કરો આ કામ, ઇ-પાન કાર્ડ માટે નહિં ખાવા પડે ઓફિસના ધક્કા

ઇ-પાન માટે નહીં ખાવા પડે ઓફિસના ધક્કા, આધાર આપતાં જ મળી જશે સુવિધા

image source

ચાલુ મહિનાથી આધાર કાર્ડની વિગતો આપવાથી ઇ-પાન કાર્ડ આપવાની સુવિધા શરૂ થવા જઈ રહી છે.

દેશના મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ આ બાબતે જણાવ્યું હતું કે ઓનલાઈન પ્રોસેસમાં આધાર નંબર નાખવા પર તમારા આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જેના દ્વારા તમારું વેરીફીકેશન થઈ જશે અને ત્યાર બાદ તમને ઇ-પાન ઇશ્યુ કરવામાં આવશે.

image source

PAN-આધારના લીંકીંગની છેલ્લી તારીક 31 માર્ચ 2020 જાહેર કરવામાં આવી છે. પાન કાર્ડને આધાર સાથે લિંક કરીને ઇ-પાન મેળવવાનો સૌથી મોટો લાભ લોકોને એ થશે કે આવકવેરો ભરનારે પાન કાર્ડ માટે ફોર્મ ભરવાની કે તેને જમા કરાવવાની જરૂર નહીં પડે અને આવકવેરો ભરનારને તેના ઘરે જ પાન કાર્ડ મોકલી આપવામાં આવશે આ રીતે સામાન્ય જનતા તેમજ આયકર વિભાગ બન્નેની પ્રક્રિયા સરળ બની રહેશે.

કેવી રીતે કરશે કામ

image source

તેના માટે તમારે ઇન્કમ ટેક્ષની વેબસાઈટ પર જવાનું રહેશે. www.incometaxindiaefilling.gov.in આ વેબસાઇટ પર તમારે તમારો આધાર નંબર આપવાનો રહેશે. ત્યાર બાદ તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર તમે રજિસ્ટર્ડ કરાવડાવ્યો હશે તેના પર તમારા પર એક વન ટાઈમ પાસવર્ડ આવશે.

image source

આધાર કાર્ડ પરની માહિતી વેરિફાઈ કરવા માટે આ ઓટીપીનો ઉપયોગ કરવાનો છે, ત્યાર બાદ તમે ઇ-પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

image source

ઇપાન સાથે આધાર વેરિફિકેશન કરવાની 31મી માર્ચ સુધીની મુદત આપવામા આવી છે. સરકારે પાન-આધાર લિંક કરાવવું ફરજિયાત કર્યું છે, અત્યાર સુધીમાં 30.75 કરોડથી પણ વધુ પાન કાર્ડ આધાર સાથે લિંક થઈ ચુક્યા છે પણ હજુ સુધી 17.58 કરોડથી પણ વધારે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થવના બાકી છે.

image source

જેના માટે 31મી માર્ચ સુધીની મુદ્દત સરકાર તરફથી આપવામા આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ