જવના પાણીથી થાય છે ચમત્કારિક લાભ, પ્રાચિન સંસ્કૃતિથી તેનો ઉપયોગ આપણાં પૂર્વજો પણ કરતા…

સારા સ્વાસ્થ્ય માટે પ્રાચીન સમયથી ચાલ્યા આવતા કુદરતી ઉપાય તરીકે, જવનું પાણી એક ઉત્તમ પીણું છે. જેને આપણા પૂર્વજોએ આપણી ભારતીય સંસ્કૃતિના પ્રારંભથી તેમના દૈનિક આહારમાં શામેલ કર્યું છે. પાવર ગ્રેઇન તરીકે જાણીતા આ ધાન જવને, નવી પેઢી સામાન્ય રીતે બીયર સાથે જોડે છે, પરંતુ ઘણાં સમયથી ચોખાના વિકલ્પ તરીકે કેલેરી અને કંઈ નવી વેરાઈટી ઇચ્છીએ ત્યારે આ અનાજને વિવિધ પ્રાદેશિક રાંધણકળામાં વાનગીઓ બનાવવા ઉપયોગ કરવામાં આવે છે.


જવના દાણા, આપણા પૂર્વજોએ જે ખાધા હતા અને આપણે પણ ખાઈએ છીએ અને તેનો ઉપયોગ સલાડ અને ઝડપથી ખવાતા તળેળા કે શેકેલા ચેવડા કે ભાખરી રોટલી જેવા સ્વરૂપમાં લઈએ છીએ. પરંતુ આજે અમે તમને જવના પાણી વિશેના અવિશ્વનીય લાભો જણાવીએ છીએ. તમને આશ્ચર્ય થશે કે તેનાથી કિડની સ્ટોન સહિત અનેક દર્દ મટી જાય છે.

જવના પાણી સાથે જોડાયેલ પ્રાચિન સંસ્કૃતિ


આ તંદુરસ્ત પીણાએ વિવિધ સંસ્કૃતિઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે – ગ્રીક, બ્રિટન, અને પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયા વગેરે સ્થળોએ તે પ્રચલિત છે. પ્રાચીન ગ્રીસમાં, કિકૉન નામના તેમના મનપસંદ પીણાઓમાંનું એક પીણું જવના પાણીથી બનાવવામાં આવતું હતું, અને તે વિવિધ બિમારીઓ માટે ઉપચાર માનવામાં આવતું હતું.


બ્રિટનમાં, તે મોટેભાગે ગરમ પીણું તરીકે ઉપયોગમાં લેવાતું હતું, ચાની જેમ અને તેમાં લીંબુની ફાડ, ખાંડ અથવા અન્ય ફળોના રસ સાથે ઉમેરવામાં આવે છે. હકીકતમાં એવું કહેવામાં આવે છે કે વિમ્બલ્ડનમાં એથ્લેટ્સ ઘણી વખત નારંગીના સ્વાદવાળું, ઉનાળા દરમિયાન જવનું પાણી પીવે છે. એશિયા તરફ આવીએ તો, અહીં જવના પાણીને ગરમ અથવા ઠંડા બંને પ્રકારનો આનંદ માણવામાં આવે છે, તે લીંબુના રસ સાથે વધારે સ્વાદિષ્ઠ લાગતો હોય છે.

આયુર્વેદ મુજબ, તે એક ઉત્તમ મૂત્રવર્ધક દવા છે, જે મૂત્ર માર્ગ ચેપ (યુટીઆઇ)ને સુધારે છે અને ઉનાળા દરમિયાન શરીરને ઠંડુ રાખવા માટે પણ મદદ કરે છે.

જવના પાણીના આરોગ્ય લાભો


તંદુરસ્તી જાળવવા સ્વાસ્થ્યવર્ધક પીણાઓની શ્રેણીમાં જવનું પાણી આગવું સ્થાન ધરાવે છે કારણ કે તે શરીરને આવશ્યક દરેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર છે. જવમાં શરીરના પાચનતંત્રને આવશ્યક ફાઇબર, વિટામિન્સ, આવશ્યક ખનિજો (કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, મેગ્નેશિયમ, જસત અને તાંબુ વગેરે), રહેલા છે. વળી તે, એન્ટિ-ઑક્સિડેન્ટ્સ અને ફાયટોકેમિકલ્સનું સારું સ્રોત છે, જે માનવામાં આવે છે કે હૃદય રોગની શક્યતા અને ડાયાબિટીસ જવનું પાણી પીવાથી ઘટે છે. આપ પણ આરોગ્ય સુધારવા માટે તેના લાભો અજમાવો જુઓ –

શરીર શુદ્ધિકરણ

જવના પાણીના નિયમિત ઉપયોગથી શરીરના આંતરડાંમાંથી ઝેરી પદાર્થો પેશાબના માર્ગ દ્વાર બહાર કાઢવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા મુખ્યત્વે બીટા-ગ્લુકેન્સ તરીકે ઓળખાતા શર્કરાના જૂથ દ્વારા શરૂ થાય છે જે જવના પાણીથી ત્વચાના કોષોની દિવાલોને પોષણ મળે છે. તેથી તે શરીરના આંતરિક પ્રણાલીને સાફ કરવામાં મદદ કરે છે. શરીરનું એક રીતે શુદ્ધિકરણ થાય છે.

પત્થરી અને યુરિનમાં થતી બળતરા નિવારવા


સ્ત્રી રોગ અને મુત્રમાર્ગમાં થતી બળતરા માટે આનો ખાસ ઉપયોગ થાય છે. જેમને પેશાબમાં બળતરા થતી હોય. ઉનવા જેવા ઉનાળુ દરદ હોય જેમાં પેશાબનું પ્રમાણ ઓછું આવે અને કેસરી કે કથ્થઈ રંગનો પેશાબ આવે ત્યારે જવનું પાણી પીવાથી રાહત મળે છે અને દર્દ થયા વિના જ છૂટથી વધુ પ્રમાણમાં યુરિન પ્રવાહ આવતો થઈ જાય છે.

આ એક એવો ઘરેલૂ ઉપાય છે જેની કોઈ આડઅસર નથી. નાના બાળકથી લઈને પુખ્ત વયના લોકો તેને પી શકે છે. જેમને કિડની સ્ટોન કે પત્થરી થઈ હોય તેમને બાર્લી વોટર આપવાનું સલાહભર્યું છે. તેનાથી પત્થરીની કણીઓ મૂત્ર વાટે નીકળી જાય છે અને દુખાવામાં રાહત મળે છે.

પાચનતંત્ર માટે અકસીર


આયુર્વેદમાં, જવનું પાણી પાચક ટોનિક તરીકે શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે જે પાચનતંત્રની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મદદ કરે છે, ખાસ કરીને એ.સિ.ડિ.ટી ઓછી કરે છે. શરીરના વિવિધ વિકારો જેમ કે, વાત્ત, પિત્ત અને કફની પ્રક્રિયામાં વધુ સહાય માટે સહાય કરી શકે છે. કબજિયાત અથવા ઝાડાથી પીડાતા લોકો માટે તે લાભદાયક છે, અને તે તાવના ચેપ દરમિયાન ઇલેક્ટ્રોલિટ સંતુલનને પુનઃસ્થાપિત કરવામાં પણ મદદ કરે છે.

જવ પાણી એવું પીણું છે જે લોકના સ્વાસ્થ્યના ઉપાય તરીકે વધુ જાણીતું છે. એવું કહી શકાય કે તે અસંખ્ય બીમારીઓ અટકાવનાર છે, જેમ કે ગેસ્ટ્રોએંટેરિટિસ અને શરીરની બળતરા અને થાક ઉતારવા માટે ઉપયોગી છે. તે પેટની તકલીફોને સરળ બનાવે છે, અને તે શરરને જોઈતા જરૂરી ખનીજ ધરાવે છે, તે શરીરની વિવિધ પ્રક્રિયાઓમાં સહાય કરે છે.

વજન ઘટાડવા પ્રોત્સાહન આપે છે


જવ એ ફાઈબરનો શ્રેષ્ઠ સ્રોત હોવાથી, જવનું પાણી માપદંડને જાળવી રાખે છે. તેથી તે વજન ઘટાડવા માંગતા લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થાય છે કારણ કે તે તમને લાંબા સમય સુધી પેટને ભરી દે છે, આથી તમારી ભૂખ ઓછી થાય છે અને આહારમાં ઘટાડો કરે છે.

તદુપરાંત, તે પાચન માટે સારું છે, તે ચરબીના ચયાપચયને ઉત્તેજન આપે છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમે ચરબીયુક્ત ખોરાક વધુ પ્રમાણમાં ખાઈ શકો છો અને જવના પાણીનો ચમત્કાર તો જ દેખાશે જો તમે સ્વાસ્થ્યવર્શક આહાર લેશો અને નિયમિત જીવન જીવશો.

5. કોલેસ્ટરોલ અને બ્લડ સુગર ઘટાડે છે


ફાઇબર અને બીટા-ગ્લુકેન્સનો સારો સ્રોત હોવાના કારણે, જવનું પાણી બ્લડ કોલેસ્ટેરોલ પર એલ.ડી.એલ.ના શોષક પદાર્થને અવરોધિત કરીને અને ખોરાકમાંથી ટ્રાઇગ્લિસરાઇડ્સને અટકાવીને અને બ્લડ શૂગરમાંના ઇન્સ્યુલિન પ્રતિકારને સુધારીને તેને નિયંત્રણમાં રાખવાનું પણ કામ કરે છે. વધુમાં, તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે માત્ર શરીરને ઠંડુ કરવામાં નહીં પરંતુ હૃદયને સુરક્ષિત કરવામાં પણ મદદ કરે છે.

જવ પાણી કેવી રીતે બનાવવું

આ તંદુરસ્ત પીણું બનાવવા માટે, સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેને ઘરમાં ઉગાડવું જોઈએ. તે બનાવવું સરળ છે અને તમે સ્વાદમાં વધારો કરવા માટે સ્વીટર્સનો પણ ઉપયોગ કરી શકો છો. તમે પીણું બનાવવા માટે હળવા જવના દાણાનો ઉપયોગ કરી શકો છો.

સામગ્રી

જવના દાણા, પાણી, મીઠું, મધ કે લીંબુ એક સારા વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

પદ્ધતિ


૧ પાણી અને જવના દાણાંને એક પેનમાં લો અને તેને ગરમ કરો. એક ઉભરો આવ્યા બાદ તેમાં ચપટી મીઠું ઉમેરવું.

૨ ઉકાળતી વખતે ચમચીથી હલાવવું જેથી જવના દાણાં એકબીજાને ચોંટે નહીં. બરાબર એક રસ થાય ત્યારાબાદ બાઉલમાં લઈને ઠરવા દેવું.

૩ ઠારીને ગ્લાસમાં પીવા માટે લેતી વખતે તેમાં મધ અને લીંબુ ઉમેરી શકો છો. તેનાથી સ્વાદ અને તાજગી પણ આવશે સાથે બંનેના આરોગ્યપ્રદ લાભ પણ મળશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ