જ્યારે બિલાડીએ કર્યું રેમ્પ પર કેટ વોક, તો મોડેલ્સ પણ રહી ગઈ પાછળ, જોઇ લો વાયરલ વિડીયો તમે પણ

જ્યારે વાસ્તવિક બિલાડીએ કર્યું રેમ્પ પર કેટ વૉક – મોડેલ્સ રહી ગઈ પાછળ – વિડિયો થઈ રહ્યો છે વાયરલ

ફેશન શોની દુનિયા આપણાથી હવે જરા પણ અજાણ નથી રહી. ખાસ કરીને જે દુનિયા આપણે ટેલિવિઝન કે પછી સોશિયલ મિડિયા કે પછી ઇન્ટરનેટ પર જોઈ રહ્યા છે તે. ફેશન શોમાં પુરુષ-મહિલા બન્નેના વસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવે છે. ફેશન શો ખાસ કરીને મોટી બ્રાન્ડ કે પછી ખ્યાતનામ ડિઝાઈનર્સ કરતા હોય છે. અહીં તેઓ પોતાના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા વસ્ત્રોને પોતાના મોડેલને પહેરાવે છે અને તેમને રેમ્પ પર કેટવોક કરાવે છે. ફેશન શોની રેમ્પ પર વસ્ત્રોનું પ્રદર્શન કરવા માટે ચાલવું તેને કેટ વૉક કહે છે.

image source

પણ તાજેતરમાં એક વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વાસ્તવમાં એક બિલાડી રેમ્પ પર વોક કરતી જોવા મળી છે. આમ તેના શબ્દના અર્થ પ્રમાણે કેટ વોક થયું છે.

image source

સોશિયલ મિડિયાએ માત્ર લોકોને જ ફેમસ નથી બનાવ્યા પણ ઘણીવાર જાનવરોને પણ ફેમસ બનાવ્યા છે. જાનવરોના ક્યૂટ એક્સપ્રેશનવાળા ઢગલાબંધ વિડિયો તમને સોશયિલ મડિયા પર જોવા મળી જશે. તેના કારણે જ અમને ખબર પડી છે કે જાનવરો પણ ટેલેન્ટથી ભરપુર હોઈ શકે છે.

image source

હવે આ બિલાડીને જોઈ લો, મોડેલની સાથે કરવા લાગી કેટ વૉક. તમને મોડેલ્સને કેટવોક કરતાં તો ઘણીવાર જોઈ હશે, પણ વાસ્તવમાં બીલાડીને કેટવોક કરતાં ભાગ્યે જ જોઈ હશે, પણ તુર્કીના ફેશન શોમાં આ અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. તુર્કીમાં એક ફેશન શો દરમિયાન મોડેલ્સની સાથે એક બિલાડી પણ કેટવોક કરવા પહોંચી ગઈ હતી. આ ઘટના એસ્મોદ ઇન્ટરનેશનલ ફેશન શોમાં ઘટી હતી જે આ અઠવાડિયે ઇસ્તંબુલમાં થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hakan Öztürk (@hknylcn)

મોડેલ્સથી વધારે આ બિલાડી પર દર્શકોનું ધ્યાન ખેંચાયું હતું. જો કે બિલાડીએ કોઈને ડિસ્ટર્બ નહોતા કર્યા. અને પોતે જ કેટવોક કરવા લાગી હતી. વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે બિલાડીએ પહેલા તો ખૂબ આળસ મરડી અને પછી ગંભીર થઈને રેમ્પ પર કેટવોક કરવા લાગી. તેની આ હરકત જોઈ મોડેલ્સ પણ હસી પડી અને દર્શકો તો બસ અચરજતાથી બિલાડીને જ જોતા રહી ગયા. બિલાડી રેમ્પ પર ક્યારે અને ક્યાંથી આવી ગઈ તેની કોઈને ખબર પણ ન પડી અને કોઈને અસર પણ ન થઈ અને ન તો કોઈએ એ જાણવાનો પ્રયાસ કર્યો, બસ તે તો બિલાડીને કેટવોક કરતાં જોતા રહ્યા.

image source

આ રહ્યો બિલાડીનો કેટવોક કરતો વિડિયો. એવું લાગે છે કે બિલાડી પોતાના નામથી બનેલા શબ્દ કેટવૉકને સાર્થક કરી રહી છે અને રેમ્પ પર પહોંચી ગઈ હતી અને કદાચ લોકોને એ બતાવવા માગતી હતી કે જુઓ મારા જ નામ પર તમે લોકોએ કેટવૉક શબ્દ બનાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ