પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની તૈયારીઓ થઈ શકે છે, આ ભવ્ય મહેલ સાક્ષી તેમના સમારંભનો.

વિશ્વસુંદરી પ્રિયંકા ચોપડા કરી રહી છે, એના લગ્નની તૈયારી, જુઓ ક્યાં અને કેવીરીતે થઈ શકે છે સમારંભ…
વિશ્વસુંદરીનો તાજ મેળવેલ ખૂબ જ સક્ષમ અભિનેત્રી તરીકે પોતાના નામનો સિક્કો જમાવીને વિશ્વ પ્રખ્યાત થયેલ ભારતીય મહિલા પ્રિયંકા ચોપડાએ એમના સોશિયમ મીડિયા પ્રોમોટર્સની સામે જ્યારથી એમના પ્રેમ સંબંધોને જાહેર કર્યા છે ત્યારથી મીડિયા અને એમના ચાહકોમાં ભારે ઉત્સુકતા આવી છે.

એણે અમેરીકન મૂળના અને એનાથી લગભગ અગિયાર વર્ષના એવા પ્રતિષ્ઠિત સિંગર, એક્ટર નિક જોનસ સાથે પ્રેમલગ્ન કરવાનું નક્કી કર્યું છે. બંને પ્રેમીઓએ એમની સગાઈનું એલાન પણ કરી મૂક્યું છે. એમની સગાઈ પહેલાં બંનેના પરિવારો સાથેનું મિલન પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ચૂક્યું હતું.
કહેવાય છે કે પ્રિયંકા અને નિક લગ્નની તૈયારીઓ કરવા માટે ભારત આવ્યાં છે. આ સમય દરમિયાન પ્રિયંકા અનેક એવોર્ડ ફંકશનમાં હાજરી આપી રહી છે અને એના મંગેતર સાથે તે હાથ પકડીને ચાલતી દેખાઈ રહી છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન એવું સ્પસ્ટ અણસાર આવી રહ્યો છે કે તે હવે લગ્નની ગાંઠે બંધાવવા એકદમ તૈયાર છે અને એના પ્રેમી સાથે તે ખૂબ જ ખૂશ છે.

થોડા સમય પહેલાં બંનેએ રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલ પાંચ સિતારા હોટેલ કમ હેરિટેજ પેલેસની મુલાકાત લીધી હતી. જો કે આ બાબત તેઓએ સત્તાવાર જાહેર નથી કરી પરંતુ બની શકે છે કે આ પેલેસ આ બંને પ્રેમીઓના લગ્ન સમારોહનો સાક્ષી બને!

સગાઈ પછી આ બંને પ્રેમી યુગલ ભારતમાં આવીને એમના પરિવાર સાથે પણ હળીમળીને લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયાં છે. જે સૂત્રો પરથી તસ્વીરમાં જોઈ શકાય છે તેમ પ્રિયંકાના મમ્મી આ લગ્ન સંબંધથી ખૂબ જ ખુશ છે!

માનવામાં આવી રહ્યું છે તેમના લગ્ન ૨ ડિસેમ્બર, ૨૦૧૮માં થશે. જેમાં લગ્ન સમારોહ ૩૦મી નવેમ્બરથી શરૂ થઈને ૩દિવસ સુધી ચાલશે. જોધપુરના આ પેલેસ હોટેલની ભવ્યતા આ યુગલને એટલી ગમી છે કે એમના લગ્નપ્રસંગ યોજાવાની સંભાવના અહીં છે.

આ સ્થળ વિશે જાણકારી લઈએ તો આ પેલેસ તાજ હોટેલ દ્વારા સંચાલિત ભારતીય પાંચ સિતારા હોટેલ્સની ચેઈનમાંથી એક છે. અહીં મીની બાર, સ્વીમીંગ પુલ અને ફિટનેસ સેન્ટર જેવી સુવિધાઓ તો છે જ, પરંતુ આ હોટેલમાં ૩૪૭ રૂમસ છે. જોધપુર રાજસ્થાનના મહારાજા ઉમ્મેદસિંહના પૌત્રએ આ પેલેસનું નામ ઉમ્મેદ પેલેસ આપ્યું છે. આ પેલેસ હોટેલ વિશ્વના ભવ્ય પેલેસ રેસિડેન્સિયલ રિઝોર્ટ હોટેલ્સના લિસ્ટમાં છઠા ક્રમે આવે છે. આ આલિશાન હોટેલ જોધપુર રેલવે સ્ટેશનથી નજીક છે. કુલ ૨૬ એકર જમીન પર બનેલો આ રાજમહેલ અંગ્રેજ સરકારની હૂકુમત પૂરી થવાના થોડા વર્ષો પહેલાં જ બનેલો છે. આ મહેલની લાઈટિંગ્સ ખૂબ જ આકર્ષક છે જેથી તેને વચ્ચેથી જોતાં ભવ્યતાને વધુ નિખાર આપે છે.

અત્યાધુનિક હોવા છતાં આ પેલેસ એક ભારતીય રોયેલ ફિલ આપશે જેથી મનાય છે કે પ્રિયંકા અને નિક તેમના લગ્નનું આયોજન અહીંજ કરશે. સંભાવના છે કે તેમના લગ્નમાં બોલિવૂડ અને હોલિવૂડના કેટલાય નામી સિતારાઓને આમંત્રણ પણ અપાશે. વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં આ લગ્ન સમારોહ મનોરંજન જગતમાં વિશ્વ સ્તરે ચર્ચામાં રહેશે એવું લાગે છે.