આજે જાણો ભારતીય સંસ્કૃતિ મુજબ ઉપવાસનું મહત્વ, આ જાણીને તમે પણ વીકમાં એક ઉપવાસ તો જરૂર કરશો….

ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું આગવું મહત્વ છે અને વર્ષોથી લોકો અલગ અલગ પ્રકારના ઉપવાસ કરતા આવે છે.પરંતુ આ ઉપવાસ, ફક્ત ભારત પૂરતા અથવા કોઈ ધર્મ પૂરતા નથી રહ્યા. ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થયેલા ઉપવાસ ધીરે ધીરે વધી રહ્યા છે.

આજે અમે ઉપવાસના કેટલાક ફાયદા લઈને આવ્યા છીએ જે તમને મંત્રમુગ્ધ કરી દેશે.

૧. શરીર શુદ્ધીકરણ

નિષ્ણાતોનું એવું માનવું છે કે ઉપવાસ કરવાથી શરીરમાં તેમજ કોશોમાં રહેલી અશુદ્ધિ દુર કરવાની સાથે સાથે રિસાઈકલ પણ કરે છે. આમ, જયારે પણ ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીરના નબળા અને મૃત કોશો દુર થઈ જાય છે જે કેન્સર, પાર્કિન્સન જેવી જીવલેણ બીમારીઓથી બચી શકાય છે.

૨. રોગપ્રતિકારક શક્તિ

ઉપવાસ કરવાથી સફેદ કણો, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમની સંખ્યા ઘટે છે જે તેથી તેનું પ્રોડક્શન વધે છે. આ ઉપરાંત તે લાંબુ આયુષ્ય આપવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.

૩. પેટની ચરબી

ઉપવાસ શરીરનું ઇન્સ્યુલીન લેવલ ઘટાડી શરીરનો વિકાસ કરવાવાળા અંતસ્ત્રાવ વધારે છે અને આ બંને પરિબળો શરીરનો બાંધો મજબુત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે જે તમારા પેટમાં રહેલી ચરબીને ઘટાડવા મદદ કરે છે. આમ, આ ઘટેલી ચરબી હ્રદયરોગ, ટાઈપ ૨ ડાયાબીટીસ તેમજ અન્ય કેટલાક રોગનું જોખમ ઘટાડે છે.

૪. વજન ઘટાડો

ઉપવાસ દરમિયાન તમારા શરીરને અન્ય કોઈ જગ્યાએથી ઉર્જા નથી મળતી, જે કારણે શરીરની અંદર રહેલી ઉર્જોનો ઉપયોગ કરે છે. આમ તમારા શરીરમાંની વધારાની ચરબી ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે અને વજન ઘટે છે. આ ઉપરાંત તે બ્રેસ્ટ કેન્સર તેમજ કોલોન કેન્સરનું જોખમ ઘટાડે છે.

જો તમે હજી સુધી એક પણ વાર ઉપવાસ નથી કર્યો તો આજથી જ ચાલુ કરી દો. કદાચ શરૂઆત માં આ ઉપવાસ કરવું અઘરું સાબિત થઈ શકે પરંતુ ફાયદાઓ ઘણા છે.

લેખન,સંકલન : યશ મોદી