આ એક ગ્લાસ પીઓ જ્યૂસ, અને કિડની કરી દો સ્વચ્છ…

એક ગ્લાસ જ્યૂસ સાફ કરી દેશે કિડનીની ગંદકી, હેલ્થ થઈ જશે ટનાટન

image source

કિડની શરીરનું મહત્વનું અંગ છે. કિડની રક્તમાંથી નીકળતા બેકાર અને ક્રિએટનિનને ગાળી અને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. કિડની કામ કરવાનું બંધ કરી દે તો આ નકામાં અને ઝેરી પદાર્થો શરીરમાં જ જમા થી જાય છે અને શરીરમાં અનેક બીમારીઓ ઘર કરવા લાગે છે.

image source

તેવામાં જરૂરી છે કે કિડની સારી રીતે કામ કરતી રહે અને તેની સફાઈ પણ નિયમિત થાય. કિડનીને સાફ કરવી એટલે કે તેને ડિટોક્સ કરવી ખૂબ જરૂરી છે.

કિડની જ્યારે ડિટોક્સ ન થાય તો તે બરાબર કામ કરતી નથી અને શરીરના રક્તમાંથી દૂષિત અને વિષાક્ત દ્રવ્યો શરીરમાંથી બહાર નીકળી શકતાં નથી. આ ઉપરાંત જો કિડની બરાબર કામ કરતી ન હોય તો શરીરમાં એક પછી એક રોગ ઘર કરી જાય છે.

image source

જો કોઈ વ્યક્તિને કિડનીમાં પથરી પણ થાય તો તેને અસહ્ય દુખાવો થાય છે. તેવામાં જો કિડની ખરાબ થઈ જાય તો ગંભીર સમસ્યા થવા લાગે છે. તેથી ખૂબ જ જરૂરી છે કે કિડની સારી રીતે કામ કરે તે માટે તેને ડિટોક્સ કરી તેની સંભાળ લેવામાં આવે. આજે તમને એવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જાણવા મળશે જે કિડનીને ડિટોક્સ કરે છે.

ડૈંડિલિયન ટી

image source

ડૈંડિલિયન એટલે કે સિંહપર્ણીની ચા. તેમાં વિટામિન એ, બી કોમ્પ્લેક્સ, સી અને ડી તેમજ લોહતત્વ,પોટેશિયમ અને આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે.જે કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેનાથી પથરીની તકલીફ પણ દૂર થાય છે.

બીટનો રસ

image source

બીટનો રસ એક શ્રેષ્ઠ કિડની ક્લીંઝર છે. તેનાથી લિવરને પણ લાભ થાય છે.બીટનો રસ એંટી ઓક્સીડેંટથી ભરપુર હોય છે જે ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. તેનાથી કિડનીની પથરી પણ સરળતાથી બહાર નીકળી જાય છે.

આદુની ચા

image source

તેના માટે એક કપ ગરમ પાણીમાં આદુને ખમણી અને સારી રીતે ઉકાળવું. તેમાં જરૂર હોય તો મધ પણ ઉમેરવું. તેનું સેવન કરવાથી કિડની ડિટોક્સ થાય છે અને શરદી-ખાંસી પણ દૂર થાય છે.

સ્ટિંગિગ નૈટલ

image source

સ્ટિંગિગ નૈટલ એક પ્રકારની હર્બલ દવા છે. તેનાથી સોજા દૂર થાય છે અને સાથે જ બૈક્ટેરિયલ બીમારીઓનો પણ રામબાણ ઈલાજ તે છે. તેમાં એંટી ઓક્સીડેંટ હોય છે જે કિડનીને ડિટોક્સ કરે છે.

લીંબુ પાણી

image source

લીંબુ અને સંતરાનો રસ પણ ડિટોક્સ કરવાનું કામ સારી રીતે કરે છે. તેમાં સાયટ્રેટ એસિડ હોય છે જે કિડનીના કૈલ્શિયમને ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે ઠંડા પાણીમાં 4થી 5 લીંબુ નીચોવી અને તેમાં મધ ઉમેરી પી જવું.

ક્રેનબેરી જ્યૂસ

image source

ક્રેનબેરી જ્યૂસ પીવાથી યૂરિન ઈંફેકશન મટે છે.કિડનીને તે ફિલ્ટર પણ કરે છે. તેનાથી કિડની સ્ટોનની સમસ્યાઓ પણ દૂર થાય છે.

હળદરની ચા

image source

ઔષધીય ગુણોથી ભરપૂર હળદરનું સેવન કરવાથી કિડની ડિટોક્સ થાય છે અને સોજા પણ ઉતરે છે. હળદરથી બીપી ઘટે છે અને કિડનીની સમસ્યાઓ મટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ