જીવનના છેલ્લા શ્વાસ સુધી રાધાજીએ સાંભળી હતી વાંસળી, વાંચો આ અમર પ્રેમકહાની…

રાધા-કૃષ્ણને અનુપમ પ્રેમના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. સાચા પ્રેમના અદભૂત ઉદાહણ તરીકે બંનેના નામોજ એક સાથે લેવામાં આવે છે. ઉત્કૃષ્ઠ પ્રેમ હોવા છતાં, રાધા-કૃષ્ણના લગ્ન શક્ય નહોતા થયાં. આવું કેમ? અને એવો પણ પ્રશ્ન કે કૃષ્ણના વિરહમાં વૃંદાવનમાં દેવી રાધાનું શું થયું હશે? લગભગ દરેક રાધાકૃષ્ણ ભક્તોના મનમાં ઊભો થાય છે. તેણે પોતાનું જીવન કેવી રીતે વિતાવ્યું હશે? અને તે કેવી રીતે મૃત્યુ પામ્યાં?

દેવી રાધાના અવસાન સંબંધિત દંતકથા, કેટલાક ધર્મગ્રંથમાં જોવા મળે છે. કહેવાય છે કે આ ગ્રંથોના અનુસાર રાધાજીના અવસાન સમયે, કૃષ્ણ ત્યાં હાજર હતા. દેવી રાધાએ જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે શ્રી કૃષ્ણે તેમની વાંસળી તોડી નાખી હતી અને ફરી ક્યારેય ન વગાડવાની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. જે જાણવાની આપણે સૌને ઇચ્છા હશે કે કયા સંજોગોમાં દેવી રાધાનું મૃત્યુ થયું હતું અને શા માટે કૃષ્ણે વાંસળી તોડી મૂકી હતી, આવો જાણીએ.


લાંબા સમયનો વિયોગઃ

ગ્રંથો અનુસાર, રાધા-કૃષ્ણનું બાળપણ એક સાથે વિત્યું હતું. તે જ સમયે બંનેને લાગ્યું પ્રમની અનન્ય લાગણી બંધાઈ છે. ત્યાં એક સમય હતો જ્યારે રાધા-કૃષ્ણને એકબીજાથી અલગ થવું પડ્યું. તે સમય હતો જ્યારે શ્રીકૃષ્ણ કંસને મારી નાખવા મથુરા ગયા હતા. તેમ છતાં તેમણે ટૂંક સમયમાં પાછા આવવાનું વચન આપ્યું હતું.

રાધાના બીજા કોઈ સાથે લગ્ન

દેવી રાધા લાંબા સમય સુધી શ્રી કૃષ્ણની પરત ફરવા માટે રાહ જોતા હતા, પરંતુ સંજોગોને કારણે તે આવી શક્યા નહોતા. થોડા સમય પછી, દેવી રાધાજીના બીજા સાથે લગ્ન થઈ ગયાં. લગ્ન પછી, દેવી રાધાએ તેમની પત્ની તરીકેની તમામ જવાબદારીઓ ભજવી, પરંતુ તેમનું મન માત્ર કૃષ્ણ પ્રેમમાં રચ્યુંપચ્યું હતું. ભગવાન કૃષ્ણ પ્રત્યે તેમનો લગાવ ઘટ્યો નહીં અંત સુધી અટૂત રહ્યો.

રુકમણી સાથે શ્રી કૃષ્ણના લગ્ન


બીજી બાજુ, કૃષ્ણના લગ્ન પણ દેવી રુકમણી સાથે થયાં. રાધાની જેમ, રુકમણી પણ ભગવાન કૃષ્ણને અપાર પ્રેમ કરતં હતાં અને રુકમણીના ભાઈ તેમના સાથે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા હતા. તેથી શ્રી કૃષ્ણે તેમની સાથે લગ્ન કર્યાં.

શ્રીકૃષ્ણ દ્વારકામાં સ્થાયી થયા

મથુરામાં કન્સની હત્યા કર્યા પછી, શ્રીકૃષ્ણે અન્ય ઘણા રાક્ષસોને મારી નાખ્યા. દરમિયાન, મહાભારત યુદ્ધનો સમયગાળો પણ આવ્યો. તેમના જીવનમાં અસંખ્ય ઉતાર ચડાવ આવ્યા, શ્રીકૃષ્ણ દ્વારકામાં સ્થાયી થયા. અહીં દ્વારકાધિશ નામથી કાન્હાને બોલાવવામાં આવે છે.

શ્રી કૃષ્ણ સાથે રહેવાની ઇચ્છા

શ્રી કૃષ્ણ અને દેવી રાધાએ તેમની દરેક ફરજો સંપૂર્ણપણે જીવનભર પૂર્ણ કરી. બધી ફરજોથી મુકત થયા પછી, દેવી રાધા ફરીથી શ્રીક્રિષ્ણને મળવાની રાહ જોવા લાગ્યાં. આ ઇચ્છાથી તેઓ દ્વારકા નગરી ગયાં. દ્વારકા પહોંચ્યા પછી, દેવી રાધા ભગવાન કૃષ્ણના લગ્ન વિશે જાણ્યા પછી પણ તેમને સહેજેય દુઃખ ન થયું.

ભગવાન કૃષ્ણના નિવાસસ્થાને

દ્વારકામાં ભગવાન કૃષ્ણ સિવાય કોઈ રાધાને જાણતા નહોતા. શ્રી કૃષ્ણે દેવી રાધાને જોઈને અનહદ ખુશ થઈ ગયા. તેઓ બંને લાંબા સમય સુધી ઇશારાઓની ભાષામાં જ વાત કરી રહ્યા. કાન્હા સાથે વધુ સમય પસાર કરવા માટે, દેવીએ તેમને તેના મહેલમાં રહેવા માટે પરવાનગી માગી. અને દેવિકા તરીકે મહેલમાં રહેવા લાગ્યાં.

દૂર જવાનું નક્કી કર્યું


દેવી રાધા મહેલમાં રહીને તેમની ત્યાંની જવાબદારીઓ સંભાળવા લાગ્યાં. જ્યારે પણ તેમને તક મળતી ત્યારે તેઓ શ્રી કૃષ્ણની મુલાકાત લેતાં. મહેલમાં ભગવાન કૃષ્ણની નજીક હોવા છતાં, દેવી રાધા તેમના સાથે આધ્યાત્મિક જોડાણ અનુભવવામાં અસમર્થ હતાં. જેના કારણે તેમણે મહેલથી દૂર જવાનું નક્કી કર્યું. જેથી તેઓ તે સંબંધ પર પાછા આવી શકે.

દેવીનો અંતિમ સમય નજીક આવ્યો

દેવી રાધા દ્વારકા નગરીથી દૂર રહેવા ચાલ્યાં ગયાં. સમય જતાં, દેવી રાધાને નબળઈ આવવા લાગી. જાણે કે તેમનો અંતિમ સમય નજીક આવવા લાગ્યો. આ સંજોગોમાં શ્રી કૃષ્ણ તેમની પાસે પહોંચ્યા. શ્રી કૃષ્ણે દેવી રાધા સાથેની તેમની ઇચ્છા વિશે પૂછ્યું. જેથી તેઓ તેને પરિપૂર્ણ કરી શકે.

સંભળાવી વાંસળીની સુમધુર ધૂન

અને પછી દેવી રાધાએ તેમને વાંસળી સંભળાવવાનું કહ્યું. દેવી રાધાની આ વિનંતીથી, ભગવાન કૃષ્ણે વાંસળીની મધુર ધૂન વગાડવાનું શરૂ કર્યું. દંતકથા અનુસાર, ભગવાન કૃષ્ણ ઘણા દિવસો સુધી વાંસળી વગાડતા રહ્યા અને દેવી રાધાએ વાંસળીની ધૂન સાંભળતાં તેમના દેહે શ્વાસ છોડી દીધા.

શ્રી કૃષ્ણે વાંસળી તોડી દીધી…


દેવી રાધાના દેહ નિર્વાણ બાદ, શ્રી કૃષ્ણના દુઃખની કોઈ સીમા નહોતી. કૃષ્ણ જાણતા હતા કે તેમની વાંસળી દેવી રાધાને ખૂબ જ પ્રિય હતી. તેમને તે સાંભળવાનો અતિશય શોખ હતો. આ સ્થિતિમાં, રાધાજીના મૃત્યુ પછી, તેઓએ તેમની વાંસળી તોડીને તેમને ઝાડમાં ફેંકી દીધી અને ફરીથી વાંસળી વગાડવાનો ક્યારેય પ્રયત્ન ન કર્યો.

આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રાધાના પ્રેમની વાર્તા સમાપ્ત થઈ. પરંતુ શ્રીકૃષ્ણના પ્રસ્થાન પછી, બે દૈવી શક્તિઓ ફરી ભેગા થઈ.