એક સંશોધનમાં થયો ચોંકવનાર ખુલાસો, આવ ફૂડ ખાનર વ્યક્તિ બને છે ડિપ્રેશનનો શિકાર !!!

જંકફૂડને મોટા ભાગે બાળકો જ ખાવાનું પસંદ કરે છે . એક સંશોધનમાં જંકફૂડને લઈને મોટો ખુલાસો થયો છે.ઈંટરનેશનલ જર્નલ ઓફ ફૂડ સાઈન્સ એન્ડ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત સંશોધનમાં અનુસાર ,જે લોકો વધારે જંકફૂડ ખાય છે,તે લોકો ડિપ્રેશનનો જલ્દી શિકાર બની જાય છે.

સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, જંકફૂડ ખાવાથી બાઈપોલર ડિસઓર્ડર અને ડિપ્રેશન થવાનું જોખમ બીજાની તુલનામાં ખૂબ વધારે છે.આ સંશોધનમાં માં સંશોધકોએ લગભગ ૨,૪૦,૦૦૦ થી વધારે લોકોનાં ડેટાનું પરિક્ષણ કર્યુ.આ સંશોધનમાં માં મળી આવ્યું કે જંકફૂડ ખાવાથી ફક્ત મેટાબોલિઝ્મને જ નુક્સાન નથી પહોંચતું,પણ તેનાથી માનસિક સમસ્યાઓ પણ થાય છે,જેમાં-બાઈપોલર ડિસઓર્ડર અને ડિપ્રેશનનું વધારે જોખમ હોય છે.

આ સંશોધનમાં અનુસાર,વધારે શુગરવાળી ચીજો ખાવાથી બાઈપોલર ડિસઓર્ડરનું જોખમ વધે છે. તો બીજીબાજુ જંકફૂડ ખાવાથી ડિપ્રેશનનું જોખમ વધે છે.

આ સંશોધનમાં નાં મુખ્ય લેખક અને કેલિફોર્નિયાની લોમા લિંડા યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર જિમ ઈ જણાવી રહ્યાં છે કે, આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ખોરાકની માનસિક હેલ્થ ઉપર શું અસરથાય છે. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે એક હેલ્ધી ડાયટ ફોલો કરવું જરૂરી છે.

તેમણે આગળ જણાવતાં કહ્યું કે, આ વાતની ખાતરી કરવા માટે હજી અમે આગળ સંશોધન કરી રહ્યાં છીએ. ત્યારબાદ જ અમે દાવો કરીને ખાતરી પૂર્વક કહી શકીશું કે જંકફૂડનાં અતિ સેવનથી ડિપ્રેશનનું જોખમ વધે છે.

જાણો જંક ફૂડ શું છે? અને તેનાથી થતાં નુકસાનને !!

કાઇપણ વિચાર્યા વગર ખાવાની આદત ક્યારેય નુકશાનકારક સાબિત થાય છે. માટે જ બાળકોના આહારનું ધ્યાન રાખવું એ માતા પિતાની જવાબદારી બને છે. આજકાલ મોટાભાગના બાળકો જંક ફૂડ ખાવાની જ માંગ કરે છે અને વારંવાર પૂરી કરવાથી તેમના માટે આ આદત બની જાય છે. જંક ફૂડ ને અતિ ખાવાથી તેનાથી હેલ્થને ભારે નુકશાન થાય છે. માટે જ બાળકોને જંક ફૂડથી દૂર જ રાખો.

જંક ફૂડ તરીકે ઓળખાતા આહાર –

1. કોલ્ડ ડ્રિંક્સ –

બાકોને ખબર નથી કે જંક ફૂડથી તેમની હેલ્થને શું ખરાબ અસર થાય છે. તેથી તેઓ કોલ્ડ ડ્રિંકની ડિમાન્ડ કરતાં જ રહે છે. સામાન્ય રીતે બધા પ્રકારનાં કોલ્ડ ડ્રિન્ક બાળકોના આરોગ્ય ઉપર ખરાબ અસર પાડે છે. તેને બનાવવામાં વપરાયેલ સોડાથી ટાઇપ -2 ડાયબીટિઝ પણ થઈ શકે છે

2. પ્રોસેસ્ડ રેડમીટ –

જંક ફૂડના લીસ્ટમાં પ્રોસેસ્ડ ફૂડની પણ ગણતરી થાય છે. આ પણ ડાયાબિટિશનું કારણ બને છે. આ ઉપરાંત હૃદય રોગ અને કોલોન કેન્સર પણ થઈ શકે છે.

3. ફ્રેન્ચ ફ્રાઇઝ અને ચાઉમીન –

તેલયુક્ત અથવા ઓઇલી ખાનપાન ઓછું કરવું જોઈએ. તેમાં માત્ર ચરબી જ નહી પણ કેલરી પણ વધારે હોય છે. માટે આપણે સૌએ ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર અને ચાઉમીન ખાતા પહેલા વિચારવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ