મની પ્લાન્ટ નહિં, પણ આ છોડને લાવો ઘરમાં, પૈસાથી ભરાઇ જશે તિજોરી અને ક્યારે નહિં આવે આર્થિક તંગી

આખી દુનિયામાં આવેલ પ્રત્યેક વસ્તુઓ ઉર્જા સાથે સંબંધિત હોય છે અને આપણી આસપાસની ઉર્જાની અસર આપણા જીવનને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેની મદદથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને સુખ- સમૃદ્ધિ અને શાંતિ હંમેશા માટે જળવાઈ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ દરેક છોડને પોતાનું મહત્વ હોય છે.

image source

કેટલાક છોડને ઘરમાં રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દુર કરે છે તો એવા કેટલાક છોડ હોય છે જેને ઘરમાં લગાવવાથી ઘરમાં ધનની ક્યારેય અછત સર્જાતી હોતી નથી. મોટાભાગના લોકો ધન પ્રાપ્તિ માટે મની પ્લાન્ટને લગાવવા વિષે જાણતા હોય છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં ધન પ્રાપ્તિ કરવા માટે એક અન્ય છોડ વિષે પણ જણાવવામાં આવ્યું છે આ છોડને ક્રાસુલાનો છોડ કહેવામાં આવે છે. ક્રાસુલા છોડની પાંદડીઓ મોટી હોય છે તેમ છતાં ઘણી મુલાયમ હોય છે.

image source

ક્રાસુલાનો છોડ ખુબ ઝડપથી ફેલાઈ જાય છે. ક્રાસુલા છોડની પાંદડીઓ હળવા લીલા અને હળવા પીળા રંગની હોય છે. ક્રાસુલાના આ છોડને વધારે તાપની જરૂરિયાત હોતી નથી. ક્રાસુલાનો છોડ છાંયડામાં પણ વધતો જ જાય છે. વસંત ઋતુના સમય દરમિયાન ક્રાસુલા છોડમાં તારા જેવા આકાર ધરાવતા નાના સફેદ કે પછી ગુલાબી રંગના ફૂલ ખીલતા જોવા મળે છે. ક્રાસુલાના છોડ પર આવતા ફૂલ દેખાવમાં અત્યંત સુંદર હોય છે.

image source

ક્રાસુલાનો છોડ જોવામાં પણ ઘણો સુંદર લાગે છે. ક્રાસુલા છોડની પાંદડીઓ ખુબ જ મજબુત અને લચીલી હોય છે એટલા માટે ક્રાસુલા છોડની પાંદડીઓને સ્પર્શ કરવાથી પણ પાંદડીઓ વળી જતી છે નહી. ક્રાસુલાના છોડને વધારે પ્રમાણમાં સાર- સંભાળની પણ જરૂરિયાત પડતી નથી એટલા માટે ક્રાસુલાના છોડને આપ સરળતાથી આપના ઘરમાં લગાવી શકો છો.

image source

આપ ઈચ્છો તો કે પછી આપની સુવિધા મુજબ આપ ક્રાસુલાના છોડને કુંડામાં પણ લગાવી શકો છો. હવે ધન પ્રાપ્તિની વાત કરીએ તો ચાઇનીઝ ફેંગશુઈમાં જણાવ્યા મુજબ ક્રાસુલા સકારાત્મક ઉર્જાની જેમ જ ધનને પણ ઘરની તરફ ખેચે છે. ક્રાસુલાના છોડને ઘરના પ્રવેશ દ્વારની નજીકમાં જ લગાવવો જોઈએ. જ્યાંથી આપના ઘરમાં પ્રવેશ દ્વાર ખુલે છે, ક્રાસુલાના છોડને ડાબી બાજુ રાખી દેવો જોઈએ. ક્રાસુલાનો છોડ ઘરમાં રાખી દીધાના થોડાક દિવસમાં જ પોતાની અસર બતાવવાનું શરુ કરી દેશે. ક્રાસુલાના છોડ લગાવવાથી આપના ઘરમાં તમામ પ્રકારની સુખ- શાંતિ પણ જળવાઈ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ