જીવનમાં બનતી અમુક ઘટનાઓ આપે છે સંકેત, આપણી સાથે સારું થશે કે ખરાબ મળી જાય છે આ સંકેતો..જાણો એ સંકેતોને !!!

વ્યકિતનાં જીવનમાં રોજ કોઈને કોઈ ઘટના ઘટતી જ રહે છે જેને જોઈને ક્યારેક આપણનર સારો અનુભવ થાય છે તો ક્યારેક આપણી આસપાસ બનતી ઘટનાઓથી આપણને અજીબ લાગે છે આમ જોવા જઈએ તો આજકાલનાં સમયમાં બધા પોતાનાં જીવનમાં વ્યસ્ત છે કોઈ પાસે એટલો સમય નથી કે તે દરેક ઘટના વિશે વિચારી શકે. એટલા માટે ઘણી વાર એમ થાય છે કે આપણી આસપાસ અમુક એવી ઘટનાઓ બની જાય છે જેને આપણે વધારે ભાગે અણદેખી કરી દઈએ છીએ.


પરંતુ આપણે આ વાતને નથી જાણતા કે આ ઘટનાઓને અનદેખી કરીને આપણે આપણાં માટે ને આપણાં પરિવાર માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છીએ. વ્યકિતની આસપાસ થનારી ઘટનાઓનો કંઇક અર્થ ચોક્કસ હોય છે. જેની અસર આપણા જીવન પર જરૂર પડે છે. આજે અમે તમને આ લેખનાં માધ્યમથી ઘણી એવી ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આપણને સંકેત આપે કે આવનાર દિવસોમાં આપણી સાથે શુભ થવાનું છે કે અશુભ થવાનું છે. આવો જાણીએ તેના વિશે.


હાથમાંથી ભોજન પડવું : જો ઘરની ગૃહ લક્ષ્મીનાં હાથમાંથી અવારનવાર ભોજન પડે છે તો આ ઘટનાનો સંકેત હોય છે કે આવનાર દિવસોમાં આપની સાથે કંઈક ખરાબ થઈ શકે છે. મહિલાનાં હાથમાંથી વારે-વારે ભોજનનું પડવું દરિદ્રતા આવવાનો સંકેત આપે છે . માટે સમય રહેતા સાવધાન થઈ જવું જોઈએ.


દૂધનું ઉભરાવું : જો આપનાં રસોડામાં ગેસ પર દૂધ ગરમ કરતા કે કોઈપણ કારણથી દૂધ વારે-વારે જમીન પર પડી રહ્યું છે તો તેનો સંકેત સારો નથી હોતો જો આ ઘટના આપની સાથે અવારનવાર બની રહી છે તો આપનાં ઘરમાં કલેશ થવાની સંભાવના બને છે.

નળનું ટપકવું : જો આપના ઘરમાં અચાનક નળમાથી પાણી ટપકવા લાગે છે તો તેને અશુભ માનવામાં આવે છે આ એ વાતનો સંકેત કરાવે છે કે આવનાર દિવસોમાં આપના ઘરે દરિદ્રતા આવવાની સંભાવના છે.


કબૂતરનો માળો : એમ માનવામાં આવે છે કે, જો ઘરમાં કોઈ કબૂતરે માળો બનાવી લીધો છે કે મધમાખીએ મધપૂળો બનાવી લીધો છે તો આ ઘટનાને પણ શુભ માનવામાં આવે છે. તમારા ઘરમાં સારા સમાચાર આવવાના છે.

કરોળીયાનું જાળું : જો આપનાં ઘરમાં કરોળીયાએ જાળું બનાવી લીધુ છે તો આ શુભ નથી માનવામાં આવતું આ એ વાતનો સંકેત કરાવે છે કે તેનાથી ધનલાભનાં માર્ગમાં બાધા ઉત્પન્ન થઈ શકે છે.


અરિસો તૂટવો : જો આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ઘરમાં તૂટેલ અરિસો ન રાખવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે જો આપનાં ઘરમાં પણ તૂટેલો અરિસો છે તો તેને તરત જ હટાવી દો.

ચામડચિડિયાનું આવવું : જો આપનાં ઘરમાં ભૂલથી પણ કોઈ ચામડચિડિયાનો પ્રવેશ થઈ જાય તો તેને શુભ નથી માનવામાં આવતું આ ઘટના એ વાતનો સંકેત કરાવે છે કે આપના સાથે કંઈક ખરાબ થઈ શકે છે.


ઘરમાં આગ લાગી જવી : જો કોઈ ખુશીનાં અવસર પર ઘરમાં અચાનક ઘરમાં આગ લાગી જાય તો આ એ વાતનો સંકેત કરાવે છે કે આપની આર્થિક સ્થિતિ ખરાબ થવાની છે.