આ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસે તેમજ સચીન તેંડુલકરે પોતા પરિવાર સાથે, ઉદ્ધવ ઠાકરે તેમજ સંજય નિરુપમે પણ નીતા અંબાણીના ગણેશઉત્સવમાં હાજરી આપી હતી અને શ્રી ગણેશના દર્શન કર્યા હતા.

ગયા વર્ષના ગણેશોત્સવની ઉજવણીમાં તેમણે ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરી હતી. આ ઉત્સવ દરમિયાન તેઓ ઘર તેમજ પંડાળને જાત જાતના સુગંધથી ભરપુર તાજા ફુલોથી સજાવે છે અને આખોએ પરિવાર આરતીમાં ભક્તીલીન થઈ જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ