નીતા અંબાણીને માત્ર 23 વર્ષની ઉંમરે ડોક્ટરોએ કહ્યું’તું કે તેઓ ક્યારેય ગર્ભ ધારણ નહીં કરી શકે, જાણો પછીની સફર વિશે

માતા બનવું એક સુખદ અહેસાસ છે પરંતુ અનેક એવી મહિલાઓ છે કે, જેઓ કેટલીક સમસ્યાઓના કારણે ગર્ભાધારણ કરી શકતી નથી. ઘણીવાર આ અંગે મહિલાઓ વાત કરવાથી અચકાતી પણ હોય છે. કેમ કે આજે પણ કેટલાક દેશોમાં વાંઝિયાપણાને એક શ્રાપ તરીકે જોવામાં આવે છે. આ સિવાય દિકરા અને દિકરીના ભેદભાવ પણ લોકોની માનસિકતામાં જડ થઈ ગયા છે, જેના કારણે પણ મહિલાનાં ગર્ભને પડાવી નાખવામાં આવ્યો હોય છે અને આવું વારંવાર થતાં ઘણી વખત સ્ત્રીના ગર્ભને એવું પણ નુકસાન થઈ જાય છે કે તે ફરી ગર્ભ ધારણ ન કરી શકે.

image source

જો કે આવી માન્યતાઓને દૂર કરવા માટે જ કેટલીક સેલિબ્રિટિઝે પોતાની ઈનફર્ટિલિટી વિશે વાત કરવાનું બીડું ઝડપ્યું છે. આ યાદીમાં નીતા અંબાણીનું નામ પણ સામેલ છે. ત્રણ સંતાનોના માતા નીતા અંબાણીને કન્સિવ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 55 વર્ષીય નીતા અંબાણીએ એક ઇન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ હંમેશા માતૃત્વ ધારણ કરવાનું સ્વપ્ન જોતા હતા. તેઓ ઈચ્છતા હતા કે, તેઓ પણ માતા બને અને બાળકોને સારી રીતે ઉછેરે, રમાડે. પરંતુ તેમની માતૃત્વ ધારણ કરવાની સફર એટલી આસાન નહોતી.

image source

માત્ર 23 વર્ષની વયના હતા ત્યારે જ નીતા અંબાણીને ડોક્ટરે કહી દીધું હતું કે, તેઓ ક્યારેય ગર્ભ ધારણ નહીં કરી શકે. આ વાત સાંભળીને તેઓ સંપૂર્ણપણે તૂટી ગયા હતા. નીતા અંબાણીએ કહ્યું કે, લગ્નના થોડા વર્ષ પછી જ તેમણે પરિવાર આગળ વધારવાનું પ્લાનિંગ કર્યું હતું. આ માટે જ્યારે તેમણે ડોક્ટરેને મળ્યું ત્યારે ડોકટરે તેમનાં રિપોર્ટ જોઈને કહ્યું હતું કે, તેઓ ક્યારેય માતા નહીં બની શકે. આ વિશે આગળ વાત કરતા નીતા અંબાણીએ કહ્યું કે, સ્કૂલમાં હતાં ત્યારે તેમણે માતા બનવા અંગે એક નિબંધ લખ્યો હતો. તેઓ એક શ્રેષ્ઠ માતા બનવાનું સપનું ત્યારથી જ સજાવીને બેઠા હતા.

image source

તેમનાં આ સપનાંને 23 વર્ષની ઉંમરે મળેલાં આ માતા નહીં બનાવી શકવાના સમચારે સાવ તોડી નાખ્યું હતું. જ્યારે ડોક્ટરે દ્વારા તેમને કહેવામાં આવ્યું કે, તેઓ ક્યારેય ગર્ભ ધારણ નહીં કરી શકે ત્યારે તેમને ખૂબ દુઃખ થયું હતું તે તુટી પડ્યા હતા પણ ટુંક સમયમાં જ તેઓ હિંમત ન હારતાં નવી દિશા તરફ શોધ ચાલુ કરી જેના વિશે અહી વાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તેમના નજીકના પારિવારિક મિત્ર ડો. ફિરુઝા પારિખની મદદથી તેઓ પ્રથમવાર જોડિયા બાળકોની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા. સાત મહિનાની પ્રેગનન્સીમાં જ નીતા અંબાણીને જોડિયા બાળકોની ડિલિવરી થઈ હતી. ખુશીની વાત એ હતી કે તેના ત્રણ વર્ષ પછી નીતા અંબાણીએ નેચરલી કન્સિવ પણ કર્યુ હતું.

image source

તેમના બાળકોના જન્મ અંગે વધારે વાત કરતા તેઓ જણાવ્યુ હતુ કે, તેમના આ બાળકોની ડિલીવરી અધૂરા મહિને જ થઈ ગઇ હતી. આ ડિલિવરીમા તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તે પછી નીતા અંબાણીને માતા બનવાનું સુખ તો મળ્યું. સાત મહિનાની પ્રેગનન્સીમાં જ નીતા અંબાણીને ડિલિવરી થઈ હતી. ખુશીની વાત એ હતી કે તેના ત્રણ વર્ષ પછી નીતા અંબાણીએ નેચરલી કન્સિવ કર્યુ અને તેમણે એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેમણે અનંત અંબાણી રાખ્યું.

image source

થોડા મહિના અગાઉ નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ અને તેમના જોડિયા ભાઈ આકાશ આઈવીએફ બેબી છે. માતાપિતાના લગ્નના સાત વર્ષ પછી તેમના માતા નીતા અંબાણી આઈવીએફ ટેક્નોલોજીની મદદથી માતા બન્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નીતા અંબાણીની આ વાતથી મહિલાઓ સમજી શકે છે કે, ક્યારેય જીવનમાં હાર ન માનવી જોઈએ. એક રસ્તો બંધ હોય તો બીજો રસ્તો જરૂર મળી શકે છે અને એવી કોઈ સમસ્યા હોતી નથી કે જેનો ઉકેલ ન હોય. તેમણે પણ IVF ટેક્નોલોજીની મદદ લઇ રસ્તો શોધી આગળ વધ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ