ભીષણ આગમાં ભસ્મીભૂત થયું પેરિસનું ઐતિહાસિક ધર્મ સ્થળ. તે ૩૦૦ વર્ષ જૂની ધરોહરનું પ્રતિક હતું.

‘અમે તેને ફરી બનાવીશું’ પેરિસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ આપી પોતાની પ્રતિક્રિયા, પ્રચંડ આગ લાગતાં સૌનું ધ્યાન દોરાયું છે તેની તરફ… સેંકડો વર્ષ જૂનું ચર્ચ જે એફિલ ટાવર બાદની પેરિસની જગવિખ્યાત ઈમારત હતી. એ સમયે પ્રેસિડેન્ટની ધ ગ્રેટ ડિબેટનું નેશનલ બ્રોડકાસ્ટનું આયોજન કરાયેલ હતું. આ સમાચાર મળતાં તેમનું યેલ્લો વેસ્ટ મૂવમેન્ટ અંતર્ગત પ્રવચન રદ કરાયું હતું.

સોમવાર, 15 એપ્રિલ, 2019 ના રોજ પોરિસમાં ‘નોત્રદામ કેથેડ્રલ’માં ભીષણ આગ લાગતાં સાંજ સુધીમાં ત્યાંનું આખું આકાશ પીળા-ભૂરા ધૂમ્રસેરોમાં ફેરવાઈ ગયું હતું. તેની જ્વાળ આકાશમાં ૩૦૦ ફિટ ઉંચી ગઈ હોવાનો અંદાજ છે. પેરિસની એક ખાસ ઇમારત ત્યાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની એક આસ્થાનું પ્રતિક સમાન હતું.

જે ઇમારતની કોતરણી અને બાંધકામ એ વિશ્વના અદભૂત બિલ્ડિંગસમાંનું એક ગણાતું હતું. તેમાં આગ લાગતાં આજુબાજુના પ્રવાસીઓ અને અન્ય લોકોએ તેની આગ કાબૂ કરવા દોડધામ મચાવી મૂકી હતી. તેને કાબૂમાં લેવા ૪૦૦ જેટલા ફાયર વર્કરો કામે લાગ્યા હતા અને સાંજ સુધીમાં તો આ સમાચારે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.

કહેવાય છે કે એફિલ ટાવર પછીની પેરિસની કોઈ બીજી એવી ઇમારત હોય કે જે ભવ્ય બાંધકામ અને ઐતિહાસિક મહત્વ ધરાવતું હોય તો તે છે આ નેત્રદામ કેથેડ્રલ. મળેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે આ આગમાં તેની ઉપરનો લગભગ આખો ભાગ આગની ઝડપમાં આવી ગયો છે અને તેનો ગુમ્બજ અને ટોચનો સમગ્ર હિસ્સો બળી ગયો છે.

કહેવાય છે કે આ ઇમારતની અંદરનો ખાસ્સો એવો ભાગ લાકડાંની સુંદર કોતરણીથી બનેલો હતો અને તેની ટોચ અને ગુમ્બજમાં પણ સારું એવું લાકડાનું કામ હતું. જેથી અનુમાન કરાય છે કે તેને ભારે નુક્સાન થયું હશે. નીચેનો હિસ્સો આ ઇમારતનો આરસપહાણ અને અન્ય કિમતી પત્થરોથી બન્યો છે જેમાં આગને લીધે ઓછું નુક્સાન પહોંચ્યું હોઈ શકે.

આ સમાચારો આવતાં માત્ર પેરિસના જ નહીં આખી દુનિયાના કલા – સ્થાપત્ય પ્રેમીઓને વધારે આઘાત લાગ્યો છે. તેમાં સેંકડો વર્ષોની સ્થાપત્ય સંસ્કૃતિ જળવાઈ રહી હતી. ફરીથી એજ ધરોહરને ઊભી કરવી નવા યુગમાં કદાચ અશક્ય બને તેવું કલાપ્રેમીઓનું માનવું છે.

સૂત્રોથી મળેલા અહેવાલ અનુસાર ઉપરનું આખું માળખું ધરાશાયી થઈ ગયું છે અને સારી વાત એ છે કે તેનું ટ્વીન ટાવર હજુ સલામત છે. વધુમાં, મળેલ માહિતી મુજબ આ ઐતિહાસિક સ્થળનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો હતો તેમાં નવું સમારકામ કરવા જતાં શોર્ટ સર્કિટ થયો અને પ્રચંડ આગ લાગતાં પરિસ્થિતિ ધીમે ધીમે વધુ વણસતી ગઈ. . આ અગ્ની આપત્તીમાં ત્યાંના કોઈ સ્થાનિક કર્ચમારી કે પ્રવાસીઓને ઇજા કે જાન હાની નથી થઈ.

કેથેડ્રલ પેરિસના સૌથી પ્રસિદ્ધ સ્મારકોમાંનું એક છે અને સદીઓથી સ્થાયી રહ્યું છે. મધ્યયુગીન માળખું ૧૨મી સદીમાં પૂર્ણ થયું હતું અને તે પેરિસના સૌથી લોકપ્રિય આકર્ષણોમાંનું એક છે. વિક્ટર હ્યુગોની ક્લાસિક નવલકથા ‘ધ હન્ચબેક ઓફ નેત્રદામ’માં દર્શાવવામાં આવેલી તે એજ ઇમારત છે. અહીં વર્ષમાં દુનિયાભરમાંથી ઓછામાં ઓછા ૧૩ મિલિયન પ્રવાસીઓ મુલાકાત લે છે.