કપીલ શર્માની અર્શથી ફર્શ સુધીની અને ફરી પાછી અર્શ સુધીની સફર…

આજે ફરી પાછો કપિલ શર્મા લોકોના હૃદય પર રાજ કરવા લાગ્યો છે. ફરી પાછી તેની કેરિયર પાટા પર ચડી ગઈ છે. અને તેના શોએ ખોવાઈ ગયેલી પોપ્યુલારીટી પાછી મેળવી લીધી છે. જો કે વર્ષો સુધી પેતાની કોમેડીથી લોકોના હૃદય પર રાજ કરનારો કપીલ શર્મા એક ડોઢ વર્ષ પહેલાં એક નવું જ યુદ્ધ લડી રહ્યો હતો. સફળતાની ટોચ પર એકાએક વિવાદોમાં ઘેરાઈ ગયો હતો. તેનો નવો જ ટીવી શો માત્ર બે જ અઠવાડિયામાં ઓફ એયર થઈ ગયો હતો.


જે સાથી કલાકારોને મળીને તેણે કોમેડીના વિશ્વમાં એક નવી જ ઓળખ ઉભી કરી હતી. તેમાંના મોટા ભાગના તેનાથી દૂર થઈ ગયા હતા. એવો અહેવાલ હતો કે તેની તબીયત સારી નહોતી. તેની પોતાના સાથી કલાકારો સાથેનો ઝઘડો ચર્ચાનો વિષય બની ગયો હતો વાત છેક પોલીસ સુધી પહોંચી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


એક સમય એવો હતો જ્યારે કપીલના શો પર મોટા મોટા બોલીવૂડ સ્ટાર્ટ તેમજ ક્રિકેટર્સ જવા માટે પડાપડી કરતા. તેનો શો ભારતના દરેક ઘરના ડ્રોઇંગરૂમ સુધી પહોંચી ગયો હતો. અબાલ વૃદ્ધ દરેક તેના ફેન બની ગયા હતા. તેણે તો અભિનયમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. પણ એવું તે શું થયું હતું કે તે અચાનક જ આકાશમાંથી જમીન પર પટકાઈ પડ્યો હતો ?

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


તે વખતે તેના સાથી કલાકારો તેના વિશે જુદા-જુદા અભિપ્રાય આપતા હતા. કોઈ એમ કહેતું હતું કે કપીલે જે કર્યું છે તે જ ભરી રહ્યો હતો. તો બીજુ એમ કહેતું કે કપીલનો સમય જ ખરાબ ચાલી રહ્યો હતો, દરેક માણસના જીવનમાં ખરાબ સમય આવે છે અને પછી જતો રહે છે. કપિલ સાથે પણ તેવું જ થયું. આજે ફરી તેના શોએ આકાશ આંબી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


કપીલ શર્માના શોમાં બુઆની ભુમિકા ભજવતી ઉપાસના સિંહે જણાવ્યું હતું, મનોરંજન જગતમાં આર્ટિસ્ટનો એક સમયગાળો હોય છે. એક ક્ષણે તેની પાસે ખુબ કામ હોય છે અને તે સફળતાની ટોચે પહોંચી જાય છે પણ બીજી ક્ષણે તેની પાસે કોઈ જ કામ નથી હોતું અને તે નીચે પટકાઈ પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood News (@bollywoodnews252525) on


સફળતા પોતાની સાથે સાથે ઘણા બધા વિવાદો લઈને આવે છે. પણ જાણકારોનું એવું કહેવું છે કે કપિલ માટે મુશ્કેલીઓની શરૂઆત ત્યારે થઈ જ્યારે થોડા સમય પહેલાં પોતાના સાથી કલાકાર સુનીલ ગ્રોવર સાથે તેનો ઝઘડો થયો. ત્યાર બાદ સુનીલની સાથે સાથે અન્ય કેટલાક કલાકારો પણ તેના શોથી છૂટ્ટા થઈ ગયા. કપિલને કદાચ ખ્યાલ નહીં હોય કે સુનિલ ગ્રોવર અને તેના અન્ય સાથી કલાકારો તેના શોથી અલગ થઈ જશે તો તેને ભારે નુકસાન થશે.

 

View this post on Instagram

 

A post shared by CKD (@ckd61118) on


સુનીલ ગ્રોવર અને સાથી કલાકારોના શો છોડ્યા બાદ કપીલે પોતાના શો “ધ કપીલ શર્મા શો”માં અનેક પ્રયોગ કર્યા. પણ તેને પહેલાં જેવી સફળતા ન મળી. તે સમયે કપિલ શર્મા પોતાની ફિલ્મ “ફિરંગી” પર પણ કામ કરી રહ્યો હતો અને તેને પુર્ણ વિશ્વાસ હતો કે તેમાં તેને ચોક્કસ સફળતા મળશે અને પોતાના ટીકાકારોનું મોઢું સીવાઈ જશે.

 

View this post on Instagram

 

A post shared by TVW NEWS India (@tvwnewsindi) on


પણ તેમ ન થયું. કપીલની ફિલ્મ ફ્લોપ ગઈ અને શોમાંથી બ્રેક લેવાનું તેનું પ્લાનિંગ પણ નિષ્ફળ રહ્યું. છેવટે તેણે એક નવા શોની શરૂઆત કરી, પણ લોકોને તેમાં જુનો કપીલ જોવા ન મળ્યો. ત્યાર બાદ તો કપિલનો કોઈ પત્રકાર સાથે પણ ઝઘડો થયો અને તે ઓર મોટા વિવાદમાં સંપડાઈ ગયો. પછી તો તેનો શો પણ બંધ થઈ ગયો હતો.

એવા સમાચાર હતા કે તેની તબિયત ઠીક નહોતી. તેના નજીકના લોકોનું એવું માનવું હતું કે તે ડિપ્રેશનમાં હતો. અને તે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને રજાઓ ગાળી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


ઉપાસનાએ એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું, “કપિલને ફિલ્મમાં મુશ્કેલીઓ નડી, શો પણ એટલો સફળ નહોતો ચાલી રહ્યો. તેનો આગલો શો અત્યંત સફળ રહ્યો. પછી ઝઘડા થયા. તે ઓર વધારે પ્રેશરમાં આવી ગયો. અને સ્થિતિને સંભાળી ન શક્યો. તે ડિપ્રેશનમાં જતો રહ્યો અને આટલા બધા ટેન્શનના કારણે તેને આ દિવસો જોવા પડ્યા હતા.”

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


ઉપાસનાનું માનવું છે કે કપિલ એક મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવે છે. તેની ખાસીયત છે કે તે લોકોની કેયર કરે છે. તેનું હૃદય સાફ છે, જે તેના હૃદયમાં હોય છે તે જ તેના મોઢામાં હોય છે. તેને પોતાની સારી કે ખરાબ લાગણીઓ છુપાવતા નથી આવડતી. કદાચ માટે જ તે આટલી બધી મુશ્કેલીઓ તેમ જ વિવાદોનો સામનો કરી રહ્યો હતો. તે પણ માણસ છે ભગવાન નથી. તેને વારંવાર ખરાબ કહેવામાં આવશે તો તેને પણ ગુસ્સો આવશે અને ગુસ્સો આવતાં જ લોકો પોતાના પરનો કાબુ ખોઈ બેસતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by PR AS AD (@wedding_films_prasad) on


લાફ્ટર ચેલેન્જથી કોપીલનો મિત્ર રહેલો સુનીલ પાલ તેને મોટા મન વાળો કહે છે. સુનીલ પોલનું માનવું છે કે આ સંપૂર્ણ વિવાદ કપીલને બદનામ કરવા માટે જ કરવામાં આવ્યો હતો. કપિલ જ્યારે પોતાની કેરિયરની ટોચ પર હતો ત્યારે તેણે પોતાના શોમાં પોતાના ઘણા બધા બેરોજગાર મિત્રોને કામ આપ્યું છે. તે કેટલાએ લેખકોને માત્ર બેસવા તેમજ ટીમમાં જોડાયેલા હોવા માત્રથી પૈસા ચૂકવતો હતો જેથી કરીને તેમને રોજી મળી શકે.

 

View this post on Instagram

 

A post shared by Sugandha Mishra (@sugandhamishra23) on


કપિલ શર્માના શોની બીજી કલાકાર સુગંધા મિશ્રા, કોલેજમાં કપિલ શર્મા તેનો સિનિયર હતો. જ્યારે લાફ્ટર ચેલેન્જની ચોથી સીઝનમાં મહિલા કન્ટેન્ડરની શોધ થઈ રહી હતી ત્યારે કપિલ શર્માએ સુગંધા મિશ્રાનું નામ જણાવ્યું હતું. સુગંધાના કુટુંબીજનો તેને મુંબઈ મોકલવા નહોતા માગતા ત્યારે કપીલે તે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારે જઈ સુગંધા મુંબઈ આવી શકી અને પ્રોગ્રામમાં ભાગ લઈ શકી.

 

View this post on Instagram

 

A post shared by paarth_pb (@whopaarthbhatt) on


તે વખતે સુગંધાએ પણ કપિલ સાથે છેડો ફાડી નાખ્યો હતો. જો કે તેણીએ સ્પષ્ટતા કરી હતી કે વ્યક્તિગત રીતે તેનો કપિલ સાથે કોઈ જ વિવાદ નથી. કપિલને પોતાનો ભાઈ માનનારી સુગંધા તે સમયે સુનીલ ગ્રોવરના શો ‘દે દના દન’માં વ્યસ્ત હતી. અને તેણીએ જણાવ્યું હતું કે જો કપિલ તેને પોતાના શોમાં બોલાવશે તો તે ચોક્કસ જશે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


કપિલ શર્માની પૂર્વ મેનેજર પ્રિતિ સિમોન જણાવે છે કે એક વ્યક્તિ જ્યારે સફળતાના શીખર પર હોય છે ત્યારે તે માટે તે જ જવાબદાર હોય છે અને જ્યારે તેમાં પડતી આવે છે ત્યારે પણ તેના માટે તે જ જવાબદાર હોય છે. તેના માટે તમે બીજા કોઈને જવાબદાર ન ગણી શકો.

પ્રિતિ ઇચ્છે છે કે કપિલ પોતાની તબિયતનું ધ્યાન રાખે કારણ કે સફળતા-નિષ્ફળતા તો જીવનમાં આવતી જતી રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


એક નજર કપિલની ચડતી-પડતી પર

કપિલે 2007માં પોતાની કાબેલિયતના આધારે લાફ્ટર ચેલેન્જ 3 જીતીને મનોરંજન જગતાં પગ મુક્યો હતો. 2013માં ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ શરૂ કર્યા પહેલાં તે કોમેડી સર્કસમાં પણ જોવા મળ્યો હતો.

‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ શોએ તેને ખુબ જ સફળતા તેમજ લોકોનો પ્રેમ અપાવ્યો. ત્રણ વર્ષ સુધી આ શો નંબર 1 રહ્યો અને કપિલને ભારતનું બાળ-બાળ ઓળખવા લાગ્યું.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


શોના ચરિત્રો એટલા લોકપ્રિય હતા કે પ્રેક્ષકો કલાકારોને તેમના મૂળ નામ નહીં પણ તેમના કેરેક્ટરથી જ તેમને ઓળખતા હતા.

મોટા મોટા સ્ટાર્સ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે કપિલ શર્માના શો પર આવવા પડાપડી કરતા. શાહરુખ ખાન, અક્ષય કુમાર, સલમાન ખાન, અભિષેક બચ્ચ, રણવિર સીંહ, ઐશ્વર્યા રાય, રનબીર કપૂર, અનુષ્કા શર્મા, દીપીકા પદુકોણ, સોનાક્ષી સિન્હા, પ્રિયંકા ચોપડા, અનિલ કપૂર, કેટરિના કૈફ, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, જેવા મોટા મોટા સ્ટાર્સ તેના શો પર અવારનવાર આવતા હતા. આ ઉપરાંત રમત-જગતમાંથી પણ કેટલાએ ક્રિકેટર્સ, બોક્સર્સ, રેસલર્સ, ટેનિસ-પ્લેટર વિગેરે પણ કપિલના શો પર આવતા.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


તેણે કરણ જોહર સાથે 60મોં ફિલ્મફેયર એવોર્ડ શો પણ હોસ્ટ કર્યો હતો અને 2015માં અબ્બાસ મસ્તાનના નિર્દેશન હેઠળ ફિલ્મ ‘કિસ-કિસ કો પ્યાર કરું’માં પણ મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું હતું.

જો કે તેની આ ફિલ્મને ધારી સફળતા નહોતી મળી શકી. 2016માં કલર્સ ચેનલ સાથે વિવાદ થતાં કપિલ શર્માનો શો બંધ થઈ ગયો અને કપિલે સોની ચેનલ પર ‘ધ કપિલ શર્મા શો’ શરૂ કર્યો. જેને પણ ઘણી સફળતા મળી. પણ તે જ વર્ષે કપિલ શર્મા વિવાદોમાં ઘેરાઈ ગયો, તેણે બીએમસીના કર્મચારીઓ પર ઘૂસ લેવાનો આરોપ લગાવતા નરેન્દ્ર મોદીને પોતાના ટ્વિટરમાં ટેગ કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


ત્યાર બાદ તેની સામે તેના ઓફિસનું અવૈધ બાંધકાનનો મામલો સામે આવ્યો. 2017માં કપીલ શર્માનો એક વિડિયો વાયરલ થયો જેમાં તે પોતાના સહકલાકાર સુનીલ ગ્રોવર સાથે ગાળાગાળી કરતો જોવા મળ્યો. ત્યાર બાદ મોટા ભાગના કલાકારોએ તેનો શો છોડી દીધો.

શોમાંથી બ્રેક લઈ કપિલ પોતાની બીજી ફિલ્મ ‘ફિરંગી’માં વ્યસ્ત થઈ ગયો. તેના નિર્માણ દરમિયાન પણ તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ફિલ્મ બોક્સઓફિસ પર નિષ્ફળ રહી. તે ટીવી પર ફરી પાછો ફર્યો પણ તબિયત ખરાબ હોવાના કારણે તેણે વારંવાર શૂટ કેન્સલ કરાવવા પડ્યા. અને છેવટે શો બંધ કરવો પડ્યો.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


તે વખતે કપિલના ફેન્સ ઘણા બધા નિરાશ થયા હતા. મધ્યમ વર્ગમાંથી આવનાર કપિલ શર્માએ આ મુકામ પામવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. ઘણા લાંબા સમયથી કપિલ શર્માના ફેન્સ ઇચ્છતા હતા કે તે ફરી પાછો ટીવીના પરદે પાછો ફરે અને લોકોને ખુબ હસાવે. લોકોની આ ઇચ્છા પુરી થઈ ગઈ છે. કપીલે બધું જ પાછળ મુકીને ફરી પોતાની કેરીયરની ગાડીને પાટા પર ચડાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on


કપિલના હવે તો લગ્ન પણ થઈ ગયા છે અને સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ હાલ તે સોની પર પોતાનો લાફ્ટર શો સફળતાપૂર્વક ચલાવી રહ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ