ધરની આ દિશામાં પૈસા અને દાગીના મુકવાથી થાય છે ડબલ વધારો, જલદી જાણી લો તમે પણ

ઘરમાં કઈ દિશામાં રાખવા ધન અને આભૂષણ, જાણો 8 દિશા વિશેનું જ્ઞાન

વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન કે ધન રાખવાની તિજોરી યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ઘરમાં બરકત વધે છે. તો ચાલો આ માન્યતા અનુસાર જાણીએ કે ઘરમાં કઈ દિશા કે ખૂણામાં ધન રાખવું જોઈએ. જેથી તેમાં ઉત્તરોત્તર વધારો થાય.

image source

ઉત્તર દિશા

ધન કે તિજોરી રાખવા માટે ઉત્તર દિશા સૌથી ઉત્તમ ગણાય છે. ઉત્તર દિશાના સ્વામી ધનના દેવતા કુબેર છે. ઘરની આ દિશામાં રોકડ, દાગીના રાખી શકાય. જો કબાટમાં ધન રાખતા હોય તો તેને પણ રુમની ઉત્તર દિશામાં રાખવો. રુમની દક્ષિણ તરફની દિવાલ પાસે કબાટ રાખવો જેથી તે ખુલે ત્યારે તેની દિશા ઉત્તર હોય.

ઈશાન કોણ

image source

ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેના ખૂણાને ઈશાન કોણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ખૂણામાં ધન, ઘરેણા રાખનાર ઘરની મુખ્ય વ્યક્તિ બુદ્ધિમાન હોય છે. આ ખૂણામાં ધન સંચય કરવાથી ઘરના પુત્ર અને પુત્રી બુદ્ધિમાન અને પ્રસિદ્ધ થાય છે.

પૂર્વ દિશા

ઘરની સંપત્તિ અને તિજોરી આ દિશામાં રાખવાથી લાભ થાય છે. આ દિશામાં રાખેલું ધન સતત વધે છે.

image source

અગ્નિ ખૂણો

દક્ષિણ પૂર્વ દિશા વચ્ચેના ખૂણાને અગ્નિ ખૂણો કહે છે. અહીં ધન રાખવાથી ધનમાં ઘટાડો થાય છે. અહીં ધન સંચય કરનારની આવક કરતાં ખર્ચ વધારે થાચ છે. તેના કારણે તેના પર કરજ વધી જાય છે.

image source

દક્ષિણ ખૂણો

આ દિશામાં ધન કે આભૂષણ રાખવાથ નુકસાન તો નહીં થાય પરંતુ આવક વધતી પણ નથી.

નૈઋત્ય કોણ

image source

દક્ષિણ અને પશ્ચિમ ખૂણા વચ્ચે નૈઋત્ય કોણ હોય છે. અહીં એવું જ ધન સંચય થઈ શકે જે ખોટી રીતે કમાયેલું હોય. આ દિશામાં ધન રાખવાથી મહેનત પણ ઘટી જાય છે, જો કે અહીં રાખેલું ધન ટકે છે.

પશ્ચિમ દિશા

image source

આ દિશામાં ધન અને આભૂષણ રાખવાથી લાભ થતો નથી. અહીં ધન રાખશો તો ધન કમાવા માટે મહામહેનત કરવી પડશે.

વાયવ્ય કોણ

image source

પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે વાયવ્ય કોણ હોય છે. અહીં ધન રાખવાથી ઘરનું બજેટ હંમેશા ગડબડ હોય છે. આવા લોકો કરજથી પરેશાન રહે છે અને ખર્ચ જેટલી રકમ પણ મહામુસિબતે મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ