શું તમે જોઇ ‘રામાયણ’ના રામની જવાનીની તસવીરો?

યુવાનીના દિવસોમાં,આવા દેખાતા હતા ટેલિવિઝન ના રામ,ફોટો જોઈ ચાહકો, તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં

image source

રામાનંદ સાગરની રામાયણને લઈને 33 વર્ષ પછી પણ લોકોમાં ભારે ઉત્સાહ છે.સોશિયલ મીડિયા પર આ સીરીયલને લઈને રોજ ટ્રેન્ડ જોવા મળે છે.શોમાં રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલના ચાહકો ત્યારે પણ હતા અને અત્યરે પણ છે.ચાહકો તેમના વિશેની દરેક નાની મોટી બાબતો જાણવા માગે છે.આ દરમિયાન અરુણ ગોવિલની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

image source

આ તસવીર અરુણ ગોવિલના યુવાનીના દિવસની છે. ફોટો બ્લેક એન્ડ વાઈટ છે.આ ફોટો અરુણ ગોવિલની ભાભી તબ્બુસુમે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.આ ફોટો શેર કરતા તેમણે લખ્યું – અમે પ્રકાશ જાવડેકર જીનો આભારી છીએ કે જેમણે ફરી ડીડી નેશનલ ઉપર રામાયણ બતાવવાનું નક્કી કર્યું.

તેમણે પોતાની ટવીટમાં આગળ લખ્યું-આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આજની પેઢીને ખબર પડશે કે રામાયણ એટલે શું.મને આનંદ છે કે રામાયણનો રામ મારા દિયર છે.અરુણ ગોવિલનો આ ફોટો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.આ ફોટોમાં અરુણ ગોવિલને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે.

image source

રામાયણમાં રામની ભૂમિકા ભજવવાને કારણે અરુણ ગોવિલને દેશમાં ઘણી પ્રસિદ્ધિ અને આદર મળ્યો,પરંતુ આ પાત્ર લોકોના મનમાં એટલું બેસી ગયું કે લોકોએ અરૂણ ગોવિલમાં માત્ર શ્રી રામની છબી જોવાની શરૂઆત કરી. તેની પાસે કોઈ અન્ય ભૂમિકા માટે ક્યારેય કોઈ ડિરેક્ટર નહોતા આવ્યા.આ દિવસોમાં અરૂણ ગોવિલ ફરી ચર્ચામાં છે.

image source

‘રામાયણ’ ની વાત કરીએ તો એક એપિસોડમાં લગભગ નવ લાખ રૂપિયા ખર્ચ થતો હતો.આ શોનું શૂટિંગ લગભગ 550 દિવસ સુધી ચાલ્યું હતું.ગુજરાતના ઉમરગાંવમાં તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.80 ના દાયકામાં ‘રામાયણ’નો ચાવ હજી દર્શકોમાં છે.’રામાયણ’એ ડીડી નેશનલ પર ફરીથી પ્રસારણ શરૂ કર્યું છે.આ શો સવારે અને રાત્રે 9 વાગ્યે પ્રસારિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ