જવુ પડે છે વારંવાર બાથરૂમ અને થાય છે ત્યાં બળતરા, તો જલદી બતાવો ડોક્ટરને કારણકે…

વારંવાર જવું પડે પેશાબ અને થતી હોય બળતરા તો હોય શકે છે આ ગંભીર બીમારી

image source

યૂરિન ઈંફેકશનની સમસ્યા સૌથી વધારે મહિલાઓને થાય છે તેવી માન્યતા સામાન્ય રીતે પ્રવર્ત છે. પરંતુ સત્યએ છે કે આ પ્રકારનો ચેપ થવાની શક્યતા જેટલી મહિલાઓ જેટલી જ પુરુષોને પણ હોય છે. યૂરિન ઈંફેકશન હોય તેવા લોકોને યૂરિન પાસ કરતી વખતે દુખાવો, બળતરા થાય છે અને બાથરૂમ થવાની તીવ્ર ઈચ્છા વારંવાર થાય છે. જો કે મોટાભાગના લોકો આવી તકલીફ સહન કરે રાખે છે અને ડોક્ટર પાસે જવામાં સંકોચ અનુભવે છે. આ બેદરકારીના કારણે આવી તકલીફ સામાન્યમાંથી ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે.

image source

મેડિકલ ભાષામાં આ પ્રકારની બીમારીને ડિસ્યૂરિયા કહેવામાં આવે છે. આ એક પ્રકારનો ચેપ છે જે યોનિમાં કોઈ બેક્ટેરિયા પ્રવેશ કરવાથી થાય છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર સામાન્ય રીતે આ તકલીફ 20થી 50 વર્ષની મહિલાઓને વધારે થાય છે. માત્ર મહિલાઓમાં જ નહીં પરંતુ પુરુષોમાં પણ આ બીમારી જોવા મળે છે. તો ચાલો હવે તમને જણાવીએ કે આ ચેપના લક્ષણો કયા કયા હોય છે.

ઈંફેકશનના લક્ષણ

image source

યૂરિન ઈંફેકશન મૂત્ર માર્ગ વડે જ્યારે કોઈ બેક્ટેરિયા યૂરિનરી સિસ્ટમ અને બ્લેડર સુધી ફેલાઈ ત્યારે થાય છે. આ પ્રકારના ચેપ મહિલાઓની જેમ પુરુષોને પણ થાય છે. ચેપ થયા બાદ દર્દીને વારંવાર યૂરિન પાસ કરવાની ઈચ્છા થાય છે, બાથરુમમાં વાસ આવે છે, દુખાવો થાય છે અને જો ચેપ વધી જાય તો પેશાબમાં લોહી પણ પડે છે. આવી સ્થિતિમાં દર્દીને તાવ પણ આવે છે અને શરીરમાં દુખાવો પણ રહે છે.

પુરુષોમાં જોવા મળે છે આવા લક્ષણ

image source

પુરુષોને જો ડિસ્યૂરિયા થાય તો આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. પુરુષોને આ તકલીફ હોય તો તેમને પ્રોસ્ટેટ સંબંધીત સમસ્યા થાય છે. તેમાં સોજો આવવો, ઈજેક્યુલેશન સમય દુખાવો, યૂરિન પાસ કરતી વખતે દુખાવો થાય છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો આ સમસ્યાઓ ગંભીર બની જાય છે. જો પ્રારંભિક તબક્કે આ લક્ષણો જોવા મળે અને આ બીમારી હોવાની શંકા જાય તો સંકોચ વિના ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સારવાર કરાવવી.

અન્ય કારણો

image source

યૂરિન સાથે સંબંધીત ચેપ લાગવાના અન્ય કારણો પણ હોય શકે છે. શરીરની બનાવટ અને કાર્યપ્રણાણી જટિલ હોય છે. શરીરનું દરેક અંગ સુચારુ રીતે કામ કરે તે અન્ય અંગો પર પણ નિર્ભર હોય છે. આ જ કારણ છે કે શરીરમાં કોઈ તકલીફ થાય તો તેના કારણો પણ એક કરતાં વધારે હોય છે. દાખલાતરીકે યૂરિન સંબંધિત સમસ્યા થાય તો તેનું કારણ ચેપ હોવા ઉપરાંત પથરી પણ હોય શકે છે. પથરી હોય તો પણ વારંવાર પેશાબ જવાની ઈચ્છા અને દુખાવો અનુભવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ