શું તમને ઉંઘ નથી આવતી ? તો આ ફૂડ તમને ઉંઘ લાવવામાં મદદ કરશે…

ખોરાક તમને એક આરામદાયક રાત્રી આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે શું આરોગો છો તેના પર જો ધ્યાન આપવામાં આવે તો તમને એક સારી ઉંઘ મળી શકે છે.

ખોરાક જેમ કે બદામ, કિવિ ફ્રુટ, અખરોટ, કેળા, દેશી ચણા, દૂધ, ઓટમીલ અને ચોખા એ એક એવો ખોરાક છે કે જેમાં ઉંઘ સુધારતા તત્ત્વો સમાયેલા છે. આજના આ લેખમાં અમે તમારી સમક્ષ કેટલીક એવી રેસીપીઝ લાવ્યા છીએ જે તમને સારી ઉંઘ આપવામાં મદદરૂપ થશે.

ઓટમીલ અને ધોળા ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ ઉચ્ચ પ્રમાણમાં હોય છે અને જો તેને રાત્રે ઉંઘતા પહેલા લેવામાં આવે તો તમને ઘેન ચડે છે. ઓટમીલ એ મીલેટેનીનનો સ્રોત છે મીલેટોનીન એક એવો હોર્મોન છે જે અંધારામાં જાગૃત થાય છે અને તમારા શરીરને ઉંઘી જવાનું સીગ્નલ આપે છે.

રાત્રી ભોજન સાથે સલાડ તમને મદદ કરશે જેમ કે પાલકમાં લેક્યુકેરિયમ હોય છે, જેમાં ઉપશામક તત્ત્વો સમાયેલા હોય છે. જ્યારે ઉંઘની વાત આવે ત્યારે કાકબુલી ચણા એ આશ્ચર્ય આપે તેવો ખોરાક છે. તેમાં પ્રોટિન તો સારા પ્રમાણાં હોય જ છે પણ કાબુલી ચણામાં બી6 વિટામીન ભરપુર પ્રમાણમાં હોય છે જે શરીરને મિલાટોનીન હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

અહીં કેટલીક રેસીપીઝ આપવામાં આવી છેઃ

1. ક્વિનોઆ, બીટ અને ઓરેન્જ સલાડ

સામગ્રીઃ

ક્વિનોઅ – 50 ગ્રામ

ગરમ પાણી – 150 ml

બીટ – એક નાનું બીટ

તાજી નારંગી – એક

મિક્સ લેટિસ (સલાડ માટેની ભાજી) – 100 ગ્રામ

ઓલિવ ઓઇલ – 1 ટેબલ સ્પુન

બાલસેમિક વિનેગર – 1 ટેબલ સ્પુન

શેકેલી બદામ – 2 ગ્રામ

સ્વાદ અનુસાર મીઠુ અને મરી

રીતઃ એક બાઉલ લો, તેમાં 150 ml ગરમ પાણી લો, તેમાં ક્વિનોઆને 10 મિનિટ માટે પલાળી રાખો, હવે તેમાંથી પાણી કાઢી લો અને તેને બીજા નવા વાટકામાં મુકો. હવે તેમાં સિઝનિંગ માટે ઓલિવ ઓઇલ અને બાસ્લેમિક વિનેગર નાખો. હવે તેમાં મિશ્રિત લેટીસ (સલાડ માટેની ભાજી) નાખી તેને વ્યવસ્થીત મિક્સ કરો અને હવે તેને પ્લેટમાં સર્વ કરો.

બીટ લો તેના નાના ચોરસ ટુકડા કરો, અને તેને મીઠુ, મરી અને બાલ્સેમિક વિનેગર અને ઓલિવ ઓઇલમાં સિઝન કરો. તેને તે જ પ્લેટમાં નાખો જેમાં ભાજીવાળુ સલાડ મુક્યું છે. હવે તેના પર નારંગીની સ્લાઇસથી સજાવટ કરો.

2. સ્પિરુલીના અને જાલાપિનો હમસ

સામગ્રીઃ

કાબુલી ચણા બાફેલા આખા – 125 ગ્રામ

તાહિના પેસ્ટ – 1 ટેબલ સ્પુન

લસણ – ½ ટીસ્પુન

એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ – 2 ટેબલ સ્પુન

લીંબુનો રસ ½ ટી સ્પુન

સ્વાદ અનુસાર મીઠુ

સ્પિરુલિના ¼ ટી સ્પૂન અથવા તો એક ચપટી

એક ટી સ્પુન સમારેલું જાલાપિનોઝ (અત્યંત તીખુ લીલુ મરચુ)

સ્પિરુલિના પાવડર 1 ચપટી

રીતઃ બ્લેન્ડરમાં કાબુલી ચણા, તાહિની, લસણ, લીંબૂનો રસ, મીઠુ આ બધું ઉમેરી તેની એક સ્મુધ પેસ્ટ બનાવતા બનાવતા તેમાં ધીમે ધીમને ઓલિવ ઓઇલ ઉમેરો. ત્યાર બાદ તેમા સ્પિરુલિના પાવડર ઉમેરો, બ્લેન્ડરમાંથી પેસ્ટ બહાર કાઢ્યા બાદ તેમાં સમારેલું જેલેપિનોઝ મરચુ નાખો. હવે તેને 30 મિનિટ માટે ફ્રિઝમાં મુકી દો. તેને ઠંડી જ ટોસ્ટ અથવા ટોસ્ટેડ પિતા જોડે સર્વ કરો

3. આલ્મન્ડ મિલ્ક ક્રિમ બ્રુલી

સામગ્રીઃ

બદામનું દૂધ – 200ml

ફ્રેશ ક્રિમ – 400ml

કેસ્ટર શુગર – 80 ગ્રામ

વ્હાઇટ ચોકલેટ – 60 ગ્રામ

એગ યોક – 8

પાવડર્ડ શુગર – 1 ટેબલ સ્પુન

રીતઃ

એક પેન લો તેમાં બદામનું દૂધ, ક્રિમ, ખાંડ અને વ્હાઇટ ચોકલેટ એડ કરો અને તેને એક મિનિટ સુધી ગરમ થવા દો જેથી કરીને ખાંડ અને ચોકલેટ ઓગળી જાય. હવે એક બેકિંગ ટ્રે લો અને તેમાં રેમેકીન્સ મુકો તેમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી લો.

રેમેકિન્સને સિલ્વર ફોઈલથી ઢાંકી લો. હવે બેકિંગ ટ્રેમાં અરધે સુધી પાણી ભરો. હવે 25થી 30 મિનિટ સુધી 170 ડિગ્રી સેલ્શિયસ પર બેક કરો. ત્યાર બાદ તેને ઓવનમાંથી બહાર કાઢી ઠંડુ થવા દઈ ફ્રિજમાં મુકો. હવે સર્વ કરતી વખતે તેના પર પાવડર્ડ શુગર ભભરાવો. ત્યાર બાદ બ્લો ટોર્ચનો ઉપયોગ કરી ઉપરની શુગરને કેરેમલાઇઝ કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ