PM મોદી જે મહિલાઓને નમસ્તે કરી રહ્યા છે જાણો એ મહિલાઓ કોણ છે, શું તમે જાણો છો આ વિશે?

જાણો કોણ છે જેને બે હાથ જોડી મોદી નમસ્તે કરી રહ્યા છે, પી.એમ મોદી જે મહિલાઓને નમસ્તે કરી રહ્યા છે તેમાના એકને ગૌતમ અદાણીના પત્નિ તરીકેની ખોટી ઓળખ આપવામા આવી રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મેદી બે અલગ અલગ મહિલાઓને પ્રણામ કરી રહ્યા છે જેની તસ્વીરો શેર કરીને એવો દાવો કરવામા આવી રહ્યો છે કે તે બે તસ્વીરોમાં પ્રિતિ અદાણી, એટલે કે ગૌતમ અદાણી કે જેઓ અદાણી ગૃપના ચેરમેન છે તેમના પત્ની છે.

image source

પણ હવે જાણવા મળ્યું છે કે તે બન્ને મહિલાઓને ખોટી રીતે પ્રિતિ અદાણી તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. પણ વાસ્તવમાં આ તસ્વીરોમાંની એકમાં દીપિકા મોન્દોલ છે કે જેઓ દિલ્લી સ્થિત એનજીઓ ઓફિસમાં કામ કરે છે જ્યારે બીજા મહિલા ગીથા રુદ્રેશ છે જેઓ તુમકુરના પૂર્વ મેયર રહી ચૂક્યા છે.

ખોટો દાવો

આ તસ્વીરો સાથે કંઈક આ પ્રકારનો દાવો કરવામા આવી રહ્યો છે: ‘આ જોઈ લો 56” 36” વાળીની સામે નતમસ્તક થઈ રહ્યા છે, પોતાના ઘરનાને કાઢી મૂક્યા અને અદાણી વાળીની પૂજા કરી રહ્યા છે.’

image source

આ તસ્વીરમાં તમે આ ખોટા દાવાને જોઈ શકો છો. આ ઉપરાંત પણ બીજી એક તસ્વીર સોશયિલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં વડાપ્રધાન મોદી બીજા એક મહિલાને નમન કરી રહ્યા છે. તો અહીં પણ તેવો જ દાવો કરવામા આવી રહ્યો છે કે તેઓ ગૌતમ અદાણીના પત્ની સામે નમી રહ્યા છે.

image source

અને ફેસબુક પર પણ આવી બધી તસ્વીરોને આવા જ દાવા સાથે શેર કરવામા આવી રહી છે. પણ સત્ય સામે આવી ગયું છે. થોડી છણાવટ દ્વારા ખબર પડી છે કે બન્ને મહિલાઓની જે તસ્વીરો વાયરલ થઈ રહી છે તેમને ગૌતમ અદાણીના પત્નીની ખોટી ઓળખ આપવામા આવી છે. તો હવે તમે જાતે જ આ તસ્વીરોને એક પછી એક જોઈને તપાસી શકો છો.

image source

બીજી એક તસ્વીર છે તેમાં વડાપ્રધાન મોદી જે મહિલાને નમન કરી રહ્યા છે તે દીપિકા મોન્દોલ છે જેણી દિવ્યજ્યોતી કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ વેલફેર સોસાયટી નામની એનજીઓ ધરાવે છે તેણી છે. અને આ તસ્વીર તેણીની જ છે તેવું કન્ફર્મેશન દીપિકા મોન્દોલના પતિ સમર મોન્દોલ તરફથી પણ મળી ગયું છે.

તેમણે આ સંદર્ભમાં થયેલી એક વાતચીતમાં જણાવ્યું ‘મને યાદ નથી કે ચોક્કસ કયા વર્ષમાં આ વાયરલ તસ્વીર લેવામા આવી હતી પણ તેણી મારી પત્ની દિપિકા મોન્દોલ જ છે.’

image source

કેટલીક તપાસ દ્વારા આ બન્ને મહિલાઓ અલગ છે તેવું સ્પષ્ટ થઈ ગયું છે અને તે બન્નેમાંથી એક પણ ગૌતમ અદાણીના પત્ની નથી તે પણ સ્પષ્ટ થઈ ગયું છે.

આ તસ્વીર 2014ના સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવી છે જેમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તે સમયના તુમકુરના મેયર ગીથા રુદ્રેશનું અભિવાદન કરી રહ્યા છે. અને તે તસ્વીર ટ્વીટરમાંથી પણ મળી આવી છે. અને આ તસ્વીર બાબતે એક સ્થાનિક જર્નાલિસ્ટે પણ તસ્વીરમાની મહિલાને ગીથા રુદ્રેશ તરીકે ઓળખી લીધા છે.

image source

2014ના સપ્ટેમ્બર મહિનામાં પીએમ મોદીએ તુમકુરના ઇન્ડિયા ફૂડ પાર્કના ઉદ્ઘાટન વખતે ત્યાની મુલાકાત લીધી હતી. ઓફિશિયલ વેબસાઇટ પર પી.એમ મોદીની આ આખીએ ઇવેન્ટની વિગતવાર માહતી તેમજ ફૂટેજ મુકવામાં આવ્યા છે. માટે આ જે વાયરલ થઈ રહેલી બે તસ્વીરો છો તેમાં વાસ્તવમાં અલગ અલગ બે મહિલાઓ છે અને તેમાંથી એકપણ ગૌતમ અદાણીના પત્ની પ્રિતિ અદાણી નથી.

Source: thequint

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ